ઓપ્પો ફાઇન્ડ X10 પ્રો મેક્સ ફોન લોન્ચ, 200MP ટ્રિપલ રિયર કેમેરા

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Oppo Discover X10 Sequence Launch : ઓપ્પો કંપનીએ તેની ફ્લેગશિપ Oppo Discover X10 સીરિઝ સ્માર્ટફોન લોન્ચ કરી છે. લેટેસ્ટ ઓપ્પો ફાઈન્ડ એક્સ10 સીરિઝમાં 3 મોડલ – ઓપ્પો  ફાઇન્ડ X10, Oppo Discover X10 E અને ઓપ્પો ફાઇન્ડ એક્સ10 પ્રો મેક્સ સ્માર્ટફોન રજૂ કર્યા છે. લેટેસ્ટ ઓપ્પો ફાઇન્ડ એક્સ10 સીરિઝ ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 9600 પ્રો ચિપસેટ, 200 એમપી ટ્રિપલ કેમેરા સેટઅપ અને પાવરફુલ બેટરી સહિત ઘણી ખાસિયત છે. 

Oppo Discover X10, Discover X10 E, Discover X10 Professional Max કિંમત

ઓપ્પો ફાઇન્ડ X10 મોડલના બેઝ વેરિયન્ટ 12GB + 256GB વેરિયન્ટની કિંમત CNY 5499 (લગભગ ₹ 78,000). તો 12GB + 512GB, 16GB + 512GB અને 16GB + 1TB વેરિયન્ટની કિંમત અનુક્રમે CNY 5999 (લગભગ ₹ 86000) અને CNY 6499 (લગભગ ₹ 93,000) અને CNY 7499 (લગભગ ₹ 1,07,000) છે.

ઓપ્પો ફાઇન્ડ X10 E સ્માર્ટફોનના બે વેરિયન્ટ રજૂ કરાયા છે. જેમા 12GB રેમ અને 256GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત CNY 4999 (લગભગ ₹ 71,000) અને 16GB + 512GB વેરિયન્ટની કિંમત CNY 5499 (લગભગ ₹ 78,000) રાખી છે.

ઓપ્પો ફાઇન્ડ X10 Professional Max સ્માર્ટફોન ચાર વેરિયન્ટમાં રજૂ કરાયો છે. જેમા 12GB + 256GB બેઝ વેરિયન્ટ CNY 6799 (લગભગ ₹ 97,000)માં રજૂ કરાયો છે. તો 12GB + 512GB, 16GB + 512GB અને 16GB + 1TB રેમ અને સ્ટોરેજ વાળા સ્માર્ટફોન અનુક્રમે CNY 7499 (લગભગ ₹ 1,07,000), CNY 7999 (લગભગ ₹ 1,14,000) અને CNY 8999 (લગભગ ₹ 1,28,000) છે.

ઓપ્પોના નવા સ્માર્ટફોનનું વેચાણ 24 સપ્ટેમ્બરથી શરૂ થશે. ઓપ્પો ફાઇન્ડ X10 મોડલ લાઇટ ટાયટેનિયમ, આઇસ બ્લૂ અને  Qingcheng કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે. તો ઓપ્પો ફાઇન્ડ X10 E ફોન લાઇટ ટાયટેનિયમ અને આઇસ બ્લૂ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. ઓપ્પો ફાઇન્ડ X10 પ્રો મેક્સ ફોન લાઇટ ટાયટેનિયમ, મૂન વ્હાઇટ અને વાર્મ ઓરેન્જ કલર ઓપ્શનમાં આવે છે.

Oppo Discover X10 Professional Max સ્પેસિફિકેશન

ઓપ્પો ફાઇન્ડ X10 પ્રો મેક્સ સ્માર્ટફોનમાં 6.78 ઇંચની ફુલ HD+ (1,272 x 2,772 પિક્સલ) AMOLED ડિસ્પ્લે છે, જે 144Hz રિફ્રશ રેટ, 2000 nits સુધી પિક બ્રાઇટનેસ, 95.5 પર્સેન્ટ સ્ક્રીન ટુ બોડી રેશિયો અને 288Hz સુધી ટચ સેમ્પલિંગ રેટ સપોર્ટ કરે છે. આ ફોન IP66 + IP68 + IP69 રેટિંગ સાથે વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા ધરાવે છે.

ઓપ્પો ફાઇન્ડ X10 Professional Max ફોનમાં ફ્લેગશિપ 2nm ઓક્ટા કોર મીડિયાટેક ડાયમેન્સિટી 9600 પ્રો ચિપસેટ છે, જે 4.55GHz પીક ક્લોક સ્પીડ આપે છે. આ ફોન ARM Mali G2 અલ્ટ્રા જીપીયુ, 16GB સુધીની LPDDR5x RAM અને 1TB સુધીનું UFS 4.1 સ્ટોરેજ પ્રદાન કરે છે. આ ફોન એન્ડ્રોઇડ 17 બેઝ્ડ ColorOS 17 પર રન કરે છે.

