સાપુતારા હિલ સ્ટેશન
ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન સાપુતારા ધમરપુર જિલ્લામાં આવેલું છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં રહેલા લોકો માટે સાપુતારા એક દિવસમાં ફરવા માટે ઉત્તમ સ્થળ છે. સહ્યાદ્રિ પર્વતમાળામાં વસેલું સાપુતારા કુદરતી સૌંદર્યથી ભરપૂર અદભુત પ્રવાસન સ્થળ છે. અહીં ઉંચા પહાડ, ગાઢ જંગલ, નદી ઝરણા, પક્ષીઓનો કલરવ, અને સૂર્યોદય અને સૂર્યાસ્તનો મનમોહક નજારો જોવા મળે છે. આદિવાસી સંસ્કૃતિ અને લોકજીવન પણ માણવાનો મોકો મળે છે.
