ચાણસ્મા મામલતદાર કચેરીમાં ACBનો સપાટો, વિધવા સહાયના દાખલા માટે લાંચ લેતો ઓપરેટર ઝડપાયો

ચાણસ્મા મામલતદાર કચેરીમાં ACBનો સપાટો, વિધવા સહાયના દાખલા માટે લાંચ લેતો ઓપરેટર ઝડપાયો

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


ગુજરાત લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચારના દૂષણને ડામવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત પાટણ એસીબીની ટીમે એક સફળ ડિકોય ટ્રેપ ગોઠવીને ચાણસ્મા મામલતદાર કચેરીની વિધવા સહાય શાખાના આઉટસોર્સિંગ કોમ્પ્યુટર ઓપરેટરને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે.

ગરીબ અને અસહાય મહિલાઓને મળતી વિધવા સહાયના જરૂરી સરકારી દાખલા કાઢી આપવા માટે નાગરિકો પાસે થી ઉઘાડી લૂંટ ચલાવતા આ ભ્રષ્ટાચારી કર્મચારીની ધરપકડથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

એસીબી પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે.ચૌધરીને લાંબા સમયથી આધારભૂત માહિતી અને ફરિયાદો મળી રહી હતી કે ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે વિધવા સહાય માટેના જરૂરી સરકારી દાખલા મેળવવા આવતા ગરીબ અને સામાન્ય નાગરિકો પાસેથી રૂ. 100 થી લઈને રૂ. 2000 સુધીની ગેરકાયદેસર લાંચની માંગણી કરવામાં આવે છે.

આ ચોંકાવનારી હકીકતના આધારે એસીબીની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે તા. 10/07/2026ના રોજ ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે એક વ્યવસ્થિત લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: વાયોરનો PSI ₹.40,000 ની લાંચ લેતા ટ્રેપ થયો, કચ્છ ACB ની કાર્યવાહીનો શક થતા પૈસા લઈ ફરાર

એસીબી દ્વારા ગોઠવવામાં આવેલા છટકા દરમિયાન જ્યારે ડિકોયર સરકારી પ્રક્રિયા મુજબ વિધવા સહાયના દાખલાની માંગણી કરવા ઓપરેટર પ્રકાશ પરમાર પાસે પહોંચ્યો ત્યારે આરોપીએ કામ કરી આપવાના બદલામાં રૂ.800 ની રોકડ રકમ માંગી હતી. કચેરીના કમ્પાઉન્ડની ખુલ્લી જગ્યામાં જેવી આરોપીએ આ રકમ સ્વીકારી હતી. જેથી તુરંત જ આસપાસ વોચમાં ગોઠવાયેલી પીઆઈ એન.કે.ચૌધરી અને તેમની ટીમે તેને રંગેહાથ દબોચી લીધો હતો.

એસીબીએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને આરોપી પ્રકાશકુમાર પરમારની અટકાયત કરી છે અને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. આ કેસમાં કચેરીના અન્ય કોઈ મોટા અધિકારી કે કર્મચારી સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *