મનોરંજન ન્યૂઝ | તેલુગુ સ્ટાર જુનિયર એનટીઆરને તાજેતરમાં ખભામાં ઈજા થઈ હતી અને શરૂઆતમાં તેમને છ થી આઠ અઠવાડિયા માટે સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. જોકે તેમની ટીમ તરફથી મળેલા તાજેતરના અપડેટ મુજબ, અભિનેતા બુધવારના રોજ હૈદરાબાદની KIMS હોસ્પિટલમાં સર્જરી કરાવશે. મેડિકલ એક્સપર્ટ દ્વારા સંપૂર્ણ મૂલ્યાંકન પછી સર્જિકલ પ્રક્રિયાની ભલામણ કરવામાં આવી હતી.
જ્યુનિયર એનટીઆર ખભાની સર્જરી
નિવેદનમાં કહેવામાં આવ્યું છે “એનટીઆરની કાલે હૈદરાબાદની KIMS હોસ્પિટલમાં ખભાની સર્જરી કરાવવામાં આવશે. ખભાની ઈજાના મેડિકલ મૂલ્યાંકન પછી સર્જરી પ્લાન કરવામાં આવી છે. ડોક્ટરોની ટીમ એનટીઆરના સરળ સ્વસ્થ થવા માટે કામ કરી રહી છે. સર્જરી પછી તેના પ્રોગેસ વિશે અમે તમને અપડેટ આપતા રહીશું. તમારી સમજણ અને સતત સમર્થન બદલ આભાર.”
જુનિયર એનટીઆરને ક્યારે ઈજા થઈ હતી?
27 જુલાઈના રોજ જુનિયર એનટીઆરની ટીમે જાહેર કર્યું કે અભિનેતાને ખભામાં ઈજા થઈ છે અને તેમને છ થી આઠ અઠવાડિયા સુધી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.
“અમને સૌને જણાવતા દુઃખ થાય છે કે શ્રી એનટીઆરને આજે સાંજે ખભામાં કમનસીબ ઈજા થઈ છે. સંપૂર્ણ તબીબી મૂલ્યાંકન પછી, ડૉ. જે. મધુસુદન રાવ અને ડૉ. આર.એ. પુરમચંદ્ર તેજસ્વીની આગેવાની હેઠળના ડૉક્ટરોની ટીમે છ થી આઠ અઠવાડિયા સુધી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે જેથી તેઓ સરળતાથી અને સંપૂર્ણ સ્વસ્થ થઈ શકે.
અમે બધાને ખાતરી આપવા માંગીએ છીએ કે ગભરાવાનું કોઈ કારણ નથી. અમે તેના હેલ્થ અંગેના સત્તાવાર અપડેટ્સ જ્યારે પણ યોગ્ય હોય ત્યારે શેર કરવાનું ચાલુ રાખીશું. તમારી સમજણ અને સતત સમર્થન બદલ આભાર,”
જુનિયર એનટીઆરની ટીમે ઈજા કેવી રીતે થઈ તે સ્પષ્ટ કર્યું નથી, પરંતુ અભિનેતા હાલમાં પ્રશાંત નીલની ફિલ્મ ડ્રેગનનું શૂટિંગ કરી રહ્યા છે. ફિલ્મના સેટ પર તેમને ઈજા થઈ હતી કે કેમ તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
ડ્રેગન વિશે
ડ્રેગન 1967 ની બેકડ્રોપ પર આધારિત છે અને અફીણના વેપાર વિશે છે. જુનિયર એનટીઆર અફઘાન ટ્રેડિંગ કંપનીના એસ્સાસિન-ઇન-ચીફ લુગરની ભૂમિકા ભજવશે. આ ફિલ્મમાં રૂક્મિણી વસંત, અનિલ કપૂર, બીજુ મેનન, ગુરુ સોમસુંદરમ, આશુતોષ રાણા, ખુશ્બુ સુંદર, રાજીવ કનકલા, અંશુમાન પુષ્કર, સિદ્ધાંત ગુપ્તા, પ્રભાસ શ્રીનુ, શત્રુ, શિવ, ભીમલ જીત ઓબેરોય, ન્ટુથુઝેલો પ્રિન્સ ગ્રુટબૂમ, એલેક્ઝાન્ડર મિઝેવ અને બેનેડિક્ટ પોલ ગેરેટ પણ છે.
ઓટીટીથી લઈને સિનેમા હોલ સુધી, ઓગસ્ટના આ અઠવાડિયે કઈ ફિલ્મો રિલીઝ થશે?
તેને માયથ્રી મૂવી મેકર્સ અને એનટીઆર આર્ટ્સ દ્વારા સંયુક્ત રીતે સમર્થન આપવામાં આવ્યું છે. ડ્રેગન મૂળ 25 જૂન, 2026 ના રોજ થિયેટરોમાં આવવાનું હતું, પરંતુ તેને મુલતવી રાખવામાં આવ્યું હતું, અને હવે 11 જૂન, 2027 ના રોજ રિલીઝ થવાની તૈયારીમાં છે.
