IPL 2026 Sunrisers Hyderabad vs Royal Challengers Bengaluru, SRH vs RCB LIVE Rating: આઈપીએલ 2026ની 67મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે આપેલા 256 રનના પડકાર સામે રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોરે 8 ઓવરમાં 2 વિકેટે 91 રન બનાવી લીધા છે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન, હેનરિચ ક્લાસેન, રવિચંદ્રન સમરન, સલિલ અરોરા, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), શાકિબ હુસૈન, શિવાંગ કુમાર, ઇશાન મલિંગા.
રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી, દેવદત્ત પડીક્કલ, વેંકટેશ ઐયર, રજત પાટીદાર(કેપ્ટન), જીતેશ શર્મા, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, રસિક ડાર, જોશ હેઝલવુડ.
-
Could 22, 2026 22:18 IST
SRH vs RCB LIVE : કોહલી 15 રને આઉટ
વેંકટેશ ઐયર 19 બોલમાં 4 ફોર અને 4 સિક્સરની મદદથી 44 રને મલિંગાની ઓવરમાં કેચ આઉટ થયો. વિરાટ કોહલી 11 બોલમાં 2 ફોર સાથે 15 રને શાકિબ હુસૈનની ઓવરમાં કેચ આઉટ થયો. આરસીબીએ 74 રને બીજી વિકેટ ગુમાવી.
-
Could 22, 2026 21:42 IST
SRH vs RCB LIVE : આરસીબીને 256 રનનો પડકાર
આઈપીએલ 2026ની 67મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 4 વિકેટે 255 રન બનાવી લીધા છે. રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોરને 256 રનનો પડકાર મળ્યો છે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
-
Could 22, 2026 21:25 IST
SRH vs RCB LIVE : ઇશાન કિશનના 79 રન
ઇશાન કિશન 46 બોલમાં 8 ફોર અને 3 સિક્સર સાથે 79 રન બનાવી રસિક ડારની ઓવરમાં આઉટ થયો, નીતિશ કુમાર રેડ્ડીના 12 બોલમાં 1 ફોર અને 3 સિક્સર સાથે અણનમ 29 રન.
-
Could 22, 2026 21:13 IST
SRH vs RCB LIVE : ક્લાસેન 51 રને આઉટ
હેનરિચ ક્લાસેન 24 બોલમાં 2 ફોર અને 5 સિક્સર સાથે 51 રન બનાવી કુણાલ પંડ્યાની ઓવરમાં કેચ આઉટ થયો. હૈદરાબાદે 210 રને ત્રીજી વિકેટ ગુમાવી.
-
Could 22, 2026 21:04 IST
SRH vs RCB LIVE : ઇશાન કિશન અને ક્લાસેનની અડધી સદી
ઇશાન કિશને 31 બોલમાં 4 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી. ક્લાસેને 23 બોલમાં 2 ફોર અને 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી. હૈદરાબાદે 15.2 ઓવરમાં 200 રન પુરા કર્યા.
-
Could 22, 2026 20:31 IST
SRH vs RCB LIVE : અભિષેક શર્મા 56 રને આઉટ
અભિષેક શર્મા 22 બોલમાં 4 ફોર અને 5 સિક્સર સાથે 56 રન બનાવી સુયશ શર્માની ઓવરમાં કેચ આઉટ થયો. હૈદરાબાદે 97 રને બીજી વિકેટ ગુમાવી.
-
Could 22, 2026 19:50 IST
SRH vs RCB LIVE : હેડ 26 રને આઉટ
ટ્રેવિસ હેડ 16 બોલમાં 5 ફોર સાથે 26 રન બનાવી રસિક ડારની ઓવરમાં બોલ્ડ થયો. હૈદરાબાદે 45 રને પ્રથમ વિકેટ ગુમાવી.
-
Could 22, 2026 19:15 IST
SRH vs RCB LIVE : રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઇંગ ઇલેવન
વિરાટ કોહલી, દેવદત્ત પડીક્કલ, વેંકટેશ ઐયર, રજત પાટીદાર(કેપ્ટન), જીતેશ શર્મા, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, રસિક ડાર, જોશ હેઝલવુડ.
-
Could 22, 2026 19:14 IST
SRH vs RCB LIVE : સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઇલેવન
અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન, હેનરિચ ક્લાસેન, રવિચંદ્રન સમરન, સલિલ અરોરા, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), શાકિબ હુસૈન, શિવાંગ કુમાર, ઇશાન મલિંગા.
-
Could 22, 2026 19:03 IST
SRH vs RCB LIVE : હૈદરાબાદે ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
આઈપીએલ 2026ની 67મી મેચમાં રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર સામે સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
-
Could 22, 2026 18:54 IST
SRH vs RCB LIVE : હૈદરાબાદમાં SRH vs RCB હેડ ટુ હેડ
હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદનું પલડું ભારે છે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બંનેએ આ મેદાન પર 9 મેચ રમ્યા છે. જેમાંથી SRH એ 6 મેચ જીતી છે, જ્યારે RCB એ ફક્ત 3 મેચ જીતી છે.
-
Could 22, 2026 18:39 IST
SRH vs RCB LIVE : બન્ને ટીમોની ટોપ 2 માં સ્થાન બનાવવા પર નજર
ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ બંને ટીમોની નજર ટોપ 2માં સ્થાન બનાવવાનું રહેશે. RCB હાલમાં 18 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ નંબરે છે અને તેનો નેટ રન રેટ 1.065 છે. આજે જીત મેળવશે તો તે ટોચનું સ્થાન જાળવી રાખશે અને ફાઇનલમાં પહોંચવાની બે તકો મળશે. સનરાઇઝર્સ હૈદરાબાદ 13 મેચમાંથી 16 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ગુજરાત ટાઇટન્સ 18 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. સનરાઇઝર્સ હૈદરાબાદનો નેટ રન રેટ 0.350 છે, જ્યારે ગુજરાત ટાઇટન્સનો નેટ રન રેટ +0.695 છે. ટોચના બેમાં સ્થાન મેળવવા માટે હૈદરાબાદે RCB ને મોટા માર્જિનથી હરાવવું પડશે.
-
Could 22, 2026 18:29 IST
SRH vs RCB LIVE : આજે હૈદરાબાદ વિ બેંગ્લોર વચ્ચે મેચ
આઈપીએલ 2026ની 67મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો થશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.
