Kriti Sanon health : અભિનેત્રી કૃતિ સેનન તાજેતરમાં ફિલ્મ કોકટેલ 2માં જોવા મળી હતી, જેમાં તેની એક્ટિંગની સાથે સાથે ફિટનેસને લઈને પણ ઘણી ચર્ચા થઇ હતી. આ ફિલ્મમાં તેના ફિટનેસ ટ્રાન્સફોર્મેશને દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. ટોન્ડ બોડી અને મજબૂત કોર મેળવવા માટે તેણે તેની ફિટનેસ રૂટિનમાં સ્ટ્રેન્થ ટ્રેનિંગ, ઇન્ક્લાઇન વોક, હાઇ પ્રોટીન આહાર અને એક્ટિવ લાઇફસ્ટાઇલનો સમાવેશ કર્યો. આ સિવાય તેની કસરતમાં રુટિનમાં લેગ રેજ (પગ ઉપર ઉઠાવનારી કસરત)પણ મહત્વપૂર્ણ ભાગ હતો.
ફિટનેસ ટ્રેનર સચિતા વિજયવર્ગીયએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું હતું કે લેગ રેજ એક્સરસાઇઝને કોર કંટ્રોલરની જેમ સમજી શકાય છે. તે તમારા પેટના સ્નાયુઓને શીખવે છે કે પગ હલાવતી વખતે પણ પોતાની પીઠને જમીનની પુરી રીતે નજીક કેવી રીતે રાખવા. આ અસલી કોર સ્ટ્રેન્થ બનાવવાનું રહસ્ય છે.
ઈન્ડિયન એક્સપ્રેસે આ વિષય પર ફોર્ટિસ હોસ્પિટલ જાલંધરના ઓર્થોપેડિક્સ, આર્થ્રોસ્કોપી અને સ્પોર્ટ્સ મેડિસિનના કન્સલ્ટન્ટ ડો.નીતીશ કપિલ સાથે વાત કરી હતી. તેમના મતે લેગ રેજ એ એક સરળ કસરત છે, જે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે એબ્સ અથવા પેટના સ્નાયુઓ તેમજ હિપ ફ્લેક્સર્સ અને ડીપ કોર સ્નાયુઓને પણ મજબૂત બનાવે છે.
ડો.નીતીશ કપિલ કહે છે કે કોઈ પણ બાહ્ય મશીનની મદદ વિના આ મૂવમેન્ટ કરવા માટે પોસ્ચરલ અલાઇમેન્ટની બનાવી રાખવા માટે એન્ટીરિયર કોરને એક્ટિવ રુપથી કામ કરવું પડે છે. આ પ્રક્રિયા પોસ્ટીરિયર પેલ્વિક ટિલ્ટ નામની એક મેકેનિકલ પોઝિશન બનાવે છે, જ્યાં પેલ્વિસ થોડી પાછળ તરફ ફરે છે જેથી કમરના નીચેના ભાગને ફર્શ પર સીધો રાખી શકાય અને ટ્રંક સ્ટેબિલિટીને વધારી શકાય.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ટ્રાન્સવર્સસ એબ્ડોમિનિસ, જે શરીરના સૌથી ઊંડા સ્નાયુઓમાંનું એક છે, તે શરીરના કુદરતી કોર્સેટની જેમ કાર્ય કરે છે અને હિલચાલ દરમિયાન કરોડરજ્જુ અને પેલ્વિસને સ્થિર કરવામાં મદદ કરે છે. તેમણે સમજાવ્યું કે કોર સ્ટ્રેન્થને માપવાની સાચી રીત લેગ રેજ છે, જે શરીરને લોડ અથવા દબાણના સમયે પણ કરોડરજ્જુને સ્થિર રાખવાનું શીખવે છે.
લેગ રેજ એક્સરસાઇઝ કેવી રીતે કરવી
આ કસરતને યોગ્ય રીતે કરવા માટે તમે ડૉ. કપિલ દ્વારા આપવામાં આવેલા આ સ્ટેપને ફોલો કરી શકો છો.
- સૌ પ્રથમ પગને સીધા રાખીને તમારી પીઠ પર સીધા સૂઈ જાઓ. સપોર્ટ માટે હાથને બાજુ પર અથવા હિપ્સની નીચે રાખો.
- હવે બંને પગ એક સાથે ઊંચા કરો જેથી શરીર 90 ડિગ્રીના ખૂણે આગળ વધે. અથવા પીઠને વાળ્યા વિના પગને શક્ય તેટલા ઉંચા કરો.
- હવે થોડા સમય માટે પગને ઉપર રાખો, પછી ધીમે ધીમે કંટ્રોલ સાથે પગને નીચે લાવો. એડી અચાનક ન પડે તેની કાળજી લો.
કોર કસરતો કરતી વખતે સાવચેત રહો
ડો.કપિલ કહે છે કે એક સામાન્ય ભૂલ એ છે કે પગને નીચે લાવતી વખતે પીઠનો નીચેનો ભાગ ફર્શ પરથી ઉપર ઉઠવા લાગે છે. આ એક સંકેત છે કે તમારા કોરે કામ કરવાનું બંધ કરી દીધું છે અને હિપ ફ્લેક્સર્સ સંપૂર્ણ વજન લેવાનું શરૂ કરી રહ્યા છે. જ્યારે પણ તમને લાગે છે કે તમારી પીઠ મેટથી પરથી ઉપર ઉઠી રહી છે ત્યારે તે એક સંકેત છે કે પગ ત્યાં અટકી દેવા જોઈએ. અથવા તમે ઘૂંટણને સહેજ વાળી શકો છો.
25 દિવસમાં 4.5 કિલો વજન ઘટાડનાર રશ્મિ દેસાઈએ જણાવ્યો પોતાનો ફિટનેસ મંત્ર
તેમણે કહ્યું કે જ્યારે તમે પગને આનાથી વધુ નીચલા કરો છો, ત્યારે પેટના સ્નાયુઓમાંથી તમામ દબાણ દૂર થાય છે અને સીધા કમરના નીચેના ભાગમાં આવે છે. તેનાથી અસહજતા અને પીડાનું કારણ બની શકે છે. જો તમને પીઠના દુખાવાની સમસ્યા હોય તો આ કસરત ટ્રેનરની દેખરેખ હેઠળ કરો જેથી તમારી કરોડરજ્જુ પર બિનજરૂરી રીતે દબાણ ના પડે.
