IND vs Zim 2nd T20I Match : ઇશાન કિશન (81) અને તિલક વર્માની (અણનમ 60) અડધી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે ઝિમ્બાબ્વે સામેની બીજી ટી20 મેચમાં 90 રને વિજય મેળવ્યો હતો. ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 219 રન બનાવ્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વે 17.5 ઓવરમાં 129 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે. શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી20 મેચ 26 જુલાઇએ રમાશે. ભારત તરફથી અભિષેક શર્માએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, શિવમ દુબે, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ, પ્રિન્સ યાદવ, મયંક યાદવ.
ઝિમ્બાબ્વે : બ્રાયન બેનેટ, બેન કુરાન, ડીયોન માયર્સ, સિકંદર રઝા (કેપ્ટન), રાયન બર્લ, વેસ્લી મધેવેરે, તાદીવંશે મારુમાની, બ્રેડ ઇવાન્સ, ન્યુમેન ન્યામહુરી, રિચાર્ડ નગારાવા, બ્લેસિંગ મુઝરબાની.
-
Jul 25, 2026 20:26 IST
IND vs Zim Stay : ભારતે 2-0થી અજેય સરસાઇ મેળવી
આ જીત સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે. શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી20 મેચ 26 જુલાઇએ રમાશે. ભારત તરફથી અભિષેક શર્માએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. 81 રન બનાવનાર ઇશાન કિશનને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
-
Jul 25, 2026 20:17 IST
IND vs Zim Stay : બીજી ટી20માં ભારતનો 90 રને વિજય
ઇશાન કિશન (81) અને તિલક વર્માની (અણનમ 60)અડધી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે ઝિમ્બાબ્વે સામેની બીજી ટી20 મેચમાં 90 રને વિજય મેળવ્યો હતો. ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 219 રન બનાવ્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વે 17.5 ઓવરમાં 129 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.
-
Jul 25, 2026 19:43 IST
IND vs Zim Stay : બ્રાડ ઇવાન્સ 19 રને આઉટ
વેસ્લી મધેવેરે 3 બોલમાં 2 રને શિવમ દુબેની ઓવરમાં આઉટ થયો. બ્રાડ ઇવાન્સ 11 બોલમાં 1 ફોર અને 2 સિક્સર સાથે 19 રને અભિષેક શર્માની ઓવરમાં બોલ્ડ થયો.
-
Jul 25, 2026 19:21 IST
IND vs Zim Stay : સિકંદર રઝા ખાતું ખોલાયા વિના આઉટ
સિકંદર રઝા 3 બોલમાં ખાતું ખોલાયા વિના પ્રિન્સ યાદવની ઓવરમાં કેચ આઉટ થયો. ઝિમ્બાબ્વેએ 49 રને ચોથી વિકેટ ગુમાવી.
-
Jul 25, 2026 19:03 IST
IND vs Zim Stay : બ્રાયન બેનેટ 32 રને આઉટ
બ્રાયન બેનેટ 19 બોલમાં 3 ફોર અને 3 સિક્સર સાથે 32 રને યશ ઠાકુરનો શિકાર બન્યો. બેન કુરાન 5 બોલમાં 1 રને પ્રિન્સ યાદવનો અને ડીયોન માયર્સ 9 બોલમાં 2 ફોર સાથે 12 રને રવિ બિશ્નોઇની ઓવરમાં બોલ્ડ થયો.
-
Jul 25, 2026 18:27 IST
IND vs Zim Stay : ઝિમ્બાબ્વેને 220 રનનો પડકાર
બીજી ટી20 મેચમાં ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 219 રન બનાવી લીધા છે. ઝિમ્બાબ્વેને જીતવા માટે 220 રનનો પડકાર મળ્યો છે. તિલક વર્મા 29 બોલમાં 5 ફોર અને 3 સિક્સર સાથે 60 રને અણનમ રહ્યો હતો.શિવમ દુબે 6 રને અણનમ રહ્યો હતો.
-
Jul 25, 2026 18:09 IST
IND vs Zim Stay : તિલક વર્માની 23 બોલમાં અડધી સદી
તિલક વર્માએ શાનદાર બેટિંગ કરતા 23 બોલમાં 5 ફોર અને 2 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી હતી. ભારતે 18.3 ઓવરમાં 200 રન પુરા કર્યા હતા. રિંકુ સિંહ 8 બોલમાં 1 સિક્સર સાથે 12 રને ઇવાન્સનો શિકાર બન્યો હતો. ભારતે 213 રને પાંચમી વિકેટ ગુમાવી હતી.
-
Jul 25, 2026 18:07 IST
IND vs Zim Stay : ઇશાન કિશન 81 રને આઉટ
ઇશાન કિશન 44 બોલમાં 9 ફોર અને 2 સિક્સર સાથે 81 રન બનાવી ન્યુમેન ન્યામહુરીની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 189 રને ચોથી વિકેટ ગુમાવી.
-
Jul 25, 2026 17:43 IST
IND vs Zim Stay : ઇશાન કિશનની અડધી સદી
ઇશાન કિશને 31 બોલમાં 6 ફોર સાથે અડધી સદી ફટકારી. ભારતે 14.3 ઓવરમાં 150 રન પુરા કર્યા.
-
Jul 25, 2026 17:19 IST
IND vs Zim Stay : શ્રેયસ ઐયરના 25 રન
શ્રેયસ ઐયર 20 બોલમાં 4 ફોર સાથે 25 રને બ્રાયન બેનેટની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 95 રને ત્રીજી વિકેટ ગુમાવી.
-
Jul 25, 2026 16:56 IST
IND vs Zim Stay : વૈભવ સૂર્યવંશી 20 રને આઉટ
વૈભવ સૂર્યવંશી 9 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 20 રને નગારાવાની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 29 રને બીજી વિકેટ ગુમાવી દીધી.
-
Jul 25, 2026 16:39 IST
IND vs Zim Stay : અભિષેક શર્મા 8 રને આઉટ
અભિષેક શર્મા 8 બોલમાં 2 ફોર સાથે 8 રન બનાવી મુઝરબાનીની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 10 રને પ્રથમ વિકેટ ગુમાવી.
-
Jul 25, 2026 16:34 IST
IND vs Zim Stay : ભારતની ટીમમાં યશ ઠાકુરનું ડેબ્યૂ
ભારતની ટીમમાં એક ફેરફાર કરાયો છે. ફાસ્ટ બોલર અશોક શર્માના સ્થાને બહાર કરાયો છે અને યશ ઠાકુરને ડેબ્યૂ કરવાની તક મળી છે.
A dream realized ✨
Congratulations to Yash Thakur as he’s all set to make his #TeamIndia debut 👏👏
Updates ▶️ https://t.co/Z8UUziVx8d#ZIMvINDpic.twitter.com/IXBuP7rOfU
— BCCI (@BCCI) July 25, 2026
-
Jul 25, 2026 16:21 IST
IND vs Zim Stay : ઝિમ્બાબ્વે પ્લેઇંગ ઇલેવન
બ્રાયન બેનેટ, બેન કુરાન, ડીયોન માયર્સ, સિકંદર રઝા (કેપ્ટન), રાયન બર્લ, વેસ્લી મધેવેરે, તાદીવંશે મારુમાની, બ્રેડ ઇવાન્સ, ન્યુમેન ન્યામહુરી, રિચાર્ડ નગારાવા, બ્લેસિંગ મુઝરબાની.
-
Jul 25, 2026 16:21 IST
IND vs Zim Stay : ભારત પ્લેઇંગ ઇલેવન
અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, શિવમ દુબે, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ, પ્રિન્સ યાદવ, મયંક યાદવ.
-
Jul 25, 2026 16:06 IST
IND vs Zim Stay : ઝિમ્બાબ્વેએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
ભારત સામેની બીજી ટી20 મેચમાં ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ હરારેના હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાઇ રહી છે
-
Jul 25, 2026 16:01 IST
IND vs Zim Stay : આજે ભારત વિ ઝિમ્બાબ્વે વચ્ચે બીજી ટી20 મેચ
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ મેચની ટી20 શ્રેણીની બીજી મેચ આજે હરારેના હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાશે. બીજી ટી20માં જીત મેળવી ભારત શ્રેણીમાં અજેય લીડ મેળવવા પ્રયત્ન કરશે. ભારતે પ્રથમ ટી20માં સાત વિકેટે વિજય મેળવ્યો હતો.
