અમિતાભ બચ્ચનના ઘરને ગ્રેનેડની ઉડાવી દેવાની ધમકી, દિલજીત દોસાંઝના કોન્સર્ટ પર આત્મઘાતી હુમલાની ધમકી

મનોરંજન ENTERTAINMENT
Spread the love


Amitabh Bachchan : અભિનેતા અમિતાભ બચ્ચન અને ગાયક દિલજીત દોસાંઝને 23 ઓક્ટોબરને શુક્રવારે ધમકીભર્યા ઇમેઇલ મળ્યા છે. આ પછી મુંબઈ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે. આ ઇમેઇલ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં આવ્યો હતો. જેમાં અમિતાભ બચ્ચનના ઘરે હુમલો કરવાની ધમકી આપવામાં આવી છે અને 27 નવેમ્બરે મુંબઇમાં યોજાનારા દિલજીત દોસાંઝના કોન્સર્ટ પર આત્મઘાતી હુમલો કરવાની પણ ધમકી આપવામાં આવી છે. આ સિવાય આ ઇમેઇલમાં મુંબઈની સ્કૂલો અને મુંબઈના મેયર ઋતુ તાવડેના કાર્યાલયને પણ નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી છે.

ઇમેઇલ મોકલનારે પોતાની ઓળખ સ્મિથ જોન્સન તરીકે આપી હતી. ઇમેઇલનો વિષય હતો, ‘મુંબઈ બોમ્બે બોલેગા ખાલિસ્તાન ઝિંદાબાદ’. મોકલવારે દાવો કર્યો હતો કે 31 ઓક્ટોબરે અમિતાભ બચ્ચનના ઘર પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવશે. સાથે તેમાં ‘લોહીનો બદલો’ લેવાની ધમકી પણ આપી છે.

ઇમેઇલમાં મુંબઈની સ્કૂલોને નિશાન બનાવવાની ધમકી પણ આપવામાં આવી છે, જોકે કોઈ ચોક્કસ સ્કૂલનું નામ આપવામાં આવ્યું નથી. આ સિવાય મુંબઈના મેયરની ઓફિસ પર હુમલો કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.

દિલજીત દોસાંઝના મુંબઈ કોન્સર્ટમાં આત્મઘાતી હુમલાની ધમકી

ધમકીભર્યા ઇમેઇલમાં કહેવામાં આવ્યું હતું કે 27 નવેમ્બરે મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે યોજાનારા દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં આત્મઘાતી હુમલો કરવાની વાત કહેવામાં આવી છે. ઈ-મેઈલમાં લખવામાં આવ્યું છે કે દલજીતના એક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં આત્મઘાતી હુમલો થશે.

ઇમેઇલમાં ખાલિસ્તાન નેશનલ આર્મીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમાં એન્જિનિયર ગુરનાંક સિંહ અને ડો.ગુરનિવૈર સિંહ સહિત કેટલાક લોકોના નામ આપવામાં આવ્યા છે. જેમને કથિત રીતે સંગઠન સાથે જોડાયેલા બતાવવામાં આવ્યા છે.

આ સિવાય ઇમેઇલમાં બબ્બર ખાલસાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમાં પ્રોફેસર ગુરકાલ સિંહ અને પ્રોફેસર ગુરંગાર સિંહ નામના વ્યક્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શાહવાલા, ખાન રાજાદા, ખેમકરણ અને જંડિયાલા ગુરુ જેવા સ્થળોના નામ પણ સામેલ હતા.

આ ઇમેઇલમાં ખાલિસ્તાન સાથે જોડાયેલા સંગઠનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં અન્ય ઘણા સ્થળોને પણ નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે બીએમસી ઓફિસ અને અન્ય પરિસરમાં સુરક્ષા તપાસ હાથ ધરી હતી.

તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી

ધમકીભર્યા ઇમેઇલ મળ્યા બાદ મુંબઈ પોલીસની એક ટીમ બીએમસી ઓફિસ પહોંચી હતી અને ત્યાં તપાસ કરી હતી. જોકે તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુઓ અથવા સામગ્રી મળી આવી ન હતી.

દક્ષિણ ઝોન-1ના ડેપ્યુટી પોલીસ કમિશનર મનીષ કલવાનિયાએ જણાવ્યું હતું કે બીએમસી કાર્યાલયમાં ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો. તપાસ હાથ ધરવામાં આવી છે અને કંઇ શંકાસ્પદ મળ્યું નથી. 

હાલ પોલીસ ઈ-મેઈલ અને તેમાં લખેલી ધમકીઓની તપાસ કરી રહી છે. અધિકારીઓ ઇમેઇલ મોકલનારને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ધમકીઓ કેટલી ગંભીર છે તે શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે આ મામલાની તપાસ ચાલી રહી છે અને લોકોએ હાલ ગભરાવું જોઈએ નહીં.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *