આઈપીઓ સમાચાર, NSE અને હીરો મોટર્સ સહિત 11 કંપનીના IPO ખુલશે

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Upcoming IPO And Share Itemizing Information : આઈપીઓ માર્કેટમાં રોકાણકારોને કમાણીનો જબરદસ્ત મોકો મળવાનો છે. 14 સપ્ટેમ્બરથી શરૂ થયેલા નવા અઠવાડિયામાં NSE IPO અને હીરો મોટર્સ સહિત કુલ 11 IPO ખુલવાના છે, જેમા 5 મેઇનબોર્ડ સેગમેન્ટના છે. ઉપરાંત પાછલા અઠવાડિયે ખુલેલા 8 આઈપીઓ સબ્સક્રાઇબ કરવાની છેલ્લી તક મળવાની છે. તો આ અઠવાડિયામાં સ્ટોક એક્સચેન્જ પર 11 કંપનીઓના શેર લિસ્ટેડ થવાના છે.

IPO Open This Week : આ અઠવાડિયે ખુલનાર આઈપીઓ

Vama Wovenfab IPO : વામા વોવેનફેબ આઈપીઓ

વાવા વોવેનફેબ આઈપીઓ 15 સપ્ટેમ્બર ખુલશે અને 17 સપ્ટેમ્બર સુધી IPO સબ્સક્રાઇબ કરી શકાશે. કંપનીએ ₹ 49.54 કરોડના IPO માટે પ્રાઇસ બેન્ડ ₹ 324 – 341 પ્રતિ શેર અને લોટ સાઇઝ 400 રાખી છે. શેર એલોટમેન્ટ થયા બાદ કંપનીનું શેર લિસ્ટિંગ BSE SME પર 22 સપ્ટેમ્બરે થશે.

Shakti Polytarp IPO : શક્તિ પોલીટ્રેપ આઈપીઓ

શક્તિ પોલીટ્રેપ કંપનીનો ₹ 26.93 કરોડનો આઈપીઓ સબ્સક્રાઇબ 15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન કરી શકાય છે. IPO પ્રાઇસ બેન્ડ ₹ 56 – 59 પ્રતિ શેર અને લોટ સાઇઝ 2000 શેર છે. કંપનીના શેર BSE SME પર 22 સપ્ટેમ્બર લિસ્ટેડ થશે.

Quanto Agroworld IPO : ક્વાન્ટો એગ્રોવર્લ્ડ આઈપીઓ

ક્વાન્ટો એગ્રોવર્લ્ડ લિમિટેડ આઈપીઓ દ્વારા ₹ 31.02 કરોડ એક્ત્ર કરવા માંગે છે. આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસ ₹ 67 પ્રતિ શેર અને લોટ સાઇઝ 2000 શેર છે. કંપનીનો IPO 15 સપ્ટેમ્બર ખુલશે અને 17 સપ્ટેમ્બર બંધ થશે. શેર એલોટમેન્ટ ફાઇનલ થયા બાદ BSE SME પર 22 સપ્ટેમ્બરે કંપનીના શેરનું લિસ્ટિંગ થશે.

SS Retail IPO : એસએસ રિટેલ આઈપીઓ

એસએસ રિટેલ કંપનીનો મેઇનબોર્ડ આઈપીઓ 16 સપ્ટેમ્બર ખુલશે. કંપનીએ ₹ 500 કરોડના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ ₹ 403 – 424 પ્રતિ શેર અને લોટ સાઇઝ 35 શેર નક્કી કરી છે. આઈપીઓ IPO સબ્સક્રિપ્શન 18 સપ્ટેમ્બર બંધ થશે. ત્યારબાદ NSE અને BSE પર 23 સપ્ટેમ્બરે કંપનીના શેર લિસ્ટેડ થશે.

Jindal Supreme IPO : જિંદાલ સુપ્રીમી આઈપીઓ

જિંદાલ સુપ્રીમી લિમિટેડનો મેઇનબોર્ડ આઈપીઓ 16 સપ્ટેમ્બર ખુલશે. કંપનીએ ₹ 124.88 કરોડના IPO માટે ઇશ્યૂ પ્રાઇસ ₹ 88 – 93 પ્રતિ શેર અને લોટ સાઇઝ 161 શેર નક્કી કરી છે. આઈપીઓ બીડ કરવાની છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર છે. શેર એલોટમેન્ટ થયા બાદ NSE અને BSE પર 23 સપ્ટેમ્બરે કંપનીના શેર લિસ્ટેડ થવાના છે.

Hero Motors IPO : હીરો મોટર્સ આઈપીઓ

ઓટો કંપની હીરો મોટર્સ આઈપીઓ દ્વારા ₹ 1,000 કરોડ એક્ત્ર કરવા માંગે છે. આ પણ મેઇનબોર્ડ સેગમેન્ટનો IPO છે, જે 16 સપ્ટેમ્બર ખુલશે અને રોકાણકારો 18 સપ્ટેમ્બર સુધી બીડ કરી શકે છે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ ₹ 79 – 84 પ્રતિ શેર અને લોટ સાઇઝ 178 શેર છે. શેર એલોટમેન્ટ ફાઇલ થયા બાદ 23 સપ્ટેમ્બરે NSE અને BSE પર કંપનીના શેર લિસ્ટિંગ થશે.

NSE IPO : એસઇઈ આઈપીઓ

એનએસઈ આઈપીઓ મેઇનબોર્ડ સેગમેન્ટનો પબ્લિક ઇશ્યૂ છે, જેની રોકાણકારો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે. એનએસઇ કંપની આઈપીઓ દ્વારા ₹ 22,561.57 કરોડ એક્ત્ર કરવા માંગે છે, જે ભારતીય શેરબજારના સૌથી મોટા IPOમાં સ્થાન મેળવશે. આ મેગા IPOનું સબ્સક્રિપ્શન 17 સપ્ટેમ્બર ખુલશે અને 21 સપ્ટેમ્બરે બંધ થશે. IPO પ્રાઇસ બેન્ડ ₹ 1700 – 1785 પ્રતિ શેર અને લોટ સાઇઝ 8 શેર છે. એનએસઇ શેરનું લિસ્ટિંગ 24 સપ્ટેમ્બરે BSE સ્ટોક એક્સચેન્જ પર થશે.

SpectraA Expertise Options IPO : સ્પેક્ટ્રાએ ટેક્નોલોજી સોલ્યુશન્સ આઈપીઓ

સ્પેક્ટ્રાએ ટેક્નોલોજી સોલ્યુશન્સ લિમિટેડનો ₹ 42.52 કરોડનો આઈપીઓ 17 સપ્ટેમ્બર ખુલશે. IPO પ્રાઇસ બેન્ડ ₹ 112 – 118 પ્રતિ શેર અને લોટ સાઇઝ 1200 શેર છે. રોકાણકારો 21 સપ્ટેમ્બર સુધી IPO સબ્સક્રાઇબ કરી શકે છે. કંપનીના શેર લિસ્ટિંગ 24 સપ્ટેમ્બરે NSE SME પર થશે.

Kheria Autocomp IPO : ખેરિયા ઓટોકોમ્પ આઈપીઓ

ખેરિયા ઓટોકોમ્પ આઈપીઓ 17 સપ્ટેમ્બર ખુલશે. કંપનીએ ₹ 46.44 કરોડના IPO માટે પ્રાઇસ બેન્ડ ₹ 96 – 101 પ્રતિ શેર અને લોટ સાઇઝ 1200 શેર છે. સ્ટોક એલોટમેન્ટ બાદ 24 સપ્ટેમ્બર NSE SME પર કંપનીના શેર લિસ્ટિંગ કરશે.

Sonaselection India IPO : સોનાસેલેક્શન ઈન્ડિયા આઈપીઓ

સોનાસેલેક્શન ઈન્ડિયા કંપનીના ₹ 141.57 કરોડના આઈપીઓનું સબ્સક્રિપ્શન 17 સપ્ટેમ્બર ખુલવાનો છે. IPO પ્રાઇસ બેન્ડ ₹ 94 – 99 પ્રતિ શેર અને લોટ સાઇઝ 150 શેર છે. રોકાણકારો 21 સપ્ટેમ્બર સુધી આઈપીઓ બીડ કરી શકશે. કંપનીના શેર લિસ્ટિંગ NSE અને BSE પર 24 સપ્ટેમ્બરે થશે.