ફોટોગ્રાફી માટે ઓપ્પો ફાઇન્ડ X10 Professional Max ફોનમાં Hasselblad ટ્યૂન ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. જેમા 200 મેગાપિક્સલનો f/1.5 પ્રાયમરી કેમેરા છે, જે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન પ્રદાન કરે છે. ફોનમાં 200MP નો અલ્ટ્રાવાઇડ કેમેરા અને 200 મેગાપિક્સલનો ટેલીફોટો કેમેરો છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે ફોનમાં 50 એમપીનો ફ્રન્ટ કેમેરા છે.

ઓપ્પો ફાઇન્ડ એક્સ10 પ્રો મેક્સ સ્માર્ટફોનમાં 8000mAh બેટરી છે, જે 80W વાયર્ડ અને 50W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કનેક્ટવિટી માટે 5G, 4G LTE, Wi-Fi 7, બ્લૂટુથ, યુએસબી ટાઇપ સી, BeiDou, GPS, GLONASS, Galileo, QZSS, અને NavIC સપોર્ટ મળે છે. સુરક્ષા માટે સ્માર્ટફોનમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર મળે છે.

OPPO Discover X10 Sequence China Pricing Revealed! 💰

OPPO has introduced the China pricing for the brand new Discover X10 lineup:
• Discover X10E: ¥4,999 -12GB + 256GB
• Discover X10: ¥5,499- 12GB + 256GB
• Discover X10 Professional Max: ¥6,799- 12GB + 256GB
• Hasselblad Teleconverter Equipment: ¥1,099

The Discover X10… pic.twitter.com/bf97kpS69K

— My Cell (@MyMobile_India) September 22, 2026

Oppo Discover X10 સ્પેસિફિકેશન

ઓપ્પો ફાઇન્ડ X10 સ્માર્ટફોનમાં 6.59 ઇંચની Full-HD+ (1,272 x 2,768 પિક્સલ) AMOLED ડિસ્પ્લે મળે છે, જે 144Hz રિફ્રેશ રેટ, 2000 nits સુધી પીક બ્રાઇટનેસ અને 288Hz સુધી ટચ સેમ્પલિંગ રેટ પ્રદાન કરે છે. આ ફોનમાં ઓક્ટા કોર મીડિયાટેક ડાયમેન્સિટી 9600M ચિપસેટ છે, જેની પીક ક્લોક સ્પીડ 4.21GHz છે. ફોનમાં ARM Mali Drage MC12 GPU છે. આ ફોનની રેમ, સ્ટોરેજ, ફિંગરપ્રિન્ટ સેન્સર, ઓનબોર્ડ સેન્સર, કનેક્ટિવિટી ઓપ્શન, બેટરી અને ચાર્જિંગ ફીચર ઓપ્પો ફાઇન્ડ X10 Professional Max જેવા છે. ફોનનું માપ 156.51 x 74.29 x 8.35mm અને વજન 216g આસપાસ છે.

ફોટોગ્રાફી માટે ઓપ્પો ફાઇન્ડ X10 ફોનમાં પણ Hasselblad ટ્યૂન ટ્રિપલ રિયર કેમેટા સેટઅપ છે. તેમા 200 એમપી f/1.6 પ્રાયમરી કેમેરો છે. તેની સાથે 50 મેગાપિક્સલ f/2.0 અલ્ટ્રાવાઇડ કેમેરો અને 200 મેગાપિક્સલ f/2.6 ટેલીફોટો કેમેરો છે, જે 2.8x સુધી ઓપ્ટિકલ ઝૂમ અને 120x ડિજિટલ ઝૂમ સપોર્ટ કરે છે. ફોનમાં સેલ્ફી કેમેરો ઓપ્પો ફાઇન્ડ એક્સ10 પ્રો મેક્સ જેવો છે.

Oppo Discover X10 E સ્પેસિફિકેશન

ઓપ્પો ફાઇન્ડ X10 E ફોનમાં 6.59 ઇંચની Full-HD+ (1,256 x 2,760 પિક્સલ) AMOLED ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટ, 460 ppi પિકસલ ડેન્સિટી, 240Hz ટચ સેમ્પલિંગ રેટ અને 1800 નિટ્સ સુધી પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. આ ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 9500s ચિપસેટ પ્રોસેસર છે, જેની પીક ક્લોક સ્પીડ 3.73GHz છે. આ ફોન 16GB સુધીની LPDDR5x RAM, 512GB સ્ટોરેજ અને Immortalis G925 MC12 GPU સાથે આવે છે. આ ફોનમાં 7025mAh બેટરી છે.  

આ પણ વાંચો | OnePlusનો સૌથી સસ્તો સ્માર્ટફોન લોન્ચ, 7000mAh બેટરી અને મજબૂત બોડી

આ ફોનનું માપ 156.98 x 73.93 x 7.99mm અને વજન 203g ગ્રામ છે. ફોટોગ્રાફી માટે ફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાયમરી કેમેરો છે, જે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન સપોર્ટ કરે છે. તેની સાથે જ 50MP f/2.0 અલ્ટ્રાવાઇડ કેમેરો અને 50 એમપી f/2.6 ટેલીફોટો કેમેરો અને સેલ્ફી – વીડિયો કોલ માટે 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આવે છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *