IND vs AFG LIVE : બીજી વન ડે, અફઘાનિસ્તાનને આઠમો ફટકો

IND vs AFG LIVE : બીજી વન ડે, અફઘાનિસ્તાનને આઠમો ફટકો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


India vs Afghanistan 2nd odi Stay Cricket Scorecard : બીજી વન ડેમાં ભારતે આપેલા 403 રનના પડકાર સામે અફઘાનિસ્તાને 40.4 ઓવરમાં 8 વિકેટે 222 રન બનાવી લીધા છે. આ મેચ લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. 

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, ગૂરનુર બરાર, પ્રિન્સ યાદવ.

અફઘાનિસ્તાન : રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝાદરાન, સેદીકુલ્લાહ અટલ, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), દાર્વિશ રાસુલી, રાશિદ ખાન, મોહમ્મદ સલીમ, અલ્લાહ ગઝનફર, નાંગેયાલા ખારોટી, બિલાલ સામી.

  • Jun 17, 2026 21:05 IST

    IND vs AFG LIVE : મોહમ્મદ સલીમ 9 રને આઉટ

    ગઝનફર 2 બોલમાં 1 રને અર્શદીપ સિંહની ઓવરમાં આઉટ થયો. મોહમ્મદ સલીમ 19 બોલમાં 2 ફોર સાથે 9 રને ગૂરનુર બરારનો શિકાર બન્યો.  અફઘાનિસ્તાને 220 રને આઠમી વિકેટ ગુમાવી.

  • Jun 17, 2026 20:45 IST

    IND vs AFG LIVE : રહમત શાહની અડધી સદી

    રહમત શાહે બાજી સંભાળતા 52 બોલમાં 6 ફોર સાથે અડધી સદી ફટકારી.

  • Jun 17, 2026 20:26 IST

    IND vs AFG LIVE : રાશિદ ખાન 12 રને આઉટ

    નાંગેયાલા ખારોટી 11 બોલમાં 6 રને પ્રિન્સ યાદવની ઓવરમાં આઉટ થયો. રાશિદ ખાન 12 બોલમાં 2 ફોર સાથે 12 રન બનાવી અર્શદીપ સિંહની ઓવરમાં કેચ આઉટ થયો. અફઘાનિસ્તાને 188 રને છઠ્ઠી વિકેટ ગુનાવી.

  • Jun 17, 2026 19:54 IST

    IND vs AFG LIVE : હશમતુલ્લાહ શાહિદી 4 રને આઉટ

    હશમતુલ્લાહ શાહિદી 2 બોલમાં 1 ફોર સાથે 4 રને ગૂરનુર બરારની ઓવરમાં બોલ્ડ થયો. અફઘાનિસ્તાને 140 રને ચોથી વિકેટ ગુમાવી.

  • Jun 17, 2026 19:36 IST

    IND vs AFG LIVE : સેદીકુલ્લાહ અટલ 42 રને આઉટ

    સેદીકુલ્લાહ અટલ 50 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે 42 રન બનાવી વોશિંગ્ટન સુંદરની ઓવરમાં એલબી આઉટ થયો. અફઘાનિસ્તાને 128 રને ત્રીજી વિકેટ ગુમાવી.

  • Jun 17, 2026 18:54 IST

    IND vs AFG LIVE : ઈબ્રાહિમ ઝાદરાન 21 રને આઉટ

    ઈબ્રાહિમ ઝાદરાન 31 બોલમાં 3 ફોર સાથે 21 રને અર્શદીપ સિંહની ઓવરમાં કેચ આઉટ થયો. અફઘાનિસ્તાને 71 રને બીજી વિકેટ ગુમાવી.

  • Jun 17, 2026 18:29 IST

    IND vs AFG LIVE : ગુરબાઝ 41 રને આઉટ

    ગુરબાઝ 33 બોલમાં 7 ફોર અને 1 સિક્સર સાથે 41 રન ગૂરનુર બરારની ઓવરમાં કેચ આઉટ થયો. અફઘાનિસ્તાને 52 રને પ્રથમ વિકેટ ગુમાવી.

  • Jun 17, 2026 17:24 IST

    IND vs AFG LIVE : ભારત 402 રનમાં ઓલઆઉટ

    અફઘાનિસ્તાન સામેની બીજી વન ડેમાં ભારત 49.5 ઓવરમાં 402 રનમાં ઓલઆઉટ થઇ ગયું છે. અફઘાનિસ્તાનને જીતવા માટે 403 રનનો પડકાર મળ્યો છે. આ મેચ લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. 

  • Jun 17, 2026 17:17 IST

    IND vs AFG LIVE : વોશિંગ્ટન સુંદર 19 રને આઉટ

    ગૂરનુર બરાર 3, અર્શદીપ સિંહ 3 અને વોશિંગ્ટન સુંદર 19 રને આઉટ થયા. ભારતે 396 રને નવમી વિકેટ ગુમાવી.

  • Jun 17, 2026 17:07 IST

    IND vs AFG LIVE : શ્રેયસ ઐયર 26 રને આઉટ

    શ્રેયસ ઐયર 24 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 26 રને કેચ આઉટ થયો. ભારતે 371 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.

  • Jun 17, 2026 16:46 IST

    IND vs AFG LIVE : શુભમન ગિલ 154 રને આઉટ

    શુભમન ગિલ 110 બોલમાં 22 ફોર અને 2 સિક્સર સાથે 154 રને અને કેએલ રાહુલ પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના નાંગેયાલા ખારોટીનો શિકાર બન્યા. ભારતે 360 રને પાંચમી વિકેટ ગુમાવી.

  • Jun 17, 2026 16:40 IST

    IND vs AFG LIVE : શુભમન ગિલના 150 રન

    શુભમન ગિલે 108 બોલમાં 21 ફોર અને 2 સિક્સરની મદદથી 150 રન પુરા કર્યા. ભારતે 42 ઓવરમાં 350 રન પુરા કર્યા.

  • Jun 17, 2026 16:18 IST

    IND vs AFG LIVE : ઇશાન કિશન 125 રને આઉટ

    ઇશાન કિશન 79 બોલમાં 14 ફોર અને 7 સિક્સર સાથે 125 રને કેચ આઉટ થયો. ભારતે 320 રને ત્રીજી વિકેટ ગુમાવી.

  • Jun 17, 2026 15:54 IST

    IND vs AFG LIVE : શુભમન ગિલ અને ઇશાન કિશનની સદી

    શુભમન ગિલે શાનદાર બેટિંગ કરતા 77 બોલમાં 13 ફોર અને 2 સિક્સર સાથે સદી ફટકારી. જ્યારે ઇશાન કિશને 71 બોલમાં 14 ફોર અને 4 સિક્સર સાથે સદી ફટકારી.

  • Jun 17, 2026 15:37 IST

    IND vs AFG LIVE : ઇશાન કિશનની અડધી સદી

    ઇશાન કિશને 52 બોલમાં 5 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી. ભારતે 28.3 ઓવરમાં 200 રન પુરા કર્યા.

  • Jun 17, 2026 15:24 IST

    IND vs AFG LIVE : ભારતના 25 ઓવરમાં 178 રન

    ભારતે 25 ઓવરમાં 2 વિકેટે 178 રન બનાવી લીધા છે. શુભમન ગિલ અને ઇિશાન કિશન રમતમાં છે.

  • Jun 17, 2026 14:43 IST

    IND vs AFG LIVE : શુભમન ગિલની અડધી સદી

    શુભમન ગિલે 38 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી પુરી કરી. ભારતે 14.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.

  • Jun 17, 2026 14:30 IST

    IND vs AFG LIVE : રોહિત શર્મા 48 રને બોલ્ડ

    રોહિત શર્મા 39 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે 48 રને રાશિદ ખાનની ઓવરમાં બોલ્ડ થયો. ભારતે 96 રને બીજી વિકેટ ગુમાવી.

  • Jun 17, 2026 14:07 IST

    IND vs AFG LIVE : જયસ્વાલ 4 રને આઉટ

    યશસ્વી જયસ્વાલ 9 બોલમાં 1 ફોર સાથે 4 રને મોહમ્મદ સલીમની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 9 રને પ્રથમ વિકેટ ગુમાવી.

  • Jun 17, 2026 13:17 IST

    ભારતની ટીમમાં ત્રણ ફેરફાર, પ્રિન્સ યાદવનું ડેબ્યૂ

    IND vs AFG LIVE : ભારતની ટીમમાં ત્રણ ફેરફાર કરાયા છે. પ્રિન્સ યાદવે ડેબ્યૂ કર્યું છે. યશસ્વી જયસ્વાલ અને કુલદીપ યાદવને તક મળી છે. નીતિશ કુમાર રેડ્ડી, પ્રસિદ્ધ કૃષ્ણા અને હર્ષ દુબે પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થયા છે.

  • Jun 17, 2026 13:13 IST

    IND vs AFG LIVE : અફઘાનિસ્તાન પ્લેઇંગ ઇલેવન

    રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝાદરાન, સેદીકુલ્લાહ અટલ, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), દાર્વિશ રાસુલી, રાશિદ ખાન, મોહમ્મદ સલીમ, અલ્લાહ ગઝનફર, નાંગેયાલા ખારોટી, બિલાલ સામી.

  • Jun 17, 2026 13:11 IST

    IND vs AFG LIVE : ભારત પ્લેઇંગ ઇલેવન

    રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, ગૂરનુર બરાર, પ્રિન્સ યાદવ.

  • Jun 17, 2026 13:04 IST

    IND vs AFG LIVE : અફઘાનિસ્તાને ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    ભારત સામેની બીજી વન ડેમાં અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

  • Jun 17, 2026 12:56 IST

    IND vs AFG LIVE : આજે ભારત વિ અફઘાનિસ્તાન વચ્ચે બીજી વન ડે

    ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આજે બીજી વન ડે રમાશે. આ મેચ લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતે શ્રેણીની પ્રથમ વન ડેમાં સાત વિકેટે વિજય મેળવ્યો હતો. ભારત બીજી ODI જીતીને શ્રેણીમાં અજેય સરસાઇ મેળવવાનો પ્રયાસ કરશે, જ્યારે અફઘાનિસ્તાન વાપસી કરવાનો પ્રયાસ કરશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *