સુરતના ડુમસમાં બંગલા પર પોલીસનો દરોડો, બર્થડે પાર્ટીમાં ચાલતી દારૂની મહેફિલમાંથી 8 યુવતીઓ સહિત 22 ઝડપાયા

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


સુરતના પોશ ગણાતા ડુમસ વિસ્તારમાં આવેલા રામજીવાડીના એક પ્રાઇવેટ બંગલા/ફાર્મહાઉસમાં ગેરકાયદેસર રીતે યોજાયેલી દારૂની મહેફિલ પર ડુમસ પોલીસે અચાનક દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન જન્મદિવસની ઉજવણી કરી રહેલા 22 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાં 8 યુવતીઓ પણ સામેલ છે.

ડુમસના રામજીવાડી વિસ્તારમાં આવેલા એક પ્રાઇવેટ બંગલામાં જન્મદિવસની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીમાં મોટી સંખ્યામાં યુવાનો અને યુવતીઓ હાજર હતા. દરમિયાન ડુમસ પોલીસને અહીં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની માહિતી મળતા પોલીસ ટીમે બંગલા પર દરોડો પાડ્યો હતો.

પોલીસે બંગલામાં તપાસ કરતા દારૂ અને બીયરની બોટલો મળી આવી હતી. પાર્ટી દરમિયાન વપરાયેલી કેટલીક ખાલી બોટલો કચરાપેટીમાંથી પણ મળી આવી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત બંગલામાં અલગ-અલગ જગ્યાએ દારૂની બોટલો તથા અન્ય પાર્ટી માટેની સામગ્રી મળી આવી હતી.

Surat Police Raid Dumas
ડુમસના રામજીવાડી વિસ્તારમાં આવેલા એક પ્રાઇવેટ બંગલામાં જન્મદિવસની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. {Photograph}: (સોશિયલ મીડિયા)

દરોડો અને અટકાયત: બાતમીના આધારે પોલીસે બંગલામાં દરોડો પાડીને મોટી સંખ્યામાં હાઈપ્રોફાઈલ યુવક-યુવતીઓને દારૂની મહેફિલ માણતા પકડી પાડ્યા હતા.

પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ: તપાસ દરમિયાન સીલબંધ તેમજ ખાલી દારૂ-બીયરની બોટલો મળી આવી હતી. કેટલીક બોટલો સળગાવેલી હાલતમાં મળી આવતા પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ થયો હતો કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરાઈ છે.

દારૂ સાથે રમત: બંગલામાંથી દારૂ પીવાની સાથે રમાતી ખાસ પ્રકારની પાસા વાળી ગેમ અને બર્થડે ગર્લના ફોટોગ્રાફ્સ પણ જપ્ત કરવામાં આવ્યા છે.

Surat Dumas Farmhouse Liquor Party Raid
પકડાયેલા તમામ યુવાનો સંપન્ન પરિવારના અને કોલેજમાં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે. {Photograph}: (સોશિયલ મીડિયા)

દારૂ સાથે ગેમ રમાતી હોવાની વિગતો

પોલીસની તપાસ દરમિયાન બંગલામાં એક ટેબલ પર એક પ્રકારની ગેમ પણ રાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તેમાં યુવતીઓ દ્વારા પાસા નાખીને ગેમ રમવામાં આવતી હોવાની માહિતી મળી છે. આ ગેમમાં અલગ-અલગ લેવલ અને વસ્તુઓ લખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ ગેમનો ચોક્કસ હેતુ શું હતો અને પાર્ટી દરમિયાન તેની કેવી રીતે રમત રમાતી હતી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: 15 ઓગસ્ટ 2027થી દોડશે દેશની પ્રથમ બુલેટ ટ્રેન, પહેલા તબક્કાની તારીખ અંગે આવ્યા મોટા GOOD NEWS

