Fruit Storage Suggestions: ફળ કાપ્યા બાદ સંગ્રહ કરવાની બે સરળ રીત, સ્વાદ અને રંગ બડશે નહીં

Fruit Storage Suggestions: ફળ કાપ્યા બાદ સંગ્રહ કરવાની બે સરળ રીત, સ્વાદ અને રંગ બડશે નહીં

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Greatest Storage Suggestions Of Fruit After Chopping: ફળ ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, આ વાત દરેક વ્યક્તિ જાણે છે. તેથી, ડોકટરો પણ ફળ ખાવાની સલાહ આપે છે. ઘણા લોકો ફળ કાપીને ઓફિસ અથવા કોલેજમાં લઈ જાય છે. ઘણી વખત ઘરમાં ફળ કાપ્યા બાદ વધી જાય છે. આ કિસ્સામાં, તમારે ફળને સ્ટોર કરવાની યોગ્ય રીત જાણવી જોઈએ. નહીં તો ફળ કાળા થઈ જશે અથવા તેનો સ્વાદ બગડી જશે. અહીં આપેલી સરળ કિચન ટીપ્સ અજમાવી તમે ફળોને લાંબા સમય સુધી તાજા રાખી શકશો. આમ કરવાથી કલાકો સુધી ફળનો સ્વાદ અને રંગ બગડશે નહીં.

ફળ સ્ટોર કરવાની પહેલા આ મિશ્રણવાળા પાણીમાં ડુબાડી રાખો

ફળ કાપ્યા બાદ તેને સ્ટોર કરવાની પહેલા એક ખાસ મિશ્રણવાળા પાણીમાં ડૂબાડવા જોઈએ. તેને તૈયાર કરવા માટે, એક બાઉલમાં પાણીને ઉકાળો. તેમાં થોડો લીંબુનો રસ ઉમેરો. આ ઉપરાંત તેમાં થોડી ખાંડ ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરો. હવે આ પાણીમાં ફળ થોડી વાર માટે ડુબાડી રાખો અને પછી તેને બહાર કાઢો.

આમ કરવાથી ફળો લાંબા સમય સુધી તાજા રહી શકે છે. લીંબુમાં હાજર વિટામિન સી ફળોનું ઓક્સિડાઇઝેશન કરે છે. આનાથી ફળો ઝડપથી કાળા થતા નથી. તો ખાંડ ફળની મીઠાશ જાળવી રાખવામાં મદદ કરે છે. તમે સફરજન, પપૈયા જેવા ફળો પર સીધો લીંબુનો રસ પણ લગાવી શકો છો. ધ્યાનમાં રાખો કે મીઠું વધારે ન હોય, નહીં તો ફળનો સ્વાદ ખારો થઇ શકે છે. છેલ્લે ફળ પાણી માંથી કાઢી એર ટાઇટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરો.

મધ વાળો નુસ્ખો ટ્રાપ કરો

ફળોને તાજું રાખવા માટે તમે મધનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે નવશેકા પાણીમાં મધ ઉમેરો. ત્યારબાદ આ પાણીમાં કાપેલા ફળને થોડીક સેકન્ડ ડુબાડી રાખો. છેલ્લે આ ફળ પાણી માંથી બહાર કાઢી લો, તેને હવાચુસ્ત ડબ્બામાં ભરો અને ફ્રિજમાં સ્ટોર કરો. આમ કરવાથી ફળનો સ્વાદ બગડતો અટકાવી શકાય છે. ઉપરાંત, ફળો ધોતી વખતે તમારે બરફના પાણીનો ઉપયોગ કરવો જોઈએ. તેને સુકાવી લો અને ઝિપ લોક બેગમાં ભરી રેફ્રિજરેટરમાં સ્ટોર કરો.

આટલી સાવચેતી રાખવી

લાંબા સમય સુધી કાપેલા ફળો ખાવાથી ફૂડ પોઇઝનિંગ થઈ શકે છે. તેથી, ફળને કાપીને તરત જ ખાવાનો પ્રયાસ કરો. ફળ કાપ્યા બાદ લાંબા સમય સુધી રાખવા તેના પોષક તત્વો અને ફાયદા ઓછા થઈ શકે છે.

આ પણ વાંચો | કેસરોલમાં રોટલી ભીની થઇ જાય છે? નરમ અને ગરમ રાખવા આ 5 સરળ રીત અજમાવો

Disclaimer : આ લેખમાં લખેલી સલાહ અને સૂચન માત્ર સામાન્ય માહિતી છે. આ માહિતી વ્યાવસાયિક સલાહનો વિકલ્પ નથી. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન હોય તો ડોક્ટરની સલાહ લેવી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *