Infinix Scorching 70 Professional 5G Launch : ઈન્ફિનિક્સ મોબાઇલ કંપનીએ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Infinix Scorching 70 Professional 5G લોન્ચ કર્યો છે. આ ઇન્ફિનિક્સ હોટ સીરિઝનો સ્ટાઇલિશ લુક અને ડિફરેન્ટ ડિઝાઇનવાળો સ્માર્ટફોન છે, જેની બેક પેનલ પર નાની સી ડોટ મેટ્રિક્સ ડિસ્પ્લે છે, જેમા એનિમેશન ચાલે છે. માત્ર એટલું જ નહીં ઇન્ફિનિક્સ હોટ 70 પ્રો ફોન તડકા અને છાયડાંમાં કલર બદલેછે
Infinix Scorching 70 Professional 5G કિંમત
ઇન્ફિનિક્સ હોટ 70 પ્રો 5જી ₹ 25 હજાર સસ્તો ફોન છે. તેના બેસ વેરિયન્ટ 6GB RAM + 128GB સ્ટોરેજ મોડલની કિંમત ₹ 24,999 છે. તો 8GB રેમ અને 128GB સ્ટોરેજવાળા ટોપ વેરિયન્ટની કિંમત ₹ 27,999 છે. કંપની લોન્ચ ઓફર સેલમાં આ મોબાઇલ પર ₹2000 હેંક ડિસ્કાઉન્ટ આપી રહી છે. નવો ઇન્ફિનિક્સ મોબાઇલ 7 સપ્ટેમ્બરથી ખરીદી શકાય છે.
Infinix Scorching 70 Professional 5G કલર બદલતી બેક પેનલ
ઇન્ફિનિક્સ હોટ 70 પ્રો 5જી ફોનની બેક પેનલ પર AMC ડિસ્પ્લે છે. આ નાની સી ડોટ ડિસ્પ્લે પર એનિમેશન ચાલે છે. આ ઇન્ફિનિક્સ સ્માર્ટફોન ચાર કલર વિકલ્પ થર્મો ઓરેન્જ, મિરાજ ગ્રીન, સિલ્ક ગ્લો પર્પલ અને દીવા બ્લૂમાં ઉપલબ્ધ છે. થર્મો ઓરેન્જ મોડલ ગરમીમાં કલર બદલે છે. તો મિરાજ ગ્રીન કલર અંધારામાં ચમકે છે. બ્લૂ કલરને મેટ ફિનિશ અને સિલ્ક ગ્લો કલર મોડલને ટેક્ચર ફિનિશ આપવામાં આવ્યું છે.
Infinix Scorching 70 Professional 5G સ્પેસિફિકેશન
ઇન્ફિનિક્સ હોટ 70 પ્રો 5G ફોનમાં 1080 x 2344 પિક્સલ રિઝોલ્યુશનવાળી 6.76 ઇંચની FHD+ ડિસ્પ્લે છે. તે પંચ હોલ સ્ટાઇલ વાળી સ્ક્રિન LTPS LCD પેનલ પર બનેલી છે, જેના પર 144Hz રિફ્રેશ રેટ, 240Hz ટચ સેમ્પલિંગ રેટ અને 950nits હાઇ બ્રાઇટનેસ સપોર કરે છે. હાઇ રિફ્રેશ રેટથી ફોન સ્ક્રોલિંગ અને ટ્રાન્ઝિશનનો અદભુત અનુભવ મળે છે. પાણી કે તેલવાળી આંગળી હોય ત્યારે પણ ફોનની ટચ સ્ક્રીન રિસ્પોન્સ આપે છે.
ઇન્ફિનિક્સ હોટ 70 પ્રો 5જી ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 7100 ચિપસેટ છે. તે 6 નેનોમીટર ફેબ્રિકેશન્સ પર બનેલું ઓક્ટા કોર પ્રોસેસર છે, જે 2.0 ગીગાહર્ટ્ઝ થી લઇ 2.4 ગીગાહર્ટ્ઝ સુધીની ક્લોક સ્પીડ પર રન કરે છે. ગ્રાફિક્સ માટે ફોનમાં Mali-G610 જીપીયુ છે.
Your cart is ready to #GetHot 🛒🛒
Infinix HOT 70 Professional 5G+
Sale begins: seventh September, 12 PM on @flipkart and https://t.co/PsjCc64O55#UncoverGetHot#InfinixHot70pro#infinixindiapic.twitter.com/pfL4F6NNjf— Infinix India (@InfinixIndia) September 4, 2026
લેટેસ્ટ 5જી ઇન્ફિનિક્સ ફોનમાં 6000mAh બેટરી છે, જેમાં 5 વર્ષની બેટરી હેલ્થ મળે છે. આ બેટરી 45W ફાસ્ટ ચાર્જ ટેક્નોલોજી સપોર્ટ કરે છે. ફોટોગ્રાફી માટે ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે.
નવા ઇન્ફિનિક્સ 5G ફોનની બેક પેનલ પર LED ફ્લેશથી સજ્જ F/1.79 અપર્ચર વાળો 50 મેગાપિક્સલનો મેન કેમેરો છે, જે સોની IMX882 સેન્સર છે. તેની સાથે જ સેકેન્ડરી AI લેન્સ છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે, જે F/2.0 અપર્ચર પર કામ કરે છે.
આ પણ વાંચો | ફિલિપ્સનો પ્રથમ 5G સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, ₹ 3000 ઓછી કિંમતે ખરીદવાનો મોકો
ઇન્ફિનિક્સ હોટ 70 પ્રો 5G ફોન એન્ડ્રોઇડ 16 બેઝ્ડ છે, જે XOS 16 સાથે મળીને કામ કરે છે. આ ફોનમાં 3 જનરેશન OS અપગ્રેડ અને 5 વર્ષનો સિક્યોરિટી અપડેટ મળે છે. આ ફોનને વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા માટે IP68 રેટિંગ મળ્યું છે. કનેક્ટિવિટી માટે ફોનમાં વાઇ ફાઇ, બ્લૂટૂથ 5.4 સહિત OTG અને NFC જેવા ફીચર મળે છે.
