Fruit Sweet Recipe :  કેરી, લીચી અને જાંબુ માંથી બનાવો ટેસ્ટી નેચરલ ફ્રૂટ કેન્ડી, બાળકોને જરૂર ગમશે

Fruit Sweet Recipe : કેરી, લીચી અને જાંબુ માંથી બનાવો ટેસ્ટી નેચરલ ફ્રૂટ કેન્ડી, બાળકોને જરૂર ગમશે

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Fruit Sweet Recipe : રંગબેરંગી કેન્ડી જોઈને બાળકો ઘણીવાર તે ખાવાની જીત કરે છે. બજારમાં ઉપલબ્ધ મોટાભાગની કેન્ડીઓમાં કૃત્રિમ કલર, સ્વાદ અને પ્રિઝર્વેટિવ્સ હોય છે. આટલું જ નહીં, ખાંડ પણ વધારે પ્રમાણમાં ઉમેરવામાં આવે છે. આવી સ્થિતિમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી બાળકો માટે મોસમી ફળો માંથી ઘરે જ ટેસ્ટી ફ્રૂટ કેન્ડી બનાવી શકાય છે. હોમમેઇડ ફ્રૂટ કેન્ડી બાળકો તેમજ મોટી ઉંમરના લોકોને પણ ખાવી ગમે છે. અહીં 3 સરળ ફ્રૂટ કેન્ડી રેસીપી આપી છે, જે વધારે મહેનત વગર ઘરે બનાવી શકાય છે.

મેંગો ફ્રૂટ કેન્ડી રેસીપી : Mango Fruit Sweet Recipe

મેંગો ફ્રૂટ કેન્ડી બનાવવા માટે સામગ્રી

  • પાકી કેરી – 2
  • ખાંડ – 1 થી 1/2 કપ (કેરીની મીઠાશ અનુસાર) 
  • કાળું મીઠું – 1/2 ચમચી (વૈકલ્પિક) 
  • ચાટ મસાલો – 1/2 ચમચી (વૈકલ્પિક)

મેંગો ફ્રૂટ કેન્ડી બનાવવા માટે સૌ પ્રથમ પાકી કેરી પાણીમાં ધોઈને છાલ ઉતારી નાનાં-નાના ટુકડા કરી લો. પછી તેમા ખાંડ ઉમેરી 8-10 કલાક અથવા આખી રાત રાખી મૂકો. આમ કરવાથી કેરી તેનો રસ છોડે છે. આ પછી તેને ધીમા તાપ પર 8-10 મિનિટ સુધી રાંધો. તે વધારે ઓગળી ન જાય તેની કાળજી રાખો. તે પછી તેને ચાળણી વડે ગાળી લો. હવે આ મિશ્રણને તડકામાં 2-3 દિવસ સુધી સુકાવા મૂકો અથવા ઓવનમાં 60°C તાપમાન કે ફૂડ ડિહાઇડ્રેટરમાં સુકવો. જો તમે ઇચ્છો તો તેની ઉપર ચાટ મસાલો અથવા કાળું મીઠું ભભરાવો. આ મેંગો ફ્રૂટ કેન્ડીને એરટાઇટ જારમાં સ્ટોર કરો.

લીચી ફ્રૂટ કેન્ડી રેસીપી | Litchi Fruit Sweet Recipe

લીચી ફ્રૂટ કેન્ડી બનાવવા માટે સામગ્રી

  • તાજી લીચી – 500 ગ્રામ
  • ખાંડ – 1 કપ
  • લીંબુનો રસ – 1 ચમચી

લીચી કેન્ડી બનાવવા માટે લીચીની છાલ ઉતારી તેના બીજ કાઢી લો. ત્યારબાદ તેમા ખાંડ ઉમેરી 5-6 કલાક સુધી મૂકી રાખો. આ પછી ધીમા તાપ પર 5-7 મિનિટ સુધી સહેજ પકવવો. ત્યારબાદ તેમા લીંબુનો રસ ઉમેરો. છેલ્લે આ મિશ્રણને એક ટ્રેમાં પાથરી તડકામાં અથવા ડિહાઇડ્રેટરમાં સુકાવા મૂકો. સુકાયા બાદ પણ તે સહેજ ચીકણું રહેશે. સૂકવ્યા પછી હવાચુસ્ત બરણીમાં સ્ટોર કરો.

જાંબુ ફ્રૂટ કેન્ડી રેસીપી : jamun Fruit Sweet Recipe

જાંબુ ફ્રૂટ કેન્ડી બનાવવા માટે સામગ્રી

  • જાંબુ – 500 ગ્રામ
  • ખાંડ – 3/4-1 કપ કાળું
  • મીઠું – 1/2 ચમચી
  • શેકેલું જીરું પાવડર – 1/2 ચમચી

જો તમને જાંબુ ખાવા ગમે છે, તો તમે તેમાંથી કેન્ડી પણ બનાવી શકો છો. આ માટે સૌ પ્રથમ જાંબુ પાણીમાં સારી રીતે ધોયા બાદ તેના ઠળિયા અલગ કરી પલ્પ કાઢી લો. જાંબુના પલ્પમાં ખાંડ ઉમેરી 4-5 કલાક સુધી રહેવા દો. ત્યાર પછી તેને 5 મિનિટ સુધી ધીમા તાપે પકવો. છેલ્લે આ મિશ્રણને ટ્રે પાથરી દો અને 2-3 દિવસ સુધી તડકામાં સુકાવા દો. તે સુકાય પછી કાળું મીઠું અને શેકેલું જીરું ભભરાવો. જાંબુ કેન્ડીને એરટાઇટ કન્ટેનરમાં ભરીને સ્ટોક કરો.

આ પણ વાંચો | ઊંધિયાને ટક્કર મારે તેવું ચટાકેદાર સંભારીયું શાક રેસીપી, 15 થી 20 મિનિટમાં બની જશે

આ બાબત ધ્યાનમાં રાખો

તડકામાં સૂકવતી વખતે, ધૂળ અને જંતુઓ ન લાગે તેની માટે ટ્રેને મલમલના કપડાથી ઢાંકી દો. તે સંપૂર્ણપણે સૂકાઈ જાય પછી જ સ્ટોર કરો, નહીત્તર ફુગ લાગી શકે છે. ફળની મીઠાશ અનુસાર ખાંડની માત્રા ઘટાડી કે વધારી શકાય છે. ફ્રિજમાં કન્ડી રાખવાથી તે લાંબા સમય સુધી સારી રહી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *