Summer time Cooling Ideas: ઉનાળામાં ઘરનું ફ્લોર ઠંડુ રાખવાનો દેશી જુગાડ, આ રીતે પોતું લગાવો

Summer time Cooling Ideas: ઉનાળામાં ઘરનું ફ્લોર ઠંડુ રાખવાનો દેશી જુગાડ, આ રીતે પોતું લગાવો

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Ground Colling Ideas In Summer time: ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભયંકર ગરમી પડી રહી છે. ઘરની અંદર ગરમ ભીઠ્ઠો જેવો અનુભવ થાય છે. ઉનાળામાં આકરા સૂર્યપ્રકાશથી ઘરની છત અને ફ્લોટ ગરમ ભઠ્ઠી જેવી થઇ જાય છે. ખાસ કરીને બપોરે આ સમસ્યા વધારે હોય છે. હકીકતમાં બપોરે તાપમાન સૌથી વધુ હોય છે. આવી સ્થિતિમાં ઘરની છત, દિવાલો અને ફ્લોર એટલી ગરમ થઈ જાય છે કે આખા ઘરનું વાતાવરણ ગરમ થવા લાગે છે. ઘણી વખત એવી સ્થિતિ બની જાય છે કે ઘરની અંદર પણ આરામથી બેસવું મુશ્કેલ બની જાય છે.

જો કે, કેટલાક સરળ અને ઘરેલું ઉપાયો છે જે તમને તમારા ઘરના તાપમાનને ઘણી હદ સુધી નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે. આ સાથે, એક ઉપાય છે જે ફ્લોરને ઘણી હદ સુધી ઠંડુ રાખવામાં પણ મદદ કરી શકે છે. જો તમે ઉનાળામાં ગરમ ફ્લોરથી પણ પરેશાન છો, તો આ દેશી જુગાડ કામમાં આવી શકે છે.

પોતુ કરવાના પાણીમાં આ વસ્તુ ઉમેરો

લગભગ દરેક ઘરમાં સવારે સફાઈ દરમિયાન પોતું કરવામાં આવે છે. ઉનાળામાં ગરમ ફ્લોરથી રાહત મેળવવા માટે, તમે પોતુ કરવાના પાણીમાં બરફ, મીઠું અને ફટકડી ઉમેરી શકો છો. આ ત્રણેય વસ્તુઓની મદદથી ફ્લોરની ગરમીને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. બફરના ઠંડા પાણી વડે પોતુ કરવાથી ફ્લોરની સપાટી થોડા સમય માટે ઠંડી લાગે છે.

પાણી કેવી રીતે તૈયાર કરવું?

આ માટે પહેલા એક વાસણમાં પાણી નાખો અને તેમાં થોડું મીઠું ઉમેરો. હવે પાણીને ફ્રીઝરમાં મૂકો અને તેને બરફ બનવા દો. જ્યારે બરફ તૈયાર થઈ જાય, ત્યારે તેને પોતું કરવાના પાણીમાં ઉમેરો. તેનાથી પાણી વધુ ઠંડુ થઈ જશે. 

આ સિવાય જો તમે પહેલાથી જ ફ્રીઝરમાં બરફ જમાવ્યો હોય, તો તમે તેને પાણીમાં પણ ઉમેરી શકો છો. હવે આ પાણીથી આખા ફ્લોર પર પોતું મારો. ઉપરાંત, ફ્લોરને થોડું ઠંડુ રાખવા માટે, તમે મોપ કરેલા પાણીમાં ફટકડી ઉમેરી શકો છો. ફટકડી થોડા સમય માટે ફ્લોર પર ભેજ જાળવી રાખવામાં મદદ કરી શકે છે. આ સાથે ફ્લોરની સફાઈ વધુ સારી રીતે થાય છે અને દુર્ગંધ ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.

પોતું કરવાનો યોગ્ય સમય

જ્યારે તાપમાન વધે ત્યારે તમે સવારે અથવા બપોરે આ પાણીનું મોતું લગાવી શકો છો. જો જરૂરી હોય તો, દિવસમાં બે થી ત્રણ વખત પોતું લગાવી શકાય છે. જો કે, ધ્યાનમાં રાખો કે પોતું લગાવ્યા બાદ પંખો ચાલુ કરવો નહીં. પંખાને થોડી વાર માટે બંધ રાખો જેથી ફ્લોર પરની ઠંડક લાંબો સમય રહે. જ્યારે ફ્લોર પરથી પાણી સંપૂર્ણપણે સૂકાઈ જાય ત્યાર પછી જ પંખો ચાલુ કરો. 

ઘરનું તાપમાન નિયંત્રિત કરવા માટે, જ્યારે હવામાન ઠંડું હોય ત્યારે સવારે અને સાંજે બારીઓ અને દરવાજા ખોલો, આ તાજી અને ઠંડી હવા ઘરમાં પ્રવેશ કરે છે અને ગરમ હવા બહાર જાય છે. ઉપરાંત, બારીઓ અને દરવાજા પર જાડા પડદા લગાવો, જેથી ગરમી અંદર ન આવે અને ઘરની અંદરનું તાપમાન નિયંત્રિત થાય.

આ પણ વાંચો | સીડીના ખૂણામાં હઠીલી ગંદકી અને ધૂળ સાફ કરવી છે? આ 4 સરળ રીત મદદરૂપ થશે

અસ્વીકરણ: આ લેખ સામાન્ય ઘરેલું ઉપચારો અને પરંપરાગત અનુભવો પર આધારિત છે. બરફ, મીઠું અને ફટકડીના મિશ્રણથી મોપિંગની ઠંડક અસ્થાયી હોઈ શકે છે. ઘરની રચના, હવામાન અને ફ્લોરિંગના પ્રકારના આધારે પરિણામો બદલાઈ શકે છે. લેખમાં ઉલ્લેખિત ઉપાયો વૈજ્ઞાનિક દાવા તરીકે આપવામાં આવ્યા નથી. યોગ્ય વેન્ટિલેશન, પડદાનો ઉપયોગ અને છતની ગરમી ઘટાડતા પગલાં ઘરને લાંબા સમય સુધી ઠંડુ રાખવા માટે વધુ અસરકારક છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *