Viral Video: સુરતમાં મહિલાએ પહેલા સાયકલ ચોરી, બીજા દિવસે હાથ જોડી માફી માંગી સાયકલ પાછી મૂકી ગઈ

Viral Video: સુરતમાં મહિલાએ પહેલા સાયકલ ચોરી, બીજા દિવસે હાથ જોડી માફી માંગી સાયકલ પાછી મૂકી ગઈ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


સુરતમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે જ્યાં એક મહિલાએ સાયકલ ચોરી કરી અને બીજા જ દિવસે પાછી આપી ગઈ. તેણે સાયકલ પરત મૂદી દીધી અને એટલું જ નહીં પણ હાથ જોડીને માફી પણ માંગી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેના કારણે લોકો મહિલાને ‘સંસ્કારી ચોર’ ગણાવી રહ્યા છે.

સીસીટીવી ફૂટેજમાં મહિલા પહેલા સાયકલ ચોરીને ફરાર થતી દેખાય છે. બાદમાં તે તેને પાછી લાવીને કેમેરા સામે માફી માંગતી જોવા મળે છે. બંને ક્લિપ્સમાં મહિલાનો ચહેરો ઢાંકેલો હતો.

કેમેરો જોયો અને હાથ જોડીને માફી માંગી

આ ઘટના 12 જૂનના રોજ સલાબતપુરા વિસ્તારમાં બની હતી જ્યાં મહિલાએ ઘરની બહાર પાર્ક કરેલી સાયકલ ચૂપચાપ લઈ લીધી હતી. માલિકને લાગ્યું કે સાયકલ કાયમ માટે ગઈ છે પરંતુ પછી જે બન્યું તે સંપૂર્ણપણે અણધાર્યું હતું. બીજા દિવસે લગભગ તે જ સમયે તે મહિલા સાયકલ પાછી લાવી અને તેને પહેલાની જગ્યાએ પાર્ક કરી દીધી. સીસીટીવી કેમેરા જોતાં જ તેણીએ માફી માંગીને હાથ જોડી દીધા અને ત્યાંથી ચાલતી થઈ ગઈ.

આ અનોખી ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેના પર લોકો તરફથી વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે આ રીતે માફી માંગવા માટે હિંમતની જરૂર પડે છે જ્યારે કેટલાક તેને ‘સંસ્કારી ચોર’ ગણાવી રહ્યા છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *