જીવનશૈલી | આપણે દરરોજ કંઈક પ્રોટીન વિશે સાંભળીયે છીએ, ઘણા લોકો પ્રોટીનની ઉણપ દૂર કરવા માટે મોંઘા સપ્લીમેન્ટનો અથવા વિદેશથી આયાત કરાયેલા મોંઘા ફૂડ પ્રોડક્ટ્સનો સહારો લેતા હોય છે.
ન્યુટ્રિશનિસ્ટ સોનિયા નારંગ આપણને યાદ અપાવે છે કે આપણા રસોડામાં કેટલાક સુપરફૂડ્સ છુપાયેલા છે જે શરીરને જરૂરી પ્રોટીન પૂરું પાડી શકે છે, અહીં જુઓ લિસ્ટ
દરરોજ વજન જેટલા ગ્રામનું પ્રોટીન લેવાની ડોક્ટર દ્વારા સલાહ આપવામાં આવે છે.
સૌથી સસ્તું પ્રોટીન ફૂડ
જામફળ
શું તમે જાણો છો કે કયા ફળમાં સૌથી વધુ પ્રોટીન હોય છે? જામફળની જયારે પણ સીઝન આવે છે ત્યારે આપણા ઘરમાં સરળતાથી ઉપલબ્ધ થઇ જાય છે, તે સૌથી સસ્તા ફળોમાંનું એક છે જેમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે, ઉપરાંત તે વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત પણ છે.
શાકભાજી લીલા વટાણા
શાકભાજીમાં લીલા વટાણા સૌથી વધુ પ્રોટીન સ્ત્રોત છે. શરીરને જરૂરી વનસ્પતિ આધારિત પ્રોટીન પૂરું પાડવા માટે તેને કરી અથવા પુલાવમાં ઉમેરી શકાય છે.
ડ્રાયફ્રૂટ્સ અને બીજમાં બેસ્ટ
કોળાના બીજ: કોળાના બીજ બીજ શ્રેણીમાં પ્રોટીન યાદીમાં ટોચ પર છે.
પ્રોટીનયુક્ત લોટ ચણાનો લોટ
ચણાના લોટમાં આપણે સામાન્ય રીતે જે ઘઉંના લોટનો ઉપયોગ કરીએ છીએ તેના કરતાં વધુ પ્રોટીન હોય છે. નાસ્તાની વાનગીઓમાં અથવા રોટલી બેટરમાં તેનો સમાવેશ કરવાથી પ્રોટીનનું પ્રમાણ વધારવામાં મદદ મળશે.
અક્ષય કુમાર ડાયટ પ્લાન! સૂર્યાસ્ત પછી ભોજન કેમ ન કરવું જોઈએ?
કઠોળમાં ચણા
કઠોળ બધાના ઘરમાં બને છે, કઠોળમાં સૌથી વધુ પ્રોટીન ચણામાં હોય છે તેથી તેનો ડાયટમાં સમાવેશ કરવો ગુણકરી સાબિત થઇ શકે છે.
મગફળી
જે લોકો બદામ અને પિસ્તા જેવા મોંઘા ડ્રાયફ્રૂટ્સ ખરીદવામાં ખચકાટ અનુભવે છે તેમના માટે મગફળી એક ઉત્તમ વિકલ્પ છે. એમાં પ્રોટીનનું પ્રમાણ સૌથી વધુ હોય છે.
