Share Market Information: શેરબજારમાં બે દિવસની મંદી બાદ સેન્સેક્સ 444 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 24000 ઉપર બંધ

Share Market Information: શેરબજારમાં બે દિવસની મંદી બાદ સેન્સેક્સ 444 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 24000 ઉપર બંધ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Share Market Information At this time Spotlight In Gujarati : શેરબજારમાં બે દિવસની મંદી બાદ સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા છે. સેન્સેક્સ 444 પોઇન્ટ વધી 76922 બંધ થયો છે. ઇન્ટ્રા ડેમાં નિફ્ટી 550 પોઇન્ટ સુધરીને 77110 સુધી વધ્યો હતો. એનએસઇ નિફ્ટી 140 પોઇન્ટ વધી 24005 બંધ થયો છે. રિયલ્ટી, FMCG, ઓટો અને પીએસયુ બેંક શેર ઇન્ડેક્સ 1 થી 3 ટકા સુધી વધ્યા હતા. જ્યારે આઈટી, મેટલ અને ફાર્મા ઇન્ડેક્સ અડધા થી 2 ટકા આસપાસ ઘટ્યા હતા. આજે BSE માર્કેટકેપ ₹ 476.48 લાખ કરોડ થઇ હતી. 

વૈશ્વિક શેરબજારોના સુધારાની હૂંફે સેન્સેક્સ નિફ્ટી પણ સાધારણ વધીને ટ્રેડિંગ કરી રહ્યા છે. બુધવારે સેન્સેક્સ 72 પોઇન્ટ સુધરી 76,545 ખુલ્યો હતો. હાલ 150 પોઇન્ટની મજબૂતીમાં 76760 આસપાસ છે. તો એનએસઇ નિફ્ટી 32 પોઇન્ટ વધીન 23,897 ખુલ્યો હતો. હાલ ઓટો અને બેંક શેરમાં રિકવરી જોવા મળી રહી છે.

પેટ્રોલ ડીઝલ ₹ 5 સસ્તા થયા, બે વર્ષમાં પહેલીવાર ભાવ ઘટ્યા

મોંઘવારી વચ્ચે પેટ્રોલ ડીઝલ સસ્તા થયા છે. નાયરા એનર્જીએ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડ્યા છે. સામાન્ય લોકોને રાહત આપતા, નયારા એનર્જીએ બુધવાર, 1 જુલાઈ, 2026ના રોજથી તેના 7000 પંપ પર નવા ભાવ લાગુ કર્યા છે. નાયરા એનર્જી એ પેટ્રોલના ભાવમાં 5 રૂપિયા અને ડીઝલના ભાવમાં 3 રૂપિયા પ્રતિ લીટર ઘટાડો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અન્ય ઓઇલ કંપનીઓ આઇઓસી, એચપીસીએલ, બીપીસીએલે પેટ્રોલ અને ડીઝલના ભાવને સ્થિર રાખ્યા છે.

LPG સિલિન્ડર સસ્તો થયો, મોંઘવારી વચ્ચે મોટી રાહત

મોંઘવારી વચ્ચે એલપીજી સિલિન્ડર સસ્ત થયો છે. જુલાઈ મહિનાના પ્રથમ દિવસે જ રાંધણગેસ સિલિન્ડરની કિંમત ઘટી છે. હકીકતમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 183.50 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય વ્યવસાયિક સંસ્થાઓને મોટી રાહત મળશે. જો કે 14.2 કિલોગ્રામનો ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી.

  • Jul 01, 2026 16:14 IST

    વેદાંતા ઓઇલ ગેસ 20 ટકા ઉછળ્યો

    વેદાંતા ઓઇલ ગેસ શેર 20 ટકા ઉછળીને 38.46 બંધ થયો છે. વેદાંતા લિમિટેડના ડિમર્જર બાદ બનેલી ચાર કંપની વેદાંતા એલ્યુમિનિયમ, વેદાંતા આયર્ન સ્ટીલ, વેદાંતા ઓઇલ ગેસ અને વેદાંતા પાવર કંપનીઓના  શેર નોંધપાત્ર વધ્યા છે. આનું કારણ આ ચારેય કંપનીઓના શેર બુધવારે ટ્રેડ ટુ ટ્રેડ સેગમેન્ટમાંથી બહાર આવી ગયા છે. આ ચારેય કંપનીઓના શેર 15 જૂને શેરબજારમાં લિસ્ટેડ થયા હતા. પ્રથમ 10 ટ્રેડિંગ સેશનમાં આ શેર T2T સેગમેન્ટમાં હતા. T2T સેગમેન્ટમાં સામેલ શેરમાં દરેક ટ્રાન્ઝેક્શન પર ડિલિવરી ફરજિયાત હોય છે. આ શેરમાં ઇન્ટ્રા ડે ખરીદ વેચાણની મંજૂરી નથી હોતી અને 5 ટકાની સર્કિટ હોય છે. હવે આ ચારેય કંપનીઓના શેર T2T સેગમેન્ટમાંથી બહાર આવી ગયા છે. હવે તેમાં ઇન્ટ્રા ડે ટ્રેડિંગ પણ થશે.   

  • Jul 01, 2026 16:06 IST

    આઈટી શેરમાં મંદી યથાવત

    આઈટી અને ટેક્નોલોજી શેરમાં વેચવાલીથી નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 529 પોઇન્ટ ઘટ્યો હતો. સેન્સેક્સના ટોપ 5 લુઝર શેરમાં 4 આઈટી સ્ટોક હતા, જેમા એચસીએલ ટેકનોલોજી 3.5 ટકા, ટેક મહિન્દ્રા 3.1 ટકા, ટીસીએસ 2.6 ટકા, ટાટા સ્ટીલ 1.6 ટકા અને ઇન્ફોસિસ દોઢ ટકા ઘટ્યા હતા. સેન્સેક્સના 30 માંથી 22 બ્લુચીપ શેર વધ્યા હતા. ઇનટરનલ, એશિયન પેઇન્ટ, હિન્દુસ્તાન યુનિલિવર, અદાણી પોર્ટ્સ અને મારૂતિ સુઝુકીના શેર 2 થી 5.7 ટકા સુધી વધ્યા હતા.

