પ્રખ્યાત ઉદ્યોગપતિ લક્ષ્મી નિવાસ મિત્તલ અને તેમના પુત્ર આદિત્ય મિત્તલે, આદર પૂનાવાલા સાથે મળીને US$ 1.65 બિલિયન (આશરે ₹15,600 કરોડ) ની બોલી લગાવીને રાજસ્થાન રોયલ્સમાં બહુમતી હિસ્સો મેળવ્યો છે. બોલી પ્રક્રિયામાંથી સોમાણી-રોબ વોલ્ટન-શીલા ફોર્ડ હેમ્પ કન્સોર્ટિયમ દોડમાંથી હટી ગયા બાદ તેમણે ગઈકાલે આ સોદો અંતિમ સ્વરૂપ આપ્યો.
આ સોદામાં ઓફર કરાયેલ રકમ (US$ 1.65 બિલિયન) રાજસ્થાન રોયલ્સની પુરુષોની ફ્રેન્ચાઇઝી – પાર્લ રોયલ્સ અને બાર્બાડોસ રોયલ્સના એન્ટરપ્રાઇઝ મૂલ્યને પ્રતિબિંબિત કરે છે. આ સોદો BCCI, CCI, IPL ગવર્નિંગ કાઉન્સિલ અને અન્ય લાગુ નિયમનકારી સત્તાવાળાઓ તરફથી મંજૂરીઓ સહિત વિવિધ શરતોને આધીન રહે છે. આ સોદો 2026 ના ત્રીજા ક્વાર્ટરમાં પૂર્ણ થવાની ધારણા છે.
સોમાણીએ શા માટે હટી ગયા
અગાઉ સોમાણીના નેતૃત્વ હેઠળના યુએસ સ્થિત કન્સોર્ટિયમે US$ 1.63 બિલિયનની બિડ સબમિટ કરી હતી. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘણી સમસ્યાઓના કારણે બિડ જરૂરી ડ્યુ ડિલિજન્સ પ્રક્રિયાને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગઈ. એક પ્રેસ રિલીઝમાં મિત્તલ પરિવારે જણાવ્યું હતું કે, લક્ષ્મી એન. મિત્તલ અને આદિત્ય મિત્તલે આજે જાહેરાત કરી હતી કે, અદાર પૂનાવાલા સાથે ભાગીદારીમાં તેઓ મનોજ બડાલે અને તેમના જૂથ પાસેથી રાજસ્થાન રોયલ્સ હસ્તગત કરવા માટે એક નિશ્ચિત કરાર પર પહોંચ્યા છે.”
રાજસ્થાન રોયલ્સ બોર્ડ
પ્રેસ રિલીઝ અનુસાર મિત્તલ પરિવાર રાજસ્થાન રોયલ્સમાં લગભગ 75 ટકા હિસ્સો ધરાવશે, જ્યારે પૂનાવાલા લગભગ 18 ટકા હિસ્સો ધરાવશે. બાકીનો આશરે સાત ટકા હિસ્સો મનોજ બડાલે સહિત હાલના રોકાણકારો પાસે રહેશે. રાજસ્થાન રોયલ્સના ડિરેક્ટર બોર્ડમાં હવે લક્ષ્મી એન. મિત્તલ, આદિત્ય મિત્તલ, વનિષા મિત્તલ ભાટિયા, અદાર પૂનાવાલા અને બડાલેનો સમાવેશ થશે. નિવેદનમાં લખ્યું છે: “બડાલે રાજસ્થાન રોયલ્સને પોતાનો ટેકો આપવાનું ચાલુ રાખશે, ભૂતકાળ અને વર્તમાન વચ્ચે સેતુ તરીકે સેવા આપશે અને ફ્રેન્ચાઇઝીમાં ક્રિકેટના તેમના ગહન જ્ઞાન અને અનુભવનું યોગદાન આપશે.”
“હું તેને કંઈ પણ કહી શકું છું”: જીતેશ શર્માએ વૈભવ સૂર્યવંશીને ‘અનપ્રોફેશનલ’ કેમ કહ્યો? RCB ખેલાડીએ કરી સ્પષ્ટતા
મિત્તલ રાજસ્થાનના વતની છે
રાજસ્થાન રોયલ્સ IPL ટીમ ઉપરાંત ફ્રેન્ચાઇઝી દક્ષિણ આફ્રિકામાં પાર્લ રોયલ્સ અને વેસ્ટ ઇન્ડીઝમાં બાર્બાડોસ રોયલ્સ પણ ધરાવે છે. ઉત્તર રાજસ્થાનના સાદુલપુરમાં જન્મેલા લક્ષ્મી એન. મિત્તલે જણાવ્યું,”મને ક્રિકેટ ગમે છે અને મારો પરિવાર રાજસ્થાનનો હોવાથી હું અન્ય કોઈપણ ટીમમાં જોડાવા કરતાં IPLમાં રાજસ્થાન રોયલ્સનો ભાગ બનવાનું પસંદ કરીશ.”
