હિન્દુ ધર્મમાં માથા પર તિલક લગાવવાની પરંપરા ખૂબ જ જૂની છે. ચંદનનું તિલક ખાસ કરીને શાંતિ અને શીતળતાનું પ્રતિક છે. માનવામાં આવે છે કે, પૂજા કે મંત્ર જાપ પછી ચંદનનું તિલક લગાવવાથી મન એકાગ્ર રાખવામાં અને નકારાત્મક વિચારોથી અંતર બનાવવામાં મદદ મળે છે. ચંદનની સુગંધ મનને સુકૂન આપે છે, જે તણાવ અને માનસિક થાક ઓછો કરવામાં મદદ કરે છે.
