અમિતાભ બચ્ચને તેમની ફિટનેસ અને વર્કઆઉટ વિશે પણ ખુલીને વાત કરી. તેમણે જણાવ્યું કે, આજકાલ તેમનું જિમ જવાનું રૂટિન નિયમિત રહી શક્યું નથી અને હવે તેઓ તેને ફરીથી લાઇન પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમના મતે, સતત કામ કરવાથી શરીર અને મન બંને પર દબાણ આવે છે. એવામાં ખુદની તબિયત અને આરામ પર પહેલાં કરતા વધારે ધ્યાન આપવું જરૂરી બની જાય છે. બિગ બીએ આ સંદર્ભમાં એક ખાસ વાત લખી, ‘મન કહે છે ‘હા’ પરંતુ શરીર કહે છે: થોભો દોસ્ત…’ તેમણે ‘ડોન્ટ લેટ ધ ઓલ્ડ મેન ઇન’ એટલે કે ઉંમરને પોતાના પર હાવી થવા ન દો, આ વિચારનો પણ ઉલ્લેખ કર્યો. અમિતાભે સ્વીકાર્યું કે, ફિટ રહેવું અને નિયમિત કસરત કરવી કહેવું જેટલું સહેલું છે, તેને સતત કરવું તેટલું જ મુશ્કેલ છે. તેમ છતાં પણ તેમણે પોતાને ફરીથી પ્રયાસ કરવા માટે પ્રેરિત કર્યા.
