Lock Upp Season 2 Winner 2026 : ‘લોક અપ 2’માં પહેલા દિવસથી જ શાનદાર રમત રમ્યા પછી શ્રેયા કાલરાએ વિજેતાની ટ્રોફી જીતી લીધી છે. શ્રેયા કાલરાએ શિલ્પા શિંદે, શિવાંગી જોશી, યોગેશ રાવત અને રામ કપૂરને હરાવીને લોક અપ 2નું ટાઇટલ જીત્યું હતું. નેટફ્લિક્સના શો નો ફિનાલે 5 ઓગસ્ટે થયો હતો, જેમાં શ્રેયા કાલરાએ જીત મેળવી હતી.
રિયાલિટી શો ‘લોક અપ સિઝન 2’ ના ગ્રાન્ડ ફિનાલેને દર્શકોનો જબરદસ્ત રોમાંચ મળ્યો હતો. લાંબા સમય સુધી ચાલેલા મુકાબલા બાદ શ્રેયા કાલરાએ શાનદાર પ્રદર્શન કરતાં ટ્રોફી જીતી લીધી હતી. તેણે ફાઈનલમાં આવેલ શિવાંગી જોશી સહિતના અન્ય પાંચ ફાઈનલિસ્ટને પાછળ છોડીને વિજેતા બની હતી. આ જીતની સાથે શ્રેયાને ટ્રોફી અને રુપિયા 1 કરોડની ઈનામી રકમ પણ મળી હતી.
શ્રેયા કાલરાએ દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો
સમગ્ર સિઝન દરમિયાન શ્રેયાએ પોતાની મજબુત વ્યુહરચના, આત્મવિશ્વાસ અને શાનદાર ગેમ પ્લાનથી દર્શકોનું દિલ જીતી લીધું હતું. મુશ્કેલ ટાસ્ક, પડકારજનક પરિસ્થિતિઓ અને ઘણા ઉતાર-ચઢાવ હોવા છતાં તેણે ક્યારેય હાર માની ન હતી. શ્રેયાએ દરેક મુદ્દા પર પોતાનો નિખાલસ અભિપ્રાય આપ્યો હતો, તેણે શરુઆતથી અંત સુધી જોરદાર રમત રજૂ કરી હતી અને તેના સાથી ખેલાડીઓને સખત લડત આપી હતી. આ જ કારણ છે કે તેને પ્રેક્ષકોનો ઘણો સપોર્ટ મળ્યો અને અંતે તે વિજેતા તરીકે ઉભરી આવી હતી.
જેનિફર વિંગેટે 12 વર્ષ પછી કર્યા બીજા લગ્ન, જાણો કોણ અભિનેત્રીનો પતિ વિલિયમ ઇસ્માઇલ
ગ્રાન્ડ ફિનાલે દરમિયાન તમામ ફાઇનલિસ્ટે શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ અંતિમ નિર્ણયમાં શ્રેયા કાલરા મોખરે હતી. આ શોમાં શિલ્પા શિંદે સાથેની તેની મિત્રતા ખૂબ પસંદ કરવામાં આવી હતી. તેની જીત બાદ સોશિયલ મીડિયા પર ચાહકોએ તેને અભિનંદન પાઠવ્યા હતા અને તેની સફળતાની ઉજવણી કરી હતી. તેની જીતના ઘણા વીડિયો અને તેના ચાહકોની પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
હવે ચાહકોને આશા છે કે આ મોટી જીત બાદ શ્રેયા કાલરા મનોરંજન જગતના નવા અને મોટા પ્રોજેક્ટ્સનો ભાગ બનશે. તેની આ સિદ્ધિ તેની કારકિર્દીનો મહત્વનો માઈલસ્ટોન સાબિત થઈ શકે છે.
