જીવનશૈલી | રેસીપી | ઉનાળો | જો તમે કોફીના શોખીન છો અને હેલ્ધી ઓપ્શન શોધી રહ્યા છો, તો ખજૂર કોફી (Date Espresso) તમારા માટે પરફેક્ટ ચોઈસ છે. આ રેસીપીમાં રિફાઈન્ડ ખાંડની જગ્યાએ કુદરતી મીઠાશ તરીકે ખજૂર અને મધનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ખજૂર આયર્ન અને ફાઈબરથી ભરપૂર હોય છે, જે તમને દિવસભર ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. ગરમીની સીઝનમાં ઠંડક આપતી આ રિફ્રેશિંગ કોલ્ડ ખજૂર કોફી સ્વાદ અને સ્વાસ્થ્યનો બેસ્ટ કોમ્બિનેશન છે.
ખજૂર કોફી રેસીપી
સામગ્રી
- 5 ખજૂર
- 1/2 કપ દૂધ
- 2 ચમચી ઇન્સ્ટન્ટ કોફી
- 2 ચમચી ગરમ પાણી
- 1 ચમચી મધ
- બરફ
ખજૂર કોફી બનાવવાની રીત
સૌથી પહેલા એક નાની વાટકીમાં 2 ચમચી ઇન્સ્ટન્ટ કોફી અને 2 ચમચી ગરમ પાણી મિક્સ કરીને બરાબર ઓગાળી લો.
રોટલી વધી હોય તો આ રીતે ટેસ્ટી અને ક્રિસ્પી સમોસા બનાવો, બધા વાહ વાહ કરશે!
ખજૂરના બીજ કાઢી લો. હવે મિક્સર જારમાં ખજૂર અને 1/2 કપ દૂધ ઉમેરીને તેને એકદમ સ્મૂધ પીસી લો, જેથી ખજૂર દૂધ સાથે બરાબર ભળી જાય.
રેસ્ટોરન્ટ સ્ટાઇલ હૈદરાબાદી પનીર, લાજવાબ બનશે!
હવે એ જ મિક્સર જારમાં તૈયાર કરેલું કોફીનું મિશ્રણ અને 1 ચમચી મધ ઉમેરો. અંતમાં જારમાં જરૂર મુજબ બરફના ટુકડા ઉમેરીને ફરીથી એકવાર બરાબર બ્લેન્ડ કરી લો, જેથી કોફી એકદમ ફીણવાળી અને ચિલ્ડ થઈ જાય.
તૈયાર છે એકદમ હેલ્ધી અને ટેસ્ટી ખજૂર કોફી. તેને કાચના ગ્લાસમાં કાઢીને ઠંડી-ઠંડી સર્વ કરો.
