Kitchen Cleansing Suggestions: કડાઈના હેન્ડલની ચીકાશ અને કાળાશ કેવી રીતે સાફ કરવી? આ 3 ઘરેલુ નુસ્ખા ટ્રાય કરો

Kitchen Cleansing Suggestions: કડાઈના હેન્ડલની ચીકાશ અને કાળાશ કેવી રીતે સાફ કરવી? આ 3 ઘરેલુ નુસ્ખા ટ્રાય કરો

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Kadai Deal with Cleansing Suggestions: કડાઈ (કઢાઈ) ભોજન બનાવવા માટે વપરાતું એક વાસણ છે. તેલમાં પુરી તળવા થઇ લઇ સબ્જી બનાવવા માટે કડાઈ વપરાય છે. લોખંડ, સ્ટીલ, એલ્યુમિનિયમ અને નોન સ્ટીક કડાઈ બજારમાં ઉપલબ્દ છે. દરરોજ કડાઈમાં ભોજન બનાવવાથી તેમા તેલ મસાલો ચોંટી જાય છે. કડાઈ ઘણી વખત સારી રીતે ધોયા પછી પણ તેના હેન્ડલ પર તેલની ચીકાશ અને કાળાશ સંપૂર્ણપણે સાફ થતા નથી. 

ખાસ કરીને દરરોજ ઉપયોગ કરવાથી લોખંડ હોય કે સ્ટીલ અથવા એલ્યુમિનિયમની કડાઈના હેન્ડલ્સ ઝડપથી કાળા અને ચીકણા થઇ જાય છે. હકીકતમાં, રસોઈ કરતી વખતે તેલની વરાળ, મસાલાનો ધુમાડો અને ગેસની ગરમી ભેગી થઈને હેન્ડલ પર જાડું સ્તર બનાવે છે. સમય જતાં, આ સ્તર એટલું કડક બની જાય છે કે તે સામાન્ય ડિશવોશ લિક્વિડ અને પાણીથી પણ સરળતાથી સાફ થઈ શકતું નથી.

આ સિવાય ઘણા લોકો કડાઈ અંદરના ભાગને સારી રીતે સાફ કરે છે, પરંતુ હેન્ડલના ખૂણા, સ્ક્રૂ અને સાંધા પર ધ્યાન આપતા નથી. આ જગ્યા પર સૌથી વધુ ગંદકી જમા થાય છે. જ્યારે કડાઈને વારંવાર ગરમ કરવામાં આવે છે, ત્યારે તે ધીમે ધીમે ડામર જેવું કાળું સ્તર બનવા લાગે છે. આવી સ્થિતિમાં ધીમે ધીમે કડાઈની ચમક ઓછી થવા લાગે છે અને તે જુની અને ગંદી દેખાય છે. તેથી, માત્ર કડાઈની અંદરના ભાગ પર જ નહીં, પરંતુ હેન્ડલની સ્વચ્છતા પર પણ ધ્યાન આપવું એટલું જ મહત્વપૂર્ણ છે. અમુક સરળ ઘરેલુ ટીપ્સ છે, જેની મદદથી કડાઈની હેન્ડલના કાળા પડને સાફ કરી શકાય છે.

1. બેકિંગ સોડા અને લીંબુ

બેકિંગ સોડા અને લીંબુની મદદથી કડાઈના હેન્ડલ પર જમા થયેલી કાળાશને દૂર કરી શકાય છે. આ માટે સૌ પ્રથમ એક બાઉલમાં 2 ચમચી બેકિંગ સોડા લો અને તેમાં થોડો લીંબુનો રસ મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને કડાઈના હેન્ડલ અને કાળા વિસ્તારો પર સારી રીતે લગાવી 10 – 15 મિનિટ સુધી રહેવા દો. આ પેસ્ટથી કાળું પડ નરમ થઈ જાય છે. ત્યારબાદ જૂના ટૂથબ્રશ અથવા સ્ક્રબરની મદદથી સાફ કરો. લીંબુની એસિડિક પ્રકૃતિ તેલની ચીકાશ દૂર કરવામાં મદદ કરી શકે છે અને બેકિંગ સોડા હઠીલી ગંદકીને સાફ કરવામાં મદદ કરી શકે છે.

2. સરકો અને ગરમ પાણી

જો કડાઈનું હેન્ડલ બહુ ચીકણું થઈ ગયું છે, તો સફેદ સરકો અને ગરમ પાણી ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. આ માટે એક વાસણમાં ગરમ પાણી લો અને તેમાં થોડું સફેદ સરકો ઉમેરો. હવે આ મિશ્રણમાં કપડા અથવા સ્પોન્જને ડુબાડીને હેન્ડલ પર સારી રીતે ઘસો. જ્યાં ખૂબ જ કાળાશ હોય ત્યાં તમે થોડા સમય માટે સરકો સાથે કપડું લપેટી મૂકી શકો છો. સરકો તેલ અને ધુમાડાથી બનેલા જાડા સ્તરને નરમ બનાવે છે, જે ગંદકીને સરળતાથી દૂર કરી શકે છે. આ પછી, તેને જૂના ટૂથબ્રશ અથવા સ્ક્રબરની મદદથી ઘસીને સાફ કરો, પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

આ પણ વાંચો | ટિફિનના ડબ્બામાંથી ડાઘ દૂર કરવાના અકસીર ઉપાય, મિનિટોમાં ટિફિન ચમકી ઉઠશે

3. આ ઘરેલું નુસ્ખો અજમાવો

કડાઈના હેન્ડલ બહુ કાળા થઈ ગયા છે, તો પછી બેકિંગ સોડા અને સરકો ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. તે ઘણી બધી ગંદકી અને જુની ચીકાશ સાફ કરવામાં અસરકારક માનવામાં આવે છે. આ માટે પહેલા હેન્ડલ પર બેકિંગ સોડા છાંટો, પછી તેની પર થોડો સરકો રેડી લો. તેનાથી હળવું ફીણ બનશે. તેને 5-10 મિનિટ માટે છોડી દો. ત્યારબાદ તેને સ્ક્રબર અથવા બ્રશ વડે ઘસીને સાફ કરો. આ ઘરેલુ નુસ્ખો લાંબા સમયથી જામેલી ગંદકી અને કાળાશને દૂર કરવામાં મદદ કરી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *