Katrina Kaif On Social Media Trolling : અભિનેત્રી કેટરિના કૈફે પ્રથમ વખત ઓનલાઇન ટ્રોલિંગનો જવાબ આપ્યો છે. બોડી શેમિંગ અને સોશિયલ મીડિયા ટ્રોલ્સ પર પ્રતિક્રિયા આપતાં કેટરિના કહ્યું હતું કે આપણે આપણાં ચીયરલીડર પોતે જ બનવું જોઈએ. લોકો શું કહે છે તેના પર ઓછું ધ્યાન આપો કારણ કે આ વસ્તુઓ તમારા મનને અંદરથી પરેશાન કરી નાખે છે. હાલમાં જ કેટરિના પોતાની બ્યૂટી બ્રાન્ડના પ્રમોશન અને યુકેની એનિવર્સરી માટે લંડન પહોંચી હતી, જ્યાં તેણે પોતાની વાત કહી હતી.
કેટરિના કૈફનો સ્ટાઇલિશ લુક
કેટરિના કૈફ પોતાના સ્ટાઇલિશ ચોકલેટ બ્રાઉન ધોતી સ્ટાઇલ પેન્ટ અને સૂટ પહેરીને બોસ લેડી લુકમાં જોવા મળી હતી. તેનો લુક એકદમ ક્લાસી અને એલિગન્ટ હતો. 8 ઓક્ટોબરના રોજ કેટરિના લંડન પહોંચી હતી, જ્યાં તેણે યુકેમાં તેની બ્યૂટી બ્રાન્ડની એક વર્ષની વર્ષગાંઠની ઉજવણી કરી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર લોકોની ટીકા અને આત્મવિશ્વાસ અંગે તેમનો અભિપ્રાય પૂછવામાં આવ્યો હતો.
બોડી શેમિંગ પર કેટરિનાનું નિવેદન
આ સવાલ એવા સમયે આવ્યો છે જ્યારે થોડા અઠવાડિયા પહેલા સોશિયલ મીડિયા પર ટ્રોલ્સે પ્રેગ્નન્સી પછી તેના વધેલા વજનને લઈને બોડી-શેમિંગ કર્યું હતું. આવી સ્થિતિમાં કેટરિનાનો આત્મવિશ્વાસ અને બીજાના જજમેન્ટને લઇને નજરિયો ચર્ચાનો વિષય બની ગયો છે.
આ સવાલનો જવાબ આપતાં અભિનેત્રીએ કહ્યું કે સોશિયલ મીડિયા પર જે કહેવામાં આવે છે તે લોકોએ તેમના આત્મવિશ્વાસ અને તેમની નજરમાં તેમના મહત્વને અસર ન થવા દેવી જોઈએ. કારણ કે સોશિયલ મીડિયા પર દરેકનો પોતાનો અભિપ્રાય હોય છે.
કોઈ મહિલા બાળકને જન્મ આપે કે ન આપે, તેનું વજન વધે કે ઘટે, તે કાંઇ પણ કરે, લોકો તેને સોશિયલ મીડિયા પર સલાહ આપવામાં સંકોચ કરતા નથી.
સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સને નંજર અંદાજ કરો
અભિનેત્રી કહે છે જો આપણે દરેકની વાત સાંભળીને તે પ્રમાણે ચાલવા લાગીશું તો આપણે આપણા જીવનના નિર્ણયો જાતે લઈ શકીશું નહીં. તેથી આપણે બીજાની સલાહ કરતાં આપણી પોતાની પસંદગીઓ અને નિર્ણયો પર વધુ ધ્યાન આપવું જોઈએ.
નાના પાટેકર નું અસલી નામ શું હતું? જાણો નામ પાછળની રસપ્રદ કહાની
કેટરિના કૈફ કહે છે કે જ્યારે પણ તે સોશિયલ મીડિયા પર તેના વિશે કોઈ ખરાબ વાત અથવા ટીકા વાંચે છે ત્યારે તે તેને નજર અંદાજ કરે છે. તે કહે છે કે જો તે લોકોની વાત પ્રમાણે ચાલવા લાગશે તો તેના મનમાં ડર બેસી જશે અને તે પોતાના જીવનમાં આગળ વધી શકશે નહીં.
ચાહકોને આપી સલાહ
કેટરિનાએ મહિલાઓને સલાહ આપી હતી કે આપણે અત્યારે જેમ છીએ તેમ જ આપણે પોતાને સ્વીકારવા જોઈએ. તેમણે કહ્યું કે આપણે જીવનના જુદા જુદા સમય અને પરિસ્થિતિઓમાં બદલાતા રહીએ છીએ. તેથી જરુરી છે કે આપણે આપણે પોતાને સ્વીકારીએ અને પોતાને પ્રેમ કરતા શીખીએ.
