Watermelon Facet Results: ઉનાળામાં બહારથી લીલા અને અંદરથી લાલ તરબૂચ દરેકની પ્રથમ પસંદગી બની જાય છે. પાણીથી ભરપૂર આ ફળ માત્ર શરીરને હાઇડ્રેટેડ રાખે છે એટલું જ નહીં, પરંતુ આકરા તડકાથી પણ રાહત આપે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં ફૂડ પોઇઝનિંગની કેટલીક દુ:ખદ ઘટનાઓએ લોકોના મનમાં એક મોટો સવાલ ઉભો કર્યો છે કે શું તરબૂચ ખાવું ખરેખર જીવલેણ હોઈ શકે છે? ઘણી વાર આપણે ફળની ચમક અને મીઠાશ જોયા પછી ખરીદીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે ફળોને ઝડપથી પકવવા માટે વપરાતા કેમિકલ અને તેને સ્ટોર કરવાની ખોટી રીત ગંભીર ફૂડ પોઇઝનિંગ નું કારણ બની શકે છે.
અમૃતા હોસ્પિટલ ફરીદાબાદના સિનિયર કન્સલ્ટન્ટ ડો.મોહિત શર્માએ જણાવ્યું હતું કે, ખતરો તરબૂચમાં નહીં પરંતુ તેને પકવવાની અયોગ્ય રીત અને ખોટી રીતે સેવન કરવામાં જોખમ છે. ગરમીમાં ખોટી રીતે તરબૂચ ખાવાથી પેટ ફુલી શકે છે અને ફૂડ પોઇઝનિંગ પણ થઈ શકે છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે તરબૂચ ખરીદતી વખતે અને ખાતી વખતે તમારે શું ધ્યાન રાખવું જોઈએ જેથી તમે અને તમારો પરિવાર સુરક્ષિત રહે.
ઉનાળામાં જમ્યા બાદ તરબૂચ ખાવાથી ફૂડ પોઇઝનિંગ થઈ શકે છે?
ડોક્ટરના જણાવ્યા અનુસાર, તરબૂચ પોતાનામાં ખતરનાક નથી, પરંતુ જોખમ તેનું ખોટી રીતે સેવન અને સ્ટોરેજ કરવામાં રહેલું છે. તરબૂચ જમીન પર ઉગે છે, તેથી તેની બાહ્ય સપાટી પર માટી, ગંદકી અને બેક્ટેરિયા જેવા કે સાલ્મોનેલા, ઇ કોલાઇ અને લિસ્ટેરિયા હાજર હોઈ શકે છે. જો તરબૂચને ધોયા વગર અથવા ગંદા ચાકુ વડે કાપવામાં આવે છે, તો આ બેક્ટેરિયા છાલ માંથી અંદર ફળમાં જાય છે. ડોકટરોનું કહેવું છે કે કાપ્યા બાદ તરબૂચમાં હાજર વધારાનું પાણી અને ગરમી બેક્ટેરિયાને ઝડપથી વધવાની તક આપે છે.
જો કાપેલા તરબૂચને લાંબા સમય સુધી બહાર રાખવામાં આવે અથવા ખુલ્લામાં વેચવામાં આવે તો તેનાથી ચેપનું જોખમ વધી જાય છે, જે ફૂડ પોઇઝનિંગનું કારણ બની શકે છે. તેથી, કાપતા પહેલા હંમેશા તરબૂચને સારી રીતે ધોઈ લો, કાપવા માટે ચોખ્ખી છરીનો ઉપયોગ કરો અને કાપ્યા પછી તરત જ તેને ફ્રિજમાં મૂકવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
તરબૂચમાં 90 ટકાથી વધુ પાણી હોય છે, તેથી તે સામાન્ય રીતે સરળતાથી પચી જાય છે. પરંતુ જો તેને ફેટ અથવા પ્રોટીન જેવા ભારે ખોરાક જમ્યા બાદ તરત જ ખાવામાં આવે છે, તો તે પેટમાં ભારેપણું અને પેટ ફુલવાનું કારણ બની શકે છે. તે ફૂડ પોઇઝનિંગનું જોખમ પણ લઈ શકે છે.
શું તરબૂચ ખાવાથી પેટનું ફુલે છે?
ભયંકર ગરમીમાં શરીર તેના તાપમાનને નિયંત્રિત કરવામાં વધુ ઊર્જા ખર્ચે છે, જે પાચન પ્રક્રિયાને મંદ કરે છે. આ સાથે, ડિહાઇડ્રેશન એ એક સામાન્ય સમસ્યા છે, કારણ કે લોકો ઘણીવાર આખો દિવસ પૂરતું પાણી પીતા નથી. યોગ્ય હાઇડ્રેશન માત્ર પીવાના પાણી સુધી મર્યાદિત નથી, પરંતુ તેમાં પ્રવાહી, પાણીથી ભરપૂર ફળો અને શાકભાજી અને સંતુલિત આહાર પણ શામેલ છે.
પોષક તત્વોથી ભરપૂર તરબૂચમાં પાણી વધારે હોય છે, પરંતુ ભોજન જમ્યા બાદ તરત જ તે ખાવાથી પેટ ફુલી શકે છે. તરબૂચમાં હાજર ફ્રુક્ટોઝ (fructose) અમુક લોકોના પેટમાં fermentation કરી ગેસ અને અસ્વસ્થતાનું કારણ બની શકે છે. જ્યારે શરીરમાં પાણીનો અભાવ હોય ત્યારે આંતરડાની હિલચાલ પર અસર પડે છે અને પાચક ઉત્સેચકો યોગ્ય રીતે કામ કરી શકતા નથી. આનાથી પેટમાં ગેસ બને છે અને પેટ ફુલવા લાગે છે.
આ પણ વાંચો | તરબૂચ કુદરતી કે કેમિકલ કઇ રીતે પાકેલું છે? FSSAIએ ઓળખવાની સરળ રીત જણાવી
તરબૂચ ખાવામાં કોણે સાવેચતી રાખવી જોઈએ?
- Irritable Bowel Syndrome (IBS) થી પીડિત લોકો અથવા જેમનું પાચનતંત્ર સંવેદનશીલ હોય તેમણે મર્યાદિત પ્રમાણમાં તરબૂચ ખાવું જોઈએ.
- જે લોકોનું પાચનતંત્ર નબળું હોય છે તેઓએ ભોજન જમ્યા બાદ પછી તરબૂચ ખાવાનું ટાળવું જોઈએ.
- જે લોકોને એસિડિટીની સમસ્યા છે તેમનેતરબૂચ ખાધા પછી પેટ ફૂલવું અને અસ્વસ્થતાનો અનુભવી શકે છે. આવા લોકોએ ખાલી પેટે તરબૂચનું સેવન કરવું જોઈએ.
