Gujarat GAS Switch order: તાજેતરમાં ગુજરાતમાં સરકારી વહીવટી તંત્રમાં એક પછી એક મોટા ફેરફારો થઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા સેક્શન અધિકારીઓ, મામલતદારો, આઈએએસ અધિકારીઓની બદલી અને બઢતીના ઓર્ડરો આપ્યા બાદ સામાન્ય વહીવટી વિભાગે ફરી જીએએસ કેડરના 68 અધિકારીની બદલી અને બઢતીના આદેશ જારી ક્યા છે.
મળતી માહિતી પ્રમાણે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા જાહેર કરાયેલા આ આદેશથી મહાનગરપાલિકાઓથી લઈને કલેક્ટર કચેરીઓ સુધીના માળખામાં મોટા ફેરફારો થયા છે, જેની સીધી અસર રાજ્યની વહીવટી કામગીરી પર જોવા મળશે.
સિનિયર સ્કેલના 16ની બદલી અને જુનિયર સ્કેલના 52 અધિકારીઓને પ્રમોશન
સામાન્ય વહીવટ વિભાગના નોટિફિકેશન મુજબ આ મોટા ફેરબદલમાં સિલેક્શન અને સિનિયર સ્કેલના 16 ઉચ્ચ અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. આ સાથે જ જુનિયર સ્કેલના 52 અધિકારીઓને સિનિયર સ્કેલમાં સીધું પ્રમોશન આપીને નવી જગ્યાઓ પર જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં વહીવટી તંત્રએ કરી મોટી ફેરબદલ: 36 સેક્શન અધિકારીઓની બદલી, 81 DySO ને બઢતીના આદેશ
અહીં આપેલી પીડીએફમાં જુઓ કોની થઈ બદલી અને બઢતી
વધુ મળતી માહિતી પ્રમાણે વહીવટી વિભાગ દ્વારા કરવામાં આવેલા આ ફેરફારમાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં નિવાસી અધિક કલેક્ટર (RAC), ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના (DRDA) નિયામકોની પણ બદલી કરી દેવામાં આવી છે. આ સાથે સ્ટેમ્પ્સ અને રજીસ્ટ્રેશન વિભાગમાં પણ નવા અધિકારીઓની નિમણૂક કરાઈ છે.
