Gold Silver Value In the present day Information : સોના ચાંદી નરમ રહેતા દિવાળી પહેલા લોકોને ઓછી કિંમતે ધાતુ ખરીદવાની તક મળી છે. વૈશ્વિક બુલિયન બજારની નરમાઇના પગલે ઘરઆંગણે પણ સોના ચાંદીના ભાવ એકંદરે ઘટી રહ્યા છે. હાલ MCX ગોલ્ડ વાયદો ₹ 790 ઘટ્યો છે અને પ્રતિ 10 ગ્રામનો ભાવ ₹ 1,41,807 બોલાઇ રહ્યો છે. તો એમસીએક્સ ચાંદી વાયદો ₹ 3553 તૂટ્યો છે, જેના પગલે 1 કિલો ચાંદીની કિંમત ₹ 1,85,900 થઇ છે.
અમદાવાદમાં સોના ચાંદીના ભાવ
અમદાવાદમાં સોના ચાંદીના ભાવ ગુરુવારે તૂટ્યા હતા. અમદાવાદમાં ચાંદી ₹ 4500 ઘટી હતી અને 1 કિલો ચાંદીનો ભાવ ₹ 1,93,000 થયો હતો. તો ચાંદી ચોરસા એટલે કે ચાંદીના દાગીનાનો ભાવ ₹ 1,92,800 પ્રતિ કિલો થયો હતો. ઉલ્લેખનિય છે કે, 10 મહિના બાદ ચાંદીના ભાવ ₹ 2 લાખ નીચે આવતા તહેવારોમાં ખરીદી વધવાની શક્યતા છે.
અમદાવાદમાં સોનાના ભાવ પણ ઘટ્યા હતા. ગુરુવારે અમદાવાદમાં સોનું ₹ 1000 સસ્તું થયું હતું. આમ 99.9 શુદ્ધ સોનાનો 10 ગ્રામનો ભાવ ₹ 1,46,500 થયો હતો. તો 99.5 શુદ્ધ સોનાનો ભાવ ₹ 1,46,200 પ્રતિ 10 ગ્રામ બોલાયો હતો. હોલમાર્ક સોનાનો ભાવ ₹ 1,43,570 થયો હતો.
