Price range 2026: PM મોદીએ બજેટના કર્યા વખાણ, કહ્યું- મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનને નવી ગતિ મળશે

Price range 2026: PM મોદીએ બજેટના કર્યા વખાણ, કહ્યું- મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનને નવી ગતિ મળશે

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

Price range 2026: આજે રજૂ કરાયેલા બજેટને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ બજેટ માત્ર આજની જરૂરિયાતો પૂરી નથી કરતું, પરંતુ 2047ના વિકસિત ભારતનો પાયો પણ મજબૂત કરે છે.

PM મોદીએ બજેટના કર્યા વખાણ
PM મોદીએ બજેટના કર્યા વખાણ

Price range 2026: ‘લોકલથી ગ્લોબલ’ની તેજ રફ્તારને વ્યાખ્યાયિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ 2026-27ને એક દૂરદર્શી અને ગેમચેન્જર દસ્તાવેજ ગણાવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, આ બજેટ ભારતની વિકાસ ટ્રાજેક્ટરીને વધુ ગતિ આપે છે. તેમણે નાણામંત્રી નિર્મલા સીતારમણની ઐતિહાસિક સિદ્ધિનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, એક મહિલા નાણામંત્રી દ્વારા સતત નવમી વખત બજેટ રજૂ કરવું એ પોતે જ એક રેકોર્ડ છે અને નારી શક્તિની મજબૂતીનું ચમકતું ઉદાહરણ છે.

PM મોદી જણાવ્યા અનુસાર, આ બજેટ માત્ર આજની જરૂરિયાતો પૂરી નથી કરતું, પરંતુ 2047ના વિકસિત ભારતનો પાયો પણ મજબૂત કરે છે. તેમણે તેને “અવસરનો હાઈવે” ગણાવતાં કહ્યું કે ભારત હવે માત્ર quickest rising economic system બનીને અટકવા માંગતું નથી, દેશની નજર હવે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના લક્ષ્ય પર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોઈ પણ દેશની સૌથી મોટી પૂંજી તેના નાગરિકો જ હોય છે. અગાઉના વર્ષોમાં અમારી સરકારે દેશના નાગરિકોની ક્ષમતા વધારવા પર અભૂતપૂર્વ રોકાણ કર્યું છે. અમારો પ્રયાસ ability, scale અને sustainabilityને સતત મજબૂતી આપવાનો રહ્યો છે.

આ પગલા વિકસિત ભારતની યાત્રાની ગતિને વધુ તેજ કરશેઃ PM

PM મોદીએ કહ્યું કે, આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે અનેક મોટા પગલાં ભરવામાં આવ્યાં છે. ડેડિકેટેડ ફ્રન્ટ કોરિડોર, દેશભરમાં વોટર વેઝનો વિસ્તાર, હાઈ સ્પીડ રેલ કોરિડોર, ટિયર-2 અને ટિયર-3 શહેરોના વિકાસ પર વિશેષ ધ્યાન અને શહેરોને મજબૂત આર્થિક આધાર આપવા મ્યુનિસિપલ બોન્ડ્સને પ્રોત્સાહન, આ બધાં પગલાં વિકસિત ભારતની યાત્રાની ગતિને વધુ તેજ કરશે.

‘મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનને નવી રફતાર મળશે’

તેમણે કહ્યું કે, આ બજેટમાં મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનને નવી રફ્તાર આપવા માટે મહત્વાકાંક્ષી રોડમેપ રજૂ કરવામાં આવ્યો છે. આ બજેટમાં નવી ઉભરતી ઈન્ડસ્ટ્રી એટલે કે dawn sectorsને જે રીતે મજબૂત સમર્થન આપવામાં આવ્યું છે, તે અભૂતપૂર્વ છે.

વિકસિત ભારત બજેટઃ અમિત શાહ

આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બજેટને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની દૃઢ પ્રતિબદ્ધતાનું પ્રતીક ગણાવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે આ બજેટ સાબિત કરે છે કે આત્મનિર્ભર અને વિકસિત ભારત માત્ર એક નારો નથી, પરંતુ સરકારનો સ્પષ્ટ સંકલ્પ છે. શાહે કહ્યું કે, દરેક ક્ષેત્ર અને દરેક નાગરિકને સશક્ત કરવાની વિસ્તૃત બ્લુપ્રિન્ટ આ બજેટમાં દેખાય છે. તેમણે તેને “વિકસિત ભારત બજેટ”નું નામ આપ્યું છે અને દાવો કર્યો કે, તે દેશને દરેક ક્ષેત્રમાં વૈશ્વિક નેતૃત્વની સ્થિતિ સુધી પહોંચાડવાનું વિઝન રજૂ કરે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *