દુનિયાની આ 5 ખતરનાક જગ્યા પર ફરવા માટે લોકો લાખો રુપિયાનો કરે છે ખર્ચ, જાણો શું છે કારણ

દુનિયાની આ 5 ખતરનાક જગ્યા પર ફરવા માટે લોકો લાખો રુપિયાનો કરે છે ખર્ચ, જાણો શું છે કારણ

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Harmful Locations on Earth : એક તરફ દુનિયામાં ખૂબ જ સુંદર સ્થળો છે, તો બીજી તરફ કેટલીક જગ્યાઓ તેમની ખતરનાક પરિસ્થિતિઓ માટે પણ જાણીતી છે. ઊંડી ખીણો વચ્ચે સાંકડા રસ્તા, સક્રિય જ્વાળામુખી, ઝેરી ગેસ અને ઝડપથી વહેતા ધોધ પ્રવાસીઓને આકર્ષે છે. લોકો આ સ્થળોએ સાહસિક પ્રવૃત્તિઓનો અનુભવ કરવા માટે લાખો રૂપિયા ખર્ચ કરે છે. આજે અમે તમને કેટલાક એવા સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં જોખમ હોવા છતા પણ પર્યટકો આવવાનું પસંદ કરે છે. જોકે બીમાર અને નબળા હૃદયના લોકોએ અહીં જવાનું ટાળવું જોઈએ.

ડેથ વેલી

અમેરિકામાં સ્થિત ડેથ વેલી એક રણ છે જ્યાં રેકોર્ડ તાપમાન નોંધાઇ ચુક્યું છે. અહીં શુષ્ક રણ, પાણીનો અભાવ અને ગરમી જીવન માટે એક પડકાર છે. આ પછી પણ અહીં પ્રવાસીઓ ફરવા માટે આવે છે. શિયાળાના ઋતુમાં અહીં આવવું સુરક્ષિત માનવામાં આવે છે.

દાનાકિલ ડિપ્રેશન

ઇથોપિયામાં સ્થિત દાનાકિલ ડિપ્રેશન વિશ્વના સૌથી ખતરનાક સ્થળોમાંથી એક છે. ખતરનાક પરિસ્થિતિઓ હોવા પછી પણ લોકો અહીં ફરવા આવે છે. સક્રિય જ્વાળામુખી અને ઝેરી ગેસથી ભરેલું આ રણ પૃથ્વી પરના નર્કથી ઓછું માનવામાં આવતું નથી. તમે અહીં ગાઇડ વગર આવી શકતા નથી.

એન્ટાર્કટિકા

અહીંનું તાપમાન ખૂબ જ ઓછું હોઈ શકે છે, જેના કારણે અહીં જીવિત રહેવું સરળ નથી. પ્રવાસીઓ અહીં આઇસબર્ગ, ગ્લેશિયર, પેંગ્વિનની કોલોનીઓ અને વ્હેલ માછલીને જોવા માટે આવે છે.

માઉન્ટ એવરેસ્ટ

વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ હજુ પણ ખતરનાક પર્યટન સ્થળમાં સામેલ છે. જ્યાં હિમસ્ખલન, ઊંચાઈ અને ઓક્સિજનના અભાવ સાથે પરિસ્થિતિ જીવલેણ બની શકે છે. પડકારનજક હોવા છતા વિશ્વભરના લોકો અહીં સાહસિક પ્રવૃત્તિઓનો આનંદ માણવા આવે છે. લોકો વિશ્વની સૌથી ઊંચી ટોચ પર પહોંચવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકે છે.

સ્નેક ટાપુ

બ્રાઝિલના ઇલ્હા દા ક્વિમાડા ગ્રાન્ડે સ્નેક આઇલેન્ડ તરીકે ઓળખાય છે. સમુદ્રની મધ્યમાં આવેલું આ ટાપુ ઘણા ઝેરી સાપનો ગઢ છે. આ સ્થળની હોરર સ્ટોરીઝ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. જોકે સામાન્ય પ્રવાસીઓને અહીં આવવા પર પ્રતિબંધ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *