શનિવારે દિલ્હીના જંતર-મંતર ખાતે CJPના વિરોધ પ્રદર્શન પહેલાં રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. મેટ્રો સેવાઓ, રેલવે સ્ટેશનની કામગીરી તેમજ કોનોટ પ્લેસ (CP)માં આવેલી ઓફિસો અને રેસ્ટોરન્ટ્સ બંધ કરી દેવામાં આવી છે. આ અંગે પ્રતિક્રિયા આપતા CJPના પ્રવક્તા સૌરવ દાસે જણાવ્યું હતું કે, જંતર-મંતર પહોંચવાનો પ્રયાસ કરી રહેલા CJP સમર્થકોની ભાજપ શાસિત રાજ્યોમાં અટકાયત કરવામાં આવી છે.
CJPના પ્રવક્તા સૌરવ દાસે ટિપ્પણી કરી કે, “દેશમાં કટોકટી લાદવામાં આવી છે. દિલ્હીને કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે.” દિલ્હી મેટ્રોના 57 સ્ટેશનોના પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે.
“…તો બધું જ ગુમાવી બેસીશું”
તેમણે વધુમાં કહ્યું કે, “તેમણે દિલ્હીમાં સંપૂર્ણ શટડાઉન જાહેર કર્યું છે, અમે આવું વાતાવરણ નથી બનાવ્યું – સરકારે બનાવ્યું છે. સરકાર ડરેલી છે અને તેને લાગે છે કે જો જ્ઞાનુ (મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર) જતા રહેશે તો બધું જ ગુમાવી બેસીશું.”
57 મેટ્રો સ્ટેશનો બંધ
સાવચેતીના પગલા રૂપે શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી દિલ્હી મેટ્રોના 57 સ્ટેશનો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત વહીવટીતંત્રે ‘નમો ભારત’ ટ્રેનના બે સ્ટેશનો ન્યૂ અશોક નગર અને સરાય કાલે ખાન પણ બંધ કર્યા છે.
Mumbai, Maharashtra: Cockroach Janta Celebration Co-convenor Saurav Das says, “They’ve introduced an entire shutdown of Delhi. We have not even created the ambiance this time; the federal government has created it. The federal government is scared. It fears that if Gyanesh Kumar goes, everybody will go.”
— IANS (@ians_india) October 9, 2026
CPમાં રેસ્ટોરન્ટ્સ અને ઓફિસો બંધ
વધુમાં વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સલાહ આપી છે કે કોનોટ પ્લેસ (CP)ની તમામ દુકાનો રાત્રે 10 વાગ્યા સુધી બંધ રહે. પોલીસે તમામ રેસ્ટોરન્ટ્સ અને ખાનગી કે સરકારી ઓફિસો પણ બંધ રાખવાની સલાહ આપી છે.
રેલવે સ્ટેશનો પર આવતી ટ્રેનો રદ
દરમિયાન સરકારે શનિવારે સવારે 4 વાગ્યાથી બપોરે 2 વાગ્યાની વચ્ચે નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશનો પર આવતી તમામ ટ્રેનો રદ કરી છે.
આ પણ વાંચો: ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળશે 2026નો નોબેલ શાંતિ પુરસ્કાર, જાણો કોણ છે તેઓ અને કેમ મળ્યું સન્માન
આ ઉપરાંત પોલીસે ફરીદાબાદને દિલ્હી સાથે જોડતા આઠ મુખ્ય માર્ગો પર બેરિકેડ્સ ગોઠવ્યા છે. તેમાં બદારપુર બોર્ડર, પુલ પ્રહલાદપુર, શૂટિંગ રેન્જ બોર્ડર અને માંગર ચોકનો સમાવેશ થાય છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, દરેક ચેકપોઈન્ટ પર 30 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. દિલ્હી તરફ જતા વાહનો પર ચાંપતી નજર રાખવા માટે આ કર્મચારીઓ સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી 12 કલાકની પાળીમાં કામ કરશે.