  • Jul 01, 2026 16:04 IST

    સેન્સેક્સ 444 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 24000 ઉપર બંધ

    શેરબજારમાં બે દિવસની મંદી બાદ સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા છે. સેન્સેક્સ 444 પોઇન્ટ વધી 76922 બંધ થયો છે. ઇન્ટ્રા ડેમાં નિફ્ટી 550 પોઇન્ટ સુધરીને 77110 સુધી વધ્યો હતો. એનએસઇ નિફ્ટી 140 પોઇન્ટ વધી 24005 બંધ થયો છે. રિયલ્ટી, FMCG, ઓટો અને પીએસયુ બેંક શેર ઇન્ડેક્સ 1 થી 3 ટકા સુધી વધ્યા હતા. જ્યારે આઈટી, મેટલ અને ફાર્મા ઇન્ડેક્સ અડધા થી 2 ટકા આસપાસ ઘટ્યા હતા.  

  • Jul 01, 2026 14:37 IST

    GST Collections: જૂનમાં GST ક્લેક્શન ₹ 1.95 લાખ કરોડ થયું, 13 મહિનામાં સૌથી ઝડપી વધારો

    જૂન મહિનામાં જીએસટી કલેક્શનમાં 13 મહિનામાં સૌથી ઝડપી વધારો થયો છે. જૂનમાં GST ક્લેક્શન 13.9 ટકા વધીને 1.95 લાખ કરોડ રૂપિયા થયું છે, જે ઇમ્પોર્ટ ટેક્સ કલેક્શનમાં વૃદ્ધિને આભારી છે. જૂન 2025માં જીએસટી કલેક્શન 1.71 લાખ કરોડ રૂપિયા થયું હતું. ગત મહિને આયાત દ્વારા કર વસૂલાત વાર્ષિક ધોરણે 34.6 ટકા વધીને ₹ 60038 કરોડ થઇ છે. જો કે સ્થાનિક સ્તરે ગ્રોસ જીએસટી વસૂલાત 6.5 ટકા ઘટીને 1.35 લાખ કરોડ રૂપિયા થઇ છે. 

  • Jul 01, 2026 14:29 IST

    સેન્સેક્સ 500 પોઇન્ટ ઉછળી 77000 પાર, નિફ્ટી 24000 ક્રોસ

    શેરબજારમાં બે દિવસની મંદી બાદ સુધારના પગલે સેન્સેક્સ નિફ્ટી ઉછળ્યા છે. સેન્સેક્સ 550 પોઇન્ટતી વધુ ઉછળ્યો છે અને હાલ 77050 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે. તો નિફ્ટી 170 પોઇન્ટ ઉછળીને 24000 લેવલ ક્રોસ કર્યું છે. ઓટો, બેંક અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેર સુધર્યા છે.

  • Jul 01, 2026 09:37 IST

    પેટ્રોલ ડીઝલ ₹ 5 સસ્તા થયા, બે વર્ષમાં પહેલીવાર ભાવ ઘટ્યા

    મોંઘવારી વચ્ચે પેટ્રોલ ડીઝલ સસ્તા થયા છે. નાયરા એનર્જીએ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડ્યા છે. સામાન્ય લોકોને રાહત આપતા, નયારા એનર્જીએ બુધવાર, 1 જુલાઈ, 2026ના રોજથી તેના 7000 પંપ પર નવા ભાવ લાગુ કર્યા છે. નાયરા એનર્જી એ પેટ્રોલના ભાવમાં 5 રૂપિયા અને ડીઝલના ભાવમાં 3 રૂપિયા પ્રતિ લીટર ઘટાડો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અન્ય ઓઇલ કંપનીઓ આઇઓસી, એચપીસીએલ, બીપીસીએલે પેટ્રોલ અને ડીઝલના ભાવને સ્થિર રાખ્યા છે. વધુ વાંચો

  • Jul 01, 2026 09:36 IST

    LPG સિલિન્ડર સસ્તો થયો, મોંઘવારીમાં લોકોને મોટી રાહત

    મોંઘવારી વચ્ચે એલપીજી સિલિન્ડર સસ્ત થયો છે. જુલાઈ મહિનાના પ્રથમ દિવસે જ રાંધણગેસ સિલિન્ડરની કિંમત ઘટી છે. હકીકતમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 183.50 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય વ્યવસાયિક સંસ્થાઓને મોટી રાહત મળશે. જો કે 14.2 કિલોગ્રામનો ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. વધુ વાંચો

  • Jul 01, 2026 09:31 IST

    સેન્સેક્સ નિફ્ટી મજબૂત ખુલ્યા

    વૈશ્વિક શેરબજારોના સુધારાની હૂંફે સેન્સેક્સ નિફ્ટી પણ સાધારણ વધીને ટ્રેડિંગ કરી રહ્યા છે. બુધવારે સેન્સેક્સ 72 પોઇન્ટ સુધરી 76,545 ખુલ્યો હતો. હાલ 150 પોઇન્ટની મજબૂતીમાં 76760 આસપાસ છે. તો એનએસઇ નિફ્ટી 32 પોઇન્ટ વધીન 23,897 ખુલ્યો હતો. હાલ ઓટો અને બેંક શેરમાં રિકવરી જોવા મળી રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *