હેલ્ધી ડ્રિંક પીવો
ઉત્તરાયણના બે દિવસ સુધી લોકો પતંગ ચગાવવામાં એટલકા મશગૂલ હોય છે કે, ખાવા પીવાનું પણ ભાન હોતું નથી. ઉપરાંત લાંબા સમય સુધી સૂર્ય પ્રકાશમાં રહેવાથી શરીરમાં ડિહાઇડ્રેશન થઇ શકે છે. આથી ઉત્તરાયણ પર હેલ્ધી ડ્રિંક્સ જેમ કે લીંબુ શરબત, નારિયેલ પાણી, ફળનો રસ, બીટ જ્યૂસ, આમળાનો રસ વગેરેનું સેવન કરવું જોઇએ.
