ગુજરાતમાં મેઘમહેર યથાવત્ઃ 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ, સૌથી વધારે રાજકોટમાં 2.72 ઈંચ નોંધાયો, 13 જિલ્લામાં યલો એલર્ટ

ગુજરાતમાં મેઘમહેર યથાવત્ઃ 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ, સૌથી વધારે રાજકોટમાં 2.72 ઈંચ નોંધાયો, 13 જિલ્લામાં યલો એલર્ટ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Right now Gujarat rain fall knowledge: ગુજરાતમાં ચોમાસું એકદમ જામ્યું છે. ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 226 તાલુકામાં વરસાદ નોંદાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ રાજકોટમાં 2.72 ઈંચ નોંધાયો હતો. ગુજરાતના માથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના પગલે 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ નોંધાયો

ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 2 ઓગસ્ટ 2026, સવારે 6 વાગ્યાથી લઈને 3 ઓગસ્ટ 2026, સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં 226 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે રાજકોટમાં 2.72 ઈંચ વરસાદ નોંધાયો હતો. 

રાજ્યના 8 તાલુકામાં 1થી 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ નોંધાયો છે જોકે, માત્ર 8 તાલુકા એવા છે જ્યાં 1થી 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે. બાકી તાલુકામાં એક ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આમ જોઈએ તો વરસાદ પડવાનો વિસ્તાર યથાવત છે જોકે, વરસાદની માત્રા ઘટી ગઈ છે. 

તાલુકો વરસાદ (ઈંચમાં)
રાજકોટ 2.72
કપરાડા 1.73
પડઘરી 1.5
દિયોદર 1.46
નાનાપોંડા 1.34
મોડાસા 1.22
મુન્દ્રા 1.06
અંબિકા 1.06

ગુજરાતમાં 13 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ

આજે બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદ પડી શકે છે. ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં પણ આગાહી છે. હવનામાન વિભાગે ગુજરાતના 13 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. 

રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ, વીજળી અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે.

ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

આ રાજ્યોમાં વરસાદની ચેતવણી?

IMD એ 3 થી 8 ઓગસ્ટ દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને કેટલાક પૂર્વોત્તર રાજ્યોમાં વિવિધ દિવસોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *