ચોખા ફરી ગરમ કરવા કે નહીં? જાણો હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Meals Storage Ideas : ભારતીય ઘરોમાં ચોખાનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે. તેમાથી ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. ચોખાને પાણીમાં બાફીને ભાત તૈયાર કરવામાં, જેને દાળ, શાક કે કઢી સાથે ખાવામાં આવે છે. ઘણી વખત વધેલા ભાતને ફ્રિજમાં રાખવામાં આવે છે. ત્યારબાદ ફરી ખાવા માટે તેને ગરમ કરવામાં આવે છે. 

ભારત ફરી ગરમ કરવા કે નહીં તે અંગે મોટાભાગના લોકો મૂંઝવણ રહે છે. હકીકતમાં, ઘણા આરોગ્ય નિષ્ણાતો અને આયુર્વેદમાં પણ કહ્યું છે કે એકવાર ચોખા રાંધ્યા પછી, તેને તાજા જ ખાવા જોઈએ. તેને વારંવાર ગરમ ન કરવા જોઈએ. આ સાથે જ કેટલાક લોકોનું માનવું છે કે તેને ફ્રિજમાં પણ ન રાખવા જોઈએ. સાથે જ રાતના બનેલા ભાત સવારે ખાવાનું ટાળવું જોઇએ. ઘણા લોકો વાસી ભાત ગરમ કરીને ખાવાનું પસંદ કરે છે. પરંતુ એક પ્રશ્ન ઉભો થાય છે કે જ્યારે તે એક કરતા વધુ વખત ગરમ કરવામાં આવે છે ત્યારે તે કેટલા સલામત રહે છે.

રાંધ્યા પછી ચોખાને કેવી રીતે ઠંડુ કરવામાં આવે છે, તેને કેટલો સમય બહાર રાખવામાં આવ્યા હતા અને તેને કેવી રીતે સંગ્રહ કરવામાં આવે છે તે ધ્યાનમાં લેવું પણ મહત્વપૂર્ણ છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ:

ભાત ફરી ગરમ કરવા કે નહીં?

ઈન્ડિયન એક્સપ્રેસની ટીમે કલકત્તાનાના મુકુંદપુરની નારાયણ આરએન ટાગોર હોસ્પિટલના ડાયેટિશિયન દીપા મિશ્રા સાથે ચોખા વિશે વાત કરી ત્યારે તેમણે કહ્યું, “સામાન્ય રીતે એક કરતા વધુ વખત ચોખા ગરમ કરવાનું ટાળવું જોઈએ, ખાસ કરીને જો તે યોગ્ય રીતે સ્ટોર કરવામાં આવ્યો નથી. આમ તો તેને ફરી ગરમ કરવા જોખમી નથી, ત્યારે તેને યોગ્ય રીતે સ્ટોર ન કરવા અને વારંવાર રૂમ તાપમાને રાખવાથી ફૂડ પોઇઝનિંગનું જોખમ વધી શકે છે. ”

ભાત વારંવાર ગરમ કરવા પર શું થાય છે?

ચોખા સાથે સંકળાયેલી મુખ્ય ચિંતાઓમાંની એક બેસિલસ સેરેસ નામનો બેક્ટેરિયા છે, જે સામાન્ય રીતે કાચા ચોખામાં જોવા મળે છે. “બેક્ટેરિયા એવા બીજાણુઓ ઉત્પન્ન કરી શકે છે જે ઉંચી ગરમીમાં પણ સરળતાથી નાશ પામતા નથી,” જ્યારે રાંધ્યા પછી લાંબા સમય સુધી ભાત 4 થી 60 ડિગ્રી સેલ્સિયસના તાપમાન વચ્ચે રાખવામાં આવે છે, ત્યારે આ બીજાણુઓ ઉત્પન્ન થઇ શકે છે અને ઝેરી પદાર્થો (ટોક્સિન) બનાવી શકે છે. આમાંના કેટલાક ટોક્સિન ગરમ કર્યા પછી પણ નાશ પામતા નથી. તેથી, જો ભાતને યોગ્ય રીતે સ્ટોર કરવામાં ન આવે, તો તેને ફરી ગરમ કરવાથી તે ખાવા માટે સલામત રહેતા નથી.”

આ ઉપરાંત, ચોખાને વારંવાર ગરમ કરવાથી તેની ગુણવત્તા અને દેખાવ પણ ખરાબ થઇ શકે છે. તેનાથી ભાતમાં પાણીનું પ્રમાણ ઘટે છે અને તેમાં રહેલા સ્ટાર્ચની રચના બદલી શકે છે. આને કારણે ભાત સુકા, બહુ નરમ, સખત અથવા ચાવવામાં મુશ્કેલ બની શકે છે. જો કે, સમસ્યા માત્ર એટલી જ નથી. “ચોખાને વારંવાર ફરીથી ગરમ કરવાથી તેમાં રહેલા કેટલાક પોષક તત્વો પણ ઘડી જાય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, જો ચોખાને સારી રીતે અને સમાનરૂપે ગરમ ન કરવામાં આવે, તો તેના અમુક ભાગમાં બેક્ટેરિયા ઝડપથી વધી શકે છે. તે ભાત બગડી જવાનું અને ફૂડ પોઇઝનિંગ થવાનું જોખમ વધારી શકે છે. ”

ભાત ગરમ કરવાની સાચી રીત

એટલે કે, ચોખા રાંધ્યા બાદ ભાતને ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે. દીપા મિશ્રા કહે છે કે શ્રેષ્ઠ રીત એ છે કે તમે જેટલું ખાવું હોય તેટલા ભાત બહાર કાઢીને તેને ગરમ કરો અને બાકીના ચોખાને ફ્રિજમાં રાખો. જો કે, તેઓ એવી સલાહ પણ આપે છે કે, “રાંધેલા ચોખાને લાંબા સમય સુધી ઓરડાના તાપમાને રાખવાને બદલે ઝડપથી ઠંડા કરીને રેફ્રિજરેટરમાં રાખવા જોઈએ.” ફરી ખાતી વખતે, તમારે જેટલા ભાત ખાવાના હોય તેટલા જ બહાર કાઢો અને તેને સારી રીતે ગરમ કરો. એક જ ચોખાને વારંવાર ગરમ કરવાનું ટાળવું જોઈએ. ભાતને યોગ્ય રીતે ઠંડા કરો, તેને સમયસર ફ્રિજમાં મૂકો, તેનો યોગ્ય રીતે સ્ટોર કરો અને સારી રીતે ગરમ કરવું એ ફૂડ પોઇઝનિંગનું જોખમ ઘટાડવા માટે જરૂરી છે.

કુલ મળીને, એવું કહી શકાય કે ચોખા રાંધ્યા પછી ફરીથી ખાઈ શકાય છે. પરંતુ આ સમય દરમિયાન, ખાવા માટે તેને યોગ્ય રીતે સંગ્રહિત કરવું મહત્વપૂર્ણ છે. બધા ભાતને ફરીથી ગરમ કરવાને બદલે જેટલા ખાવા હોય એટલા જ ગરમ કરવા જોઇએ.

આ પણ વાંચો | રસોડાની તેલની બરણીની ચીકાશ ધોયા બાદ પણ સાફ થતી નથી? આ સરળ ટીપ્સ મદદ કરશે

Disclaimer : આ લેખ જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને નિષ્ણાતો સાથેની વાતચીતના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની દિનચર્યા શરૂ કરતા પહેલા, તમારા ડોક્ટર અથવા આરોગ્ય નિષ્ણાતની સલાહ લો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *