ફૂલો માંથી ધૂપ અગરબત્તી બનાવવાની રીત

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Dhoop Batti with Leftover Puja Flowers : પૂજામાં ગલગોટા, ગુલાબ, ચમેલી, મોગરા અને વિવિધ પ્રકારના ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે. ભગવાનને ફુલોની માળા પહેરાવવામાં આવે છે અને ફૂલો અર્પણ કરવામાં આવે છે. ખાસ કરીને નવરાત્રી, દશેરા અને દિવાળીના અવસર પર ભગવાનને તાજા ફૂલો અર્પણ કરવા શુભ માનવામાં આવે છે. 

આ સમય દરમિયાન, ઘરમાં ઘણા ફૂલો જમા થઇ જાય છે. આ પૂજાના ફૂલોને ફેંકી દેવાને બદલે ફરીથી ઉપયોગ કરી શકાય છે. આનો ઉપયોગ ઘર માટે સુગંધિત અગરબત્તી બનાવવા માટે થઈ શકે છે. તમારે આ માટે વધુ સામગ્રીની જરૂર રહેશે નહીં.

બજાર માંથી ખરીદવાને બદલે, તમે પૂજામાં વપરાતા ફૂલોમાંથી ઘરે ધૂપ અગરબત્તી બનાવી શકો છો. તમે તેનો ઉપયોગ મંદિર અથવા ઓરડાને સુગંધિત રાખવા માટે કરી શકો છો. ચાલો જાણીએ ફૂલો માંથી ધૂપ અગતબત્તી બનાવવાની સરળ રીત

ફૂલો માંથી ધૂપ અગરબત્તી બનાવવાની સામગ્રી

  • સુકાયેલા ફૂલો 
  • લોબાન
  • લવિંગનો પાવડર,
  • કુદરતી બાઇન્ડર 
  • પાણી / ગુલાબજળ / ગંગાજળ

ફૂલોમાંથી અગરબત્તી કેવી રીતે બનાવવી

પૂજામાં વાપરેલા ફૂલો બીજા દિવસે લઇ જેવામાં આવે છે. આ ફૂલોમાંથી પાંખડીઓ કાઢી લો. હવે આ પાંખડીને કપડામાં રાખીને તડકામાં 2 થી 3 દિવસ સુકાવવા દો. ફૂલોની પાંખડી બરાબર સુકાયા બાદ અગરબત્તી બનાવવામાં સરળતા રહે છે.

હવે આ સુકી પાંખડીઓને મિક્સરમાં પીસીને બારીક પાવડર બનાવો. એક વાતનું ધ્યાન રાખો કે, મિક્સર જાર ભીનું ન હોવું જોઇએ, નહીંત્તર પાંખડીનો પાવડર બનશે નહીં. ગ્રાઇન્ડ કર્યા પછી, આ પાવડરને એક બાઉલમાં કાઢી રાખો.

હવે આ સૂકા ફૂલ પાવડરમાં લવિંગ અને લોબાન ઉમેરો. લોબાનનો ઉપયોગ સામાન્ય રીતે પૂજા, હવન અને અગરબત્તી બનાવવા માટે થાય છે. બંને સામગ્રી બારીક પીસીને ફૂલોના સૂકા મિશ્રણમાં ઉમેરો. હવે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો.

આ મિશ્રણને બાંધવા માટે પાણી, ગંગાજળ અથવા ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો. જો મિશ્રણ ચોંટતું નથી, તો તમે તેમાં ઘી અથવા મધ પણ ઉમેરી શકો છો. આનાથી ધૂપ સરળતાથી સળગી શકે છે. આ રીતે તમે મિશ્રણ તૈયાર કરો છો. હવે તેમાંથી નાની ત્રિકોણ આકારની અગરબત્તી તૈયાર કરો. બધી ધૂપ બનાવ્યા પછી, તેને સૂકવવા માટે હવા વાળી જગ્યાએ મૂકો. તેને તડકામાં સૂકાવી પણ શકાય છે. ધ્યાનમાં રાખો કે તેમને સીધા સૂર્ય પ્રકાશમાં મૂકશો નહીં, અન્યથા ધૂપ અગરબત્તી ફાટી શકે છે.

તમે ઘરે બનાવેલી આ અગરબત્તીનો ઉપયોગ પૂજામાં અથવા ઓરડાને સુગંધિત રાખવા માટે કરી શકો છો. કુદરતી ચીજો માંથી બનેલી આ અગરબત્તીની સુગંધ મૂડ ફ્રેશ રાખી શકે છે અને તેના ધુમાડાથી કોઈ ખલેલ પહોંચાડશે નહીં. આ રીતે તમે નકામી ચીજોનો પુનઃઉપયોગ કરી શકો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *