માર્વેલની Spider-man: Model New Day  ચીન બાદ હવે ભારતમાં રેકોર્ડ તોડવા તૈયાર! બમ્પર ઓપનિંગની તૈયારી

માર્વેલની Spider-man: Model New Day ચીન બાદ હવે ભારતમાં રેકોર્ડ તોડવા તૈયાર! બમ્પર ઓપનિંગની તૈયારી

મનોરંજન ENTERTAINMENT
Spread the love


માર્વેલની સુપરહીરો ફિલ્મ ‘સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’એ ચીનમાં રેકોર્ડ કમાણી કરી લીધી છે. ફિલ્મે શરૂઆતના પ્રિવ્યૂ અને એડવાન્સ ટિકિટોની બુકીંગથી જ 100 મિલિયન યુઆનની કમાણી કરી લીધી છે. ચીનમાં છેલ્લા સાત વર્ષોમાં કોઈ પણ સુપરહીરોવાળી ફિલ્મની આ સૌથી મોટી ઓપનિંગ માનવામાં આવે છે. ત્યાં જ ‘સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’ એ રિલીઝ પહેલા જ ભારતમાં પણ જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. એડવાન્સ બુકિંગ પહેલાથી જ ₹35.40 કરોડનું કુલ કલેક્શન કરી ચૂકી હોવાનું કેટલાક મીડિયા અહેવાલોમાં જણાવાયું છે.

PVR, INOX અને સિનેપોલિસ પર અત્યાર સુધીમાં ‘સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’ ની આશરે 3.69 લાખ ટિકિટો વેચાઈ ગઈ હોવાનું મીડિયા અહેવાલો સામે આવ્યા છે, જેના પરિણામે ₹18 કરોડની કમાણી થઈ છે.

રેકોર્ડ-બ્રેકિંગ ઓપનિંગની આશા

ફિલ્મ ટ્રેડ વિશ્લેષકો પણ ફિલ્મ માટે મોટી ઓપનિંગની આગાહી કરી રહ્યા છે. હાલમાં ‘સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’ નું એડવાન્સ બુકિંગ ભારતમાં શરૂ થયું છે. મેટ્રો શહેરોમાં અને પ્રીમિયમ ફોર્મેટમાં મજબૂત માંગને કારણે પ્રતિભાવ ખૂબ જ પ્રોત્સાહક છે. તે વર્ષની સૌથી મોટી હોલીવુડ ઓપનિંગમાંની એક બનવા માટે તૈયાર છે.

આ પણ વાંચો: સૌરવ દાસ પર કંગના રનૌતનો પલટવાર, કહ્યું- તારા જેટલી ઉંમરમાં મેં 2 નેશનલ એવોર્ડ જીત્યા, તું નકામો અને બેરોજગાર

આ ફિલ્મ તેના શરૂઆતના દિવસે બધી ભાષાઓમાં ₹42–45 કરોડની કમાણી કરે તેવી અપેક્ષા છે જ્યારે પ્રથમ અઠવાડિયાના અંતે ₹140–150 કરોડનો ગ્રોસ કલેક્શન જોવા મળી શકે છે. જો આ અંદાજો સાચો પડે તો માર્વેલ ફિલ્મ ક્રિસ્ટોફર નોલાનની ‘ધ ઓડિસી’ ને સરળતાથી પાછળ છોડી દેશે. જેણે ભારતમાં તેના પહેલા દિવસે ₹20.76 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું હતું.

‘સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’ રિલીઝ ડેટ

ડેસ્ટિન ડેનિયલ ક્રેટન દ્વારા દિગ્દર્શિત, ‘સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’ માર્વેલ સિનેમેટિક યુનિવર્સની 38મી અને MCUની ચોથી ‘સ્પાઇડર-મેન’ ફિલ્મ છે. ટોમ હોલેન્ડ, ઝેન્ડાયા, જેકબ બટાલોન, સેડી સિંક અને જોન બર્નથલ અભિનીત આ ફિલ્મ 30 જુલાઈના રોજ ભારતીય થિયેટરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *