Ramayana new trailer : ‘રામાયણ’નું ટ્રેલર રિલીઝ થયું છે, દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ટ્રેલર 2 મિનિટ અને 36 સેકન્ડ લાંબું છે. ટ્રેલરમાં ભગવાન રામ (રણબીર કપૂર) અને રાવણ (યશ) વચ્ચે ધર્મ-અધર્મનું યુદ્ધ બતાવવામાં આવ્યું છે. ટ્રેલરની શરૂઆત એક દમદાર અવાજથી થાય છે, જેમાં ઇતિહાસ શરૂ થાય તે પહેલાંની દુનિયાનો ઉલ્લેખ કરે છે અને પછી બતાવે છે કે કેવી રીતે અંધકારના ઊંડાણમાંથી રાવણનો ઉદય થાય છે.
આ ફિલ્મ સાથે લોકોની લાગણીઓ જોડાયેલી છે, કેટલાક સિનેપ્રેમીઓ રામાયણના આંતરરાષ્ટ્રીય ટ્રેલરને લઈને એટલા ઉત્સાહિત હતા કે તેઓ યુટ્યુબ લાઇવ સ્ટ્રીમિંગ પર નજર રાખી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે આજે એટલે કે 15 ઓક્ટોબરે ગુરુવારે સાંજે બેંગલુરુમાં નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’નું ઇન્ટરનેશનલ ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું.
જટાયુ અને રાક્ષસ સેનાના યુદ્ધના દ્રશ્યો
ટ્રેલરમાં માત્ર ભગવાન રામ અને રાવણની જ નહીં, પરંતુ રામાયણના ઘણા મહત્વપૂર્ણ એપિસોડની ઝલક બતાવવામાં આવી છે, સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકામાં દીવો પ્રગટાવતા અને પ્રાર્થનામાં મગ્ન જોવા મળે છે. આ સાથે ભગવાન રામ શિવ ધનુષ્ય ઉઠાવતા, ભવ્ય મહેલ, રાક્ષસી સેના અને આકાશમાં ભ્રમણ કરતા જટાયુના યુદ્ધનું વીએફએક્સ બતાવવામાં આવ્યું છે.
મેકર્સે આંતરરાષ્ટ્રીય ટ્રેલર લોન્ચ કરવા માટે એક મોટી ઇવેન્ટ યોજી હતી. આ કાર્યક્રમમાં રણબીર કપૂર, સાંઈ પલ્લવી, યશ, રવિ દુબે, એ.આર. રહેમાન અને દિગ્દર્શક નિતેશ તિવારી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન પ્રાઇમ ફોકસ સ્ટુડિયો અને યશના મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સ દ્વારા કરવામાં આવ્યું હતું. સોની પિક્ચર્સ આ ફિલ્મને ભારતની બહાર રજૂ કરશે એટલે હવે આ મહાકાવ્ય ફિલ્મ માટે એનું ગ્લોબલ પ્રમોશન શરુ થઈ રહ્યું છે.
39 વર્ષ બાદ અનિલ કપૂરે ‘મિસ્ટર ઇન્ડિયા’નો આઉટફિટ પહેર્યો, ચોર બજાર સાથે જોડાયેલી છે જેકેટની કહાની
આ ફિલ્મમાં રામના રોલમાં રણબીર કપૂર, સીતાના રોલમાં સાંઇ પલ્લવી, હનુમાન ના રોલમાં સની દેઓલ, રાવણ ના રોલમાં યશ અને લક્ષ્મણ ના રોલમાં રવિ દુબે છે. સંગીત એઆર રહેમાન અને હંસ ઝિમર આપ્યું છે. ‘રામાયણ’ બે ભાગમાં આવશે. પહેલો ભાગ 5 નવેમ્બર, 2026 ના રોજ રિલીઝ થશે અને બીજો ભાગ દિવાળી 2027 પર રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ અને આઇમેક્સમાં રિલીઝ થશે.