Axiom Gasoline Engineering IPO : એક્સિઓમ ગેસ એન્જિનિયરિંગ આઈપીઓ

એક્સિઓમ ગેસ એન્જિનિયરિંગ આઈપીઓ સબ્સક્રિપ્શન 18 થી 22 સપ્ટેમ્બર સુધી કરી શકાશે. કંપનીએ ₹ 49.81 કરોડના આઈપીઓ સબ્સક્રિપ્શન માટે પ્રાઇસ બેન્ડ ₹ 50 – 53 પ્રતિ શેર છે. લોટ સાઇઝ 2000 શેર છે. કંપનીના શેર લિસ્ટિંગ NSE SME પર 25 સપ્ટેમ્બરે થશે.

IPO સબ્સક્રાઇબ કરવાની છેલ્લી તક

રોકાણકારોને પાછલા અઠવાડિયે ખુલેલા 8 IPO સબ્સક્રાઇબ કરવાની છેલ્લી તક મળશે. જેમા વીગાલેન્ડ ડેવલપર્સ, મહારાજ એન્ડ સ્પીડેક્સ, ઓમ ગેલેક્સી, રાકસન ટ્રાન્સફોર્મ્સ, પંચત્વ ભારત, ઇન્જેક્ટો પોલીમર્સ, સેન્ચુરી બિઝનેસ મીડિયા, માનિકા પ્લાસ્ટેક સામેલ છે. આ બધા આઈપીઓ 15 અને 16 સપ્ટેમ્બરે બંધ થવાના છે.

Share Lisitng This Week : આ અઠવાડિયાના શેર લિસ્ટિંગ

15 સપ્ટેમ્બર : NSE અને BSE પર પ્રવણ કન્સ્ટ્રક્શન્સ અને BSE SME પર અપના લોજિસ્ટ્રિક્સ કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે. 

16 સપ્ટેમ્બર : NSE અને BSE પર કાનોહાર ઇલેક્ટ્રિકલ્સ, પ્રાસોલ કેમિકલ્સ, ગ્લાસ વોલ સિસ્ટમ્સ કંપનીના શેર લિસ્ટેડ થવાના છે. 

17 સપ્ટેમ્બર : NSE અને BSE પર રેન્ટોમોજો, એસેટ રિકન્સ્ટ્રક્શન્સ અને મનીપાલ પેમેન્ટ આઈડેન્ટી સોલ્યુશન્સ, સ્ટીમહાઉસ ઈન્ડિયા, કરમતારા એન્જિનિયરિંગ અને એલસીસી પ્રોજેક્ટ્સ કંપનીના શેર લિસ્ટેડ થવાના છે. આ જ દિવસે BSE SME પર ઇન્ફ્રાક્સ રિન્યુએબલ, એમટેક એસ્ટર્સ અને NSE SME પર વિનોદ ટેક્સવર્લ્ડ કંપનીના શેર લિસ્ટેડ થવાના છે. 

18 સપ્ટેમ્બર : NSE અને BSE પર વીગાલેન્ડ ડેવલપર્સ કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે. આ જ દિવસે BSE SME પર પંચત્વ ભારત, ઓમ ગેલેક્સી, મહારાજા એન્ડ સ્પીડેક્સ અને રાકસન ટ્રાન્સફોર્મ્સ કંપનીના શેર લિસ્ટેડ થવાના છે.

Disclaimer : અહીં આપેલી જાણકારી માત્ર સામાન્ય માહિતી છે. Indian Categorical Gujarati ન્યૂઝ પોર્ટલ કોઇ પણ પ્રકારના રોકાણ કે નાણાકીય સલાહ આપતું નથી. બજાર જોખમને આધિન છે, આથી નાણાં કે રોકાણ સંબંધિત કોણ પણ નિર્ણય લેવાની પહેલા તેમારા ફાઇનાન્સિયલ એક્સપર્ટ્સ પાસેથી સલાહ લેવી.  



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *