સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ, જૂનાગઢના માંગરોળમાં 14 કલાકમાં 10.75 ઇંચ વરસાદ, આગામી 4 દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ, જૂનાગઢના માંગરોળમાં 14 કલાકમાં 10.75 ઇંચ વરસાદ, આગામી 4 દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Gujarat Monsoon Replace: દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જૂનાગઢના માંગરોળમાં માત્ર 14 કલાકમાં 10.75 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે, જ્યારે હવામાન વિભાગે આગામી દિવસો માટે રેડ એલર્ટ જાહેર કરીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં વિવિધ સમયગાળા માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જારી કર્યા છે. શુક્રવારે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ‘રેડ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે. શનિવારે સુરત, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર માટે પણ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 

રવિવારે સુરત, ડાંગ, નવસારી અને વલસાડ માટે; અને 6 જુલાઈએ ડાંગ, નવસારી અને વલસાડ માટે પણ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત (અમદાવાદ સહિત) અને સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશના અનેક જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ સુધી વાવાઝોડા અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ભારે પવન સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

માછીમારોને 5 દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ

હવામાન વિભાગે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ ખાસ ચેતવણી જારી કરી છે. 6 જુલાઈ સુધી દરિયામાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વરસાદ દરમિયાન ઊંચા મોજા, વાવાઝોડા અને દૃશ્યતામાં ઘટાડો થવાની સંભાવનાને કારણે ગુજરાતના તમામ મુખ્ય દરિયાકાંઠાના વિસ્તારો જેમાં જખૌ, મુન્દ્રા, કંડલા, ઓખા, પોરબંદર, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, દહેજ, મગદલ્લા અને દમણનો સમાવેશ થાય છે. માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *