અમદાવાદ ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાયા, શહેરના ઘણા અંડરપાસ બંધ કરી દેવાયા

અમદાવાદ ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાયા, શહેરના ઘણા અંડરપાસ બંધ કરી દેવાયા

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


અમદાવાદ શહેરમાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. બોપલ, પ્રહલાદનગર, એસજી હાઈવે, જોધપુર, નવાવાડજ, રાણીપ, અખબાર નગર, નિર્ણયનગર, મણીનગર અને સેટેલાઇટ સહિતના પશ્ચિમ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.

અમદાવાદ શહેરમાં સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી છે. ખાસ કરીને એસજી હાઈવે, બોપલ, પ્રહલાદનગર અને પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા વાહનવ્યવહાર પર અસર પડી છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સ્થિતિ સર્જાઈ છે.

Ahmedabad Rainfall news
અમદાવાદના એસજી હાઈવે પર ધોધમાર વરસાદ બાદ રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા. {Photograph}: (Indian Categorical)

અમદાવાદમાં ભારે વરસાદને કારણે અનેક રોડ ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યાં જ શહેરના અખબાર નગર અંડર પાસને બંધ કરી દેવાયો છે. 

Ahmedabad Rain news
અખબાર નગર અંડર પાસને બંધ કરી દેવાયો છે. {Photograph}: (સોશિયલ મીડિયા)

આજ વહેલા સવારથી અમદાવાદ શહેરમાં વરસાદની સ્થિતિ પર નજર રાખવા માટે મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા ટાગોર કંટ્રોલ રૂમ ખાતે ઉપસ્થિત રહીને શહેરની સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. 

અમદાવાદ શહેરમાં આજે સવારે 6 થી 10 વાગ્યા સુધી થયેલ વરસાદના આંકડા 

અમદાવાદ શહેરમાં સવારે 9:00 વાગ્યા પછી હવામાનમાં અચાનક પલટો આવતાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે અને સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. આ ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેમાં બોપલ વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, સચિવશ્ર રેમ્યા મોહન અને આલોક પાંડેને આ અસરગ્રસ્ત જિલ્લાઓમાં વહીવટી તંત્રની મદદ માટે રવાના કર્યાં છે. ઉપરાંત જે જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા વરસાદ સંદર્ભે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે જિલ્લાઓમાં પણ પ્રભારી સચિવોને તાત્કાલિક અસરથી પહોંચી જવાની સૂચનાઓ આપી.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *