ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વન ડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, અંતિમ બે વન ડેમાં શ્રેયસ ઐયર કેપ્ટન

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


India Take a look at-ODI Squads For New Zealand Tour :  ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વન ડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ 3 વન ડે માટે કેપ્ટન શુભમન ગિલ રહેશે.  અંતિમ 2 વન ડેમાં શુભમન ગિલ, કેએલ રાહુલને ટેસ્ટની તૈયારી માટે આરામ આપવામાં આવ્યો છે. છેલ્લી બે વન ડેમાં શ્રેયસ ઐયર કેપ્ટન રહેશે અને ઈશાન કિશનને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ પ્રવાસમાં ભારત 5 ટી20 મેચ, 5 વન ડે અને 2 ટેસ્ટ મેચ રમાશે.  22 ઓક્ટોબરથી ટી20 શ્રેણી રમાશે.  પ્રથમ વખત કુમાર કુશાગ્રાની ભારતીય ટીમમાં વિકેટકિપર-બેટ્સમેન તરીકે પસંદગી કરવામાં આવી છે. તિલક વર્માની પણ છેલ્લી બે વન ડે માટે ટીમમાં વાપસી થઇ છે.

રવિન્દ્ર જાડેજા વન ડે શ્રેણીમાંથી બહાર

રવિન્દ્ર જાડેજાને આખી વન ડે શ્રેણીમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. એટલે કે તેની વન ડે કારકિર્દી હવે જોખમમાં છે તેના સંકેતો સ્પષ્ટ છે. ખાસ કરીને તાજેતરમાં વિન્ડિઝ સામેની વન ડે શ્રેણીમાં જાડેજા ખાસ પ્રભાવશાળી રહ્યો ન હતો.અક્ષર પટેલે વન-ડે ટીમમાં પરત ફર્યો છે. પેસ ઓલરાઉન્ડર તરીકે નિતીશ કુમાર રેડ્ડીની ટીમમાં પસંદગી કરવામાં આવી છે.

પ્રથમ ત્રણ વન ડે માટે ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, અંશુલ કંબોજ, ગુરનૂર બ્રાર, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, ઇશાન કિશન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા (ફિટનેસ પ્રમાણે), કુલદીપ યાદવ.

છેલ્લી બે વન-ડે માટેની ભારતની ટીમ

શ્રેયસ ઐયર (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, તિલક વર્મા, ઇશાન કિશન (વાઇસ કેપ્ટન), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, ઔકિબ નબી, ગુરનૂર બ્રાર, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, કુમાર કુશાગ્રા (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, યશ ઠાકુર, કુલદીપ યાદવ.

ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), દેવદત્ત પડિક્કલ, ઋષભ પંત (ફિટનેસ પ્રમાણે), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, અંશુલ કંબોજ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, સાઈ સુદર્શન, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.

ભારત વિ ન્યૂઝીલેન્ડ  વન-ડે શ્રેણી કાર્યક્રમ

  • પ્રથમ વનડે : 4 નવેમ્બર 2026, ઓકલેન્ડ ( સવારે 7.30 વાગ્યે)
  • બીજી વનડે : 7 નવેમ્બર 2026, વેલિંગ્ટન ( સવારે 7.30 વાગ્યે)
  • ત્રીજી વનડે : 10 નવેમ્બર 2026, હેમિલ્ટન (સવારે 7.30 વાગ્યે)
  • ચોથી વનડે : 13 નવેમ્બર 2026, માઉન્ટ માઉંગાનુઈ (સવારે 7.30 વાગ્યે)
  • પાંચમી વનડે : 15 નવેમ્બર 2026, માઉન્ટ માઉંગાનુઇ (સવારે 7.30 વાગ્યે)

ટેસ્ટ શ્રેણી કાર્યક્રમ

  • પ્રથમ ટેસ્ટ : 19-23 નવેમ્બર 2026, વેલિંગ્ટન (સવારે 3.30 કલાકે)
  • બીજી ટેસ્ટ : 27 નવેમ્બર-1 ડિસેમ્બર 2026, ક્રાઇસ્ટચર્ચ (સવારે 3.30 કલાકે)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *