શું તમે જાણો છો કે, ઈપીએફ (EPF) એકાઉન્ટ ક્યારે ઇન-ઓપરેટિવ (નિષ્ક્રિય) થઈ જાય છે અને તેનાથી શું અસર થાય છે? મોટાભાગના લોકો એવું માને છે કે, જો 3 વર્ષ સુધી ખાતામાં કોઈ રકમ જમા ન થાય, તો EPF એકાઉન્ટ ઇન-ઓપરેટિવ થઈ જાય છે અને તેના પર વ્યાજ મળતું બંધ થઈ જાય છે. જો કે, વાસ્તવમાં આવું નથી. એવામાં ચાલો જાણીએ કે, EPF એકાઉન્ટ ક્યારે અને કેવી રીતે ઇન-ઓપરેટિવ થાય છે.
