ચીનના પોર્ટ પર ડોક કરાયેલા એક કાર્ગો જહાજમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે અને પાંચ લોકો ગુમ છે. આ અકસ્માતમાં પાંચ લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બધાની હાલત સ્થિર છે.
એપી દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે જે જહાજમાં આગ લાગી છે તે લાઇબેરિયાના ધ્વજ હેઠળ ચાલે છે અને તેનું નામ ઓશન મેલોડી છે. ઓશન મેલોડી જહાજ પર કુલ 42 લોકો સવાર હતા, જેમાંથી 12 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.
જહાજ રિપેરિંગ કામ માટે ઉભું હતું
અકસ્માત પછી ચીનના સરકારી મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે જહાજને રિપેરિંગ માટે ડોક કરવામાં આવ્યું હતું. તેનું રિપેરિંગ ચીનના ઉત્તરપૂર્વીય કિનારે સ્થિત કિંગદાઓ પોર્ટ પર બેહાઈ શિપ બિલ્ડિંગ કંપની કરવામાં આવી રહ્યું હતું.
Information Alert! At the very least 20 lifeless and 5 lacking after cargo ship catches hearth in Chinese language port, studies AP quoting state media. pic.twitter.com/qYuXhopFS8
— Press Belief of India (@PTI_News) September 10, 2026
બ્રિક્સ સમિટ 2026 : 30,000 જવાનો સુરક્ષામાં , શી જિનપિંગ-પુતિન માટે અલગ હોટલ, આવી છે તૈયારી
અહેવાલો અનુસાર સ્થાનિક સમય મુજબ સવારે 11 વાગ્યે જહાજમાં આગ લાગી હતી અને બપોરે 2:30 વાગ્યા સુધીમાં તેને બુઝાવી દેવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ ઘટનાના એક વીડિયોમાં જહાજ પર હાજર સ્ટાફ આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.
