Khan Sir Case: ખાન સરના કાકા નિસાર અહમદનું વિવાદિત નિવેદન, ‘તેને કઇ જ આવતું નથી’

Khan Sir Case: ખાન સરના કાકા નિસાર અહમદનું વિવાદિત નિવેદન, ‘તેને કઇ જ આવતું નથી’

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Khan Sir Police Case: ખાન સર નામથી પ્રખ્યાત બિહારના એજ્યુકેશનલ યૂટ્યૂબર ફૈઝલ ખાન સામે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. ઉત્તર પ્રદેશના દેવરિયામાં રહેતા ખાન સરના કાકા નિસાર અહેમદે કહ્યું છે કે તેમના ભત્રીજા પાસે કોઈ ખાસ ડિગ્રી નથી.

ફેમસ યુટ્યુબર ફૈઝલ ખાન ઉર્ફે ખાન સરના કાકા નિસાર અહેમદે કહ્યું છે કે તેમના ભત્રીજાને કંઇ આવડતું નથી. ફૈઝલ ખાને આરોપ લગાવ્યો હતો કે તેમની કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ફાયરિંગ થયું હતું, પરંતુ આ કિસ્સામાં વીડિયો સામે આવ્યો હતો કે તેમની સંસ્થાના સિક્યોરિટી ગાર્ડ ગોળીબાર જ કરતા જોવા મળ્યા હતા.

સિક્યોરિટી ગાર્ડના નિવેદનોના આધારે પટના પોલીસે ખાન સર વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને શસ્ત્ર અધિનિયમ હેઠળ એફઆઈઆર નોંધી હતી. ફૈઝલ ખાન પટનાના મુસલ્લાહપુર વિસ્તારમાં ખાન ગ્લોબલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે.

ખાન સરના કાકા નિસાર અહેમદે પોલીસી ફરિયાદ દાખલ થવા વિશે પુછાયેલા સવારના જવાબમાં ન્યૂઝ એજન્સી IANSને જણાવ્યું હતું કે, ‘તેણે અહીંની મિશન સ્કૂલમાં અભ્યાસ કર્યો છે, તેની પાસે કોઈ ખાસ ડિગ્રી નથી, બસ નકલી અહીંયા ત્યાંથી મેળવી, તે બોલવામાં ચતુર છે અને તેની જ રોટલી ખાય છે. નિસાર અહમદ ઉત્તર પ્રદેશના દેવરિયામાં રહે છે.

નિસાર અહેમદે કહ્યું કે, શરૂઆતમાં તેમનો સ્વભાવ સારો હતો પરંતુ બાદમાં દુનિયાદારીના ચક્કરમાં પડીને તે બરબાદ થઈ ગયો. તેમણે કહ્યું કે તેને કઇ આવડતું નથી અને લોકોને પોતાની ભાષા શૈલીની મૂર્ખ બનાવી રહ્યો છે.

ખાન સરનો સ્વભાવ વિદ્રોહી 

નિસાર અહેમદે કહ્યું કે એવું સાંભળવામાં આવ્યું છે કે જ્ઞાન બિંદુ એકેડમીના ડિરેક્ટર રોશન આનંદે તેમના પોસ્ટરો અને બેનરો લગાવ્યા હતા પરંતુ ખાન સરે તેની ઉપર પોતાના પોસ્ટરો ચોંટાડી દીધા હતા અને આ પછી હંગામો વધ્યો હતો. નિસાર અહેમદે એમ પણ કહ્યું હતું કે ખાન સરનો સ્વભાવ દબંગઇ જેવો છે.

આ સિવાય ખાન સરની કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ફાયર સેફ્ટીને લઈને કેટલીક ગેરરીતિ સામે આવી છે. બિહાર ફાયર સર્વિસ વિભાગે કહ્યું છે કે ખાન ગ્લોબલ સ્ટડીઝને એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. જો એક અઠવાડિયાની અંદર ધોરણો પૂરા નહીં થાય, તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ફાયરિંગની ઘટનાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં ખાન સરના બંને સિક્યોરિટી ગાર્ડ ફાયરિંગ કરતા જોવા મળી રહ્યા છે. સુરક્ષાકર્મીઓની ઓળખ ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાના પ્રદીપ કુમાર (38) અને કાસગંજ જિલ્લાના તલેબર સિંહ (34) તરીકે થઈ છે..

NEET UG 2026 પેપર લીક બાદ NTA કરશે મોટા ફેરફારો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) પ્રશ્નપત્ર તૈયાર કરવાની સમગ્ર પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવા પર કામ કરી રહી છે. NEET-UG 2026 પેપર લીક થયા પછી, NTA ઘણી શરમજનક સ્થિતિમાં છે. પેપર લીક થવાને કારણે પરીક્ષા પ્રક્રિયામાં રહેલી ખામીઓ સામે આવી છે. ફેરફારો કરવાની સૂચિત રીત એ છે કે એક પરીક્ષા માટે પેપર તૈયાર કરવાની પ્રક્રિયાને અન્ય પરીક્ષાઓથી સંપૂર્ણપણે અલગ કરવી. અધિકારીઓ દ્વારા આને ‘ઝીરો ટ્રસ્ટ આર્કિટેક્ચર’ તરીકે ઓળખવામાં આવ્યું છે. આમાં, સિસ્ટમ વ્યક્તિ કરતાં પ્રક્રિયા પર વધુ આધાર રાખે છે. વધુ વાંચવા ક્લિક કરો.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *