India vs West Indies fifth T20I Stay Rating : ભારત સામેની પાંચમી અને નિર્ણાયક ટી20 મેચમાં વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન શાઇ હોપે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. મેચ વરસાદના કારણે 9-9 ઓવરની રમાશે. આ મેચ બેંગલુરુંના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. પાંચ મેચની શ્રેણી 2-2થી બરાબરી પર છે. બન્ને ટીમો અંતિમ મેચ જીતી શ્રેણી જીતવા પ્રયત્ન કરશે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, નમન ધીર, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, પ્રિન્સ યાદવ, અર્શદીપ સિંહ.
વેસ્ટ ઇન્ડીઝ : શાઈ હોપ (કેપ્ટન), જેવેલ એન્ડ્ર્યુ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, શેરફેન રુધરફોર્ડ, રોમારિયો શેફર્ડ, રોસ્ટન ચેઝ, શમર સ્પ્રિંગર, કિમો પૌલ, શમર જોસેફ, ગુટાકેશ મોતી.
-
Oct 17, 2026 21:27 IST
Ind vs WI Stay : અભિષેક શર્મા 6 રને આઉટ
અભિષેક શર્મા 4 બોલમાં 1 સિક્સર સાથે 6 રન બનાવી પૌલની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 13 રને પ્રથમ વિકેટ ગુમાવી.
-
Oct 17, 2026 21:17 IST
Ind vs WI Stay : વેસ્ટ ઇન્ડીઝ પ્લેઇંગ ઇલેવન
શાઈ હોપ (કેપ્ટન), જેવેલ એન્ડ્ર્યુ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, શેરફેન રુધરફોર્ડ, રોમારિયો શેફર્ડ, રોસ્ટન ચેઝ, શમર સ્પ્રિંગર, કિમો પૌલ, શમર જોસેફ, ગુટાકેશ મોતી.
-
Oct 17, 2026 21:17 IST
Ind vs WI Stay : ભારત પ્લેઇંગ ઇલેવન
અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, નમન ધીર, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, પ્રિન્સ યાદવ, અર્શદીપ સિંહ.
-
Oct 17, 2026 21:15 IST
Ind vs WI Stay : વેસ્ટ ઇન્ડીઝે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
ભારત સામેની પાંચમી અને નિર્ણાયક ટી20 મેચમાં વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન શાઇ હોપે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. મેચ વરસાદના કારણે 9-9 ઓવરની રમાશે. આ મેચ બેંગલુરુંના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
-
Oct 17, 2026 20:57 IST
Ind vs WI Stay : મેચ 9-9 ઓવરની રમાશે
પાંચમી ટી20 મેચ વરસાદના વિધ્નના કારણે 9-9 ઓવરની રમાશે. ટોસ 9.00 વાગ્યે થશે અને મેચ 9.15 કલાકે શરુ થશે. પાવરપ્લે 2.4 ઓવરનો રહેશે.
-
Oct 17, 2026 19:06 IST
Ind vs WI Stay : 7.45 થી ઓવર કપાશે
જો મેચ 7.45 કલાક સુધી શરુ નહીં થાય તો ઓવર કપાવવા લાગશે. હાલ વરસાદ વરસી રહ્યો છે. 5 ઓવરની મેચ શરુ થવાનો અંતિમ સમય રાત્રે 9.41 વાગ્યા સુધીનો છે.
-
Oct 17, 2026 18:34 IST
Ind vs WI Stay : વરસાદના કારણે ટોસમાં વિલંબ
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની પાંચમી અને નિર્ણાયક ટી20 મેચમાં વરસાદના કારણે ટોસમાં વિલંબ થયો છે. બેંગલુરુંમાં વરસાદ હોવાને કારણે ટોસ ટાઇમ પ્રમાણે થયો નથી.
-
Oct 17, 2026 18:17 IST
Ind vs WI Stay : બન્ને ટીમોની શ્રેણી જીતવા પર નજર
પાંચ મેચની શ્રેણી 2-2થી બરાબરી પર છે. બન્ને ટીમો અંતિમ મેચ જીતી શ્રેણી જીતવા પ્રયત્ન કરશે. પ્રથમ અને ત્રીજી મેચમાં ભારતનો વિજય થયો હતો. જ્યારે બીજી અને ચોથી મેચમાં વેસ્ટ ઇન્ડીઝનો વિજય થયો હતો.
-
Oct 17, 2026 18:04 IST
Ind vs WI Stay : આજે ભારત વિ વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પાંચમી ટી20 મેચ
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આજે પાંચમી અને નિર્ણાયક ટી20 મેચ બેંગલુરુંના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. મેચમાં ટોસ 6.30 કલાકે થશે અને 7.00 વાગ્યે મેચ શરુ થશે.
