Anil Kapoor : અભિનેતા અનિલ કપૂરે ફરી એકવાર ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા’ના સમયની યાદ અપાવી છે. તેણે પોતાના શો ‘ઈન્ડિયા કે ટોપ 1%’માં એ જ 39 વર્ષ જૂનો આઉટફિટ પહેર્યો છે જે તેણે ફિલ્મમાં પહેર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આજે પણ તેમને આ આઉટફિટ સંપૂર્ણ રીતે ફિટ થઇ રહ્યો છે.
તેમણે ત્યાં આઉટફિટના જેકેટને લગતી એક વાત કરતાં કહ્યું કે તેમણે આ ચોર બજારમાંથી ખરીદ્યું હતું. અનિલ કપૂર વધી રહેલી ઉંમર દેખાતી જ નથી. આ આઉટફિટ પહેરીને તેણે પોતાના દર્શકોને બતાવી દીધું હતું કે પોતાને કેટલો ફિટ રાખે છે.
આ વીકએન્ડમાં, સ્ટાર પ્લસના શો ‘ઇન્ડિયાઝ ટોપ 1%’માં એક ખાસ એપિસોડ જોવા મળશે. આ એપિસોડ ‘મિસ્ટર ઈન્ડિયા’ થીમ પર હશે, જેમાં દેશની સેવા કરનારા તે લોકોની કહાનીઓ બતાવવામાં આવશે જે કોઈપણ સ્વાર્થ વિના તેમની ફરજ નિભાવે છે.
અનિલ કપૂર 39 વર્ષથી આ આઉટફિટ પહેરે છે
આ શોને અનિલ કપૂર હોસ્ટ કરી રહ્યા છે અને તે ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા’માં પહેરેલા તે જ કોટ, શર્ટ અને ટ્રાઉઝરમાં જોવા મળશે. આ આઉટફિટ પહેરીને અનિલે ડ્રેસિંગ રૂમમાં આ લુક અને ફિલ્મની વાત કરી હતી. તે કહે છે, ‘ખુશીની વાત એ છે કે આ જેકેટ, શર્ટ અને પેન્ટ હજુ પણ સંપૂર્ણ રીતે ફિટ આવી રહ્યું છે. 39 વર્ષ પછી તે મારા માટે ઠીક છે.
અનિલે કહ્યું કે તેણે આઉટફિટ સંભાળીને રાખ્યો હતો. તે ખૂબ જ અદભૂત છે. અનિલ કપૂરે કહ્યું કે આ એપિસોડ પણ એવા લોકોના નામે છે જે કોઈ પણ સ્વાર્થ વિના લોકોની સેવા કરે છે. પોતાની કેપ અને જેકેટ પહેરીને અનિલ કહે છે કે તેણે ચોર બજારમાંથી ખરીદ્યું હતું.
કેટરિના કૈફનું બોડી શેમિંગ પર પહેલું નિવેદન, ચાહકોને આપી સલાહ
અનિલ કપૂરનો શો લોકપ્રિય બ્રિટીશ ગેમ શો ધ 1% ક્લબનું ભારતીય એડિશન છે. આ શો સ્ટારપ્લસ અને જિયો હોટસ્ટાર પર પ્રેક્ષકો જોઇ શકશે. દર અઠવાડિયે શનિવાર અને રવિવારે નવા એપિસોડ પ્રસારિત થાય છે. આ માત્ર એક સામાન્ય જ્ઞાન ક્વિઝ નથી. તે એક ગેમ શો છે જે બુદ્ધિ, તર્ક અને કોમન સેન્સની કસોટી કરશે. જેમાં 100 સ્પર્ધકો ભાગ લેશે અને યોગ્ય જવાબ આપીને 1 કરોડ રૂપિયા સુધીની ઇનામી રકમ જીતવાની તક મળશે.