ડૂમસ દારુ પાર્ટીમાં ઝડપાયેલા નબીરાઓ

  1. હરમીત હેમંતભાઇ પટેલ ઉ.વ.આ. 24, ધંધો-વકિલાત, રહે. અગિયારી સ્ટ્રીટ, અડાજણ ગામ, સુરત શહેર.
  2. જશ મુકેશભાઇ જરીવાલા ઉ.વ.આ.24, ધંધો-વેપાર, રહે. એ/બી, સાંઇરાજ બંગ્લોઝ, પીપલોદ, સુરત શહેર
  3. રિદ્ધી રાકેશભાઇ જરીવાલા ઉ.વ.આ.24, ધંધો-મેકઅપ આર્ટીસ્ટ, રહે. સદગુરૂ કૃપા, મોટી સ્ટ્રીટવાડ, વાડી ફળીયા, ગોપીપુરા, સુરત શહેર
  4. હેત્વી અમિતભાઈ શાહ ઉ.વ.આ. 21, ધંધો-અભ્યાસ, રહે. જી-વીંગ, જોલી રેસીડેન્સી, વેસુ, સુરત શહેર.
  5. ઓમ શૈલેષભાઇ પટેલ ઉ.વ.આ.22, ધંધો-વેપાર, રહે, બી-વીંગ, ક્ષેત્રપાળ સોસાયટી, ઉમરાગામ, સુરત શહેર
  6. જેસીકા મિતેશભાઇ જરીવાલા ઉ.વ.આ. 21, ધંધો-ઘરકામ, રહે. ઘર નં. 19, સાંઇનાથ સોસાયટી, ન્યુ સીટીલાઇટ, અલથાણ, સુરત શહેર.
  7. દીયા નિલેશ મશરૂવાલા ઉ.વ.આ.23, ધંધો-નોકરી, રહે. ઘર નં. 2028, સીધ્ધી શેરી, સલાબતપુરા, સુરત શહેર.
  8. દીશા આયુષ જરીવાલા ઉ..વ.આ.23, ધંધો-વેપાર, રહે. બી-09, મનન બંગ્લોઝ, ચાઇના ગેટની પાસે, ન્યુ સીટીલાઇટ રોડ, અલથાણ, સુરત શહેર
  9. આયુષ મનોજકુમાર જરીવાલા ઉ..વ.આ.27, ધંધો-વેપાર, રહે. બી-09, મનન બંગ્લોઝ, ચાઇના ગેટની પાસે, ન્યુ સીટીલાઇટ રોડ, અલથાણ, સુરત શહેર
  10. આસ્થા રીતેશ જરીવાલા ઉ.વ.આ.21, ધંધો-નોકરી, રહે. એ-08, મનન બંગ્લોઝ, ચાઇના ગેટની પાસે, ન્યુ સીટીલાઇટ રોડ, અલથાણ, સુરત શહેર
  11. શ્રીયા ધર્મેશભાઇ ગલીયાવાલા ઉ..વ.આ.21, ધંધો-નોકરી, રહે.પ્લોટ નં.06-07, સાંઇવિલા બંગ્લોઝ, અલથાણ, સુરત શહેર
  12. પ્રિયાંશ નિલેશ મશરૂવાલા, ઉ.વ.આ. 21, ધંધો-વેપાર, રહે. ઘર નં. 03/2028, સિધ્ધી શેરી, સલાબતપુરા, સુરત શહેર
  13. જીનેશ રાજુભાઇ ટીકીવાલા ઉ.વ.આ.22, ધંધો-વેપાર, રહે. ઘર નં.64, મહાદેવનગર, નવી સીવીલ હોસ્પીટલની સામે, રીંગરોડ, સગ્રામપુરા, સુરત શહેર.
  14. મુસ્તફા અબુલી ગોધરાવાલા ઉ.વ.આ. 23, ધંધો-વેપાર, રહે. ઘર નં.501, ટેમા ટેરેસ પાર્લે
  15. પાર્થ અમીતભાઇ મોદી ઉ.વ.આ.24, ધંધો-વેપાર, રહે. ઘર નં. ઇ-૧૧૧૦, વાસ્તુ ગ્રામ, સફલ સ્ક્વેર, વેસુ, સુરત શહેર
  16. સમીરાજ મનદીપસિંઘ પાહવા ઉ.વ.આ.23, ધંધો-બેકાર રહે. ઘર નં. એફ-402, હેપ્પી રેસીડેન્સી, પ્રાઇમ શોપર્સની પાસે, વેસુ, સુરત શહેર
  17. ધન્વેન સંજય જરીવાલા ઉ.વ.આ.21, ધંધો-વેપાર, રહે. ઘર નં. એ-16, આશિર્વાદ રેસીડેન્સી, ન્યુ સીટીલાઈટ રોડ, અલથાણ, સુરત શહેર
  18. નીધી રાકેશ જરીવાલા ઉ.વ.આ.22, ધંધો-નોકરી રહે. ઘર નં.૫૦, આમ્રપાલી બંગ્લોઝ, ન્યુ સીટી લાઇટ અલથાણ, સુરત શહેર.
  19. રૂષાદ હોસેદર દારૂવાલા ઉ.વ.આ.21, ધંધો-અભ્યાસ, રહે. ફ્લેટ નં.1304, કુસુમ હાઇટ્સ, ગ્રીનસીટી, પાલ, સુરત શહેર,
  20. મનન રાજનાથ બેલ ઉ.વ.આ.24, ધંધો-નોકરી, રહે. ઘર નં.502, એલ-ટાવર, અવ્વધ કેરોલીના, ડી.પી.એસ ચાર રસ્તા પાસે, ડુમસ, સુરત શહેર.
  21. કાવ્યકુમાર નિલેશભાઇ મોરે ઉ.વ.આ.21, ધંધો-અભ્યાસ, રહે. ઘર નં. 802, માધવ ઓપીલેન્સ, ગૌરવ પથ, પાલ, સુરત શહેર.
  22. એલીસ હિતેન્દ્રભાઇ પટેલ ઉ.વ.આ.25, ધંધો-વેપાર રહે. બાપુનગર, મગદલ્લા ગામ, સુરત શહેર



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *