Gyaneshwari Yadav Received Silver Medal : ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતને પાંચમો મેડલ મળ્યો છે. ભારતીય વેટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે સિલ્વર મેડલ જીતીને ઐતિહાસિક સિદ્ધી મેળવી છે. તેણે સોમવારે 53 કિલોગ્રામ કેટેગરીમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. અગાઉ ભારતે વેટલિફ્ટિંગમાં ત્રણ મેડલ જીત્યા હતા. મીરાબાઈ ચાનુએ ગોલ્ડ, રાજા મુથુપાડી અને રિશિકાંતા સિંહે સિલ્વર મેડલ જીત્યો હતો. હવે વર્તમાન કોમનવેલ્થ ગેમ્સમાં વેટલિફ્ટિંગમાં ભારતનો આ ચોથો મેડલ છે.
ભારતીય વેટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે પ્રથમ રાઉન્ડમાં ક્લીન લિફ્ટ કરતા 82 કિગ્રા, 85 કિગ્રા અને 88 કિગ્રા વજન ઉંચક્યું હતુ. આ પછી તેણે ક્લિન એન્ડ જર્કમાં 103 કિગ્રા વજન ઉંચક્યું હતુ. બીજા પ્રયાસમાં તેણે 107 કિગ્રા અને ત્રીજા રાઉન્ડમાં 111 કિગ્રા વજન ઉંચક્યું હતુ. આ સાથે તેણે દેશના નામે સિલ્વર મેડલ જીત્યો હતો. આ સ્પર્ધામાં નાઈજીરિયાની દિદિહે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે અત્યાર સુધીમાં મેડલ જીતનાર ખેલાડીઓ
- મીરાબાઈ ચાનુ: ગોલ્ડ (વેઇટલિફ્ટિંગ)
- રિશિકાાં સિંહ ચનબમ : સિલ્વર (વેટલિફ્ટિંગ)
- રાજા મુથુપાડીઃ સિલ્વર (વેટલિફ્ટિંગ)
- જ્ઞાનેશ્વરી યાદવઃ સિલ્વર (વેટલિફ્ટિંગ)
- ઝંડુ કુમારઃ બ્રોન્ઝ (પેરા પાવરલિફ્ટિંગ)
Congratulations to Gyaneshwari Yadav on successful the Silver Medal in Weightlifting on the Commonwealth Video games Glasgow 2026. This success is much more noteworthy as a result of she has achieved a private greatest on this competitors. Could her success encourage the youth of India. Wishing her… pic.twitter.com/tKF5Ub4LHQ
— Narendra Modi (@narendramodi) July 27, 2026
ઢાબા પર વાસણ ધોવાથી લઇને કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા સુધીની ઋષિકાંત સિંહની પ્રેરણાદાયી કહાની
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય વેટલિફ્ટરોના પ્રદર્શન છેલ્લા ઘણા વર્ષોમાં શાનદાર રહ્યા છે. 1990, 2002, 2018 અને 2022માં ભારતને વેટલિફ્ટિંગમાં સૌથી વધુ મેડલ્સ પણ મળ્યા છે. કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીમાં 133 મેડલ્સ અને 46 ગોલ્ડ મેડલ સાથે ભારત વેઈટલિફ્ટિંગમાં બીજો સૌથી સફળ દેશ છે. વર્ષ 2022ની બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને વેટલિફ્ટિંગમાં 10 મેડલ (3 ગોલ્ડ, 3 સિલ્વર, 4 બ્રોન્ઝ) મળ્યા હતા.
