REDMAGIC 11S Professional Launch : રેડમેજિક કંપનીએ પોતાનો નવો ગેમિંગ ફોન રેડમેજિક 11S પ્રો લોન્ચ કર્યો છે. કંપનીના લેટેસ્ટ ફ્લેગશિપ ગેમિંગ સ્માર્ટફોન REDMAGIC 11S Professional સતત હાઇ પર્ફોર્મન્સ આપવામાં માટે તૈયાર કર્યો છે. આ મોબાઇલ તેના પાછલા મોડલ રેડમેજિક 10S Professional ની તુલનામાં પ્રોસેસિંગ પાવર, થર્મલ મેનેજમેન્ટ, બેટરી લાઇફ અને AI ઇન્ટિગ્રેશનમાં ઘણા અપગ્રેડ સાથે રજૂ કરાયો છે. ચાલો જાણીયે REDMAGIC 11S Professional ફોનની કિંમત અને સ્પેસિફિકેશન વિશે વિગતવાર
REDMAGIC 11s Professional કિંમત
રેડમેજિક 11s પ્રો ફોનના 12GB + 256GB Nightfreeze વેરિયન્ટની કિંમત 849 ડોલર (લગભગ 81,245 રૂપિયા) છે. તો 16GB રેમ + 512GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 949 ડોલર (લગભગ 90,815 રૂપિયા) છે. આ ફોનનું વેચાણ 10 જૂનથી શરૂ થવાનું છે.
RedMagic 11S Professional સ્પેસિફિકેશન
રેડમેજિક 11એસ પ્રો ફોનના સ્પેસિફિકેશનની વાત કરીયે તો તેમા 6.85 ઇંચની 1.5K OLED BOE X10 ડિસ્પ્લે છે, જે 144Hz સુધી રિફ્રેશ રેટ, 960Hz સુધી ટચ સેમ્પલિંગ રેટ, 10 બીટ કલર ડેપ્થ અને 100 ટકા DCI-P3 કલર ગેમેટ અને 2000 નિટ્સ સુધી પીક બ્રાઇટનેસ પ્રદાન કરે છે. ફોનની ડિસ્પ્લે નોચ રહિત ડિઝાઇન સાથે આવે છે. કેમેરાને સ્ક્રીન નીચે ફિટ કરાયો છે. ડિસ્પ્લેમાં 3000Hzનું ઇન્સ્ટન્ટ ટચ સેમ્પરિંગ રેટ મળે છે. તેમાં મોબાઇલ ગેમ રમવાનો અનુભવ ઉત્કૃષ્ઠ બનાવવા માટે 520Hz ટચ રેસ્પોન્સિવ શોલ્ડર ટ્રિંગર મળે છે, જે સાઇડ ફ્રેમ પર આવે છે.
રેડમેજિક 11S Professional ફોનને પાવર આપવા માટે 4.7GHz ઓક્ટા કોર સ્નેપડ્રેગન 8 Elite Gen 5 Main Version 3nm પ્રોસેસર આવે છે, સાથે જ ફોનમાં Adreno 840 GPU के साथ 12GB / 16GB LPDDR5X Extremely RAM, 256GB / 512GB (UFS 4.1) સ્ટોરેજ પણ છે.
RedMagic 11S Professional કેમેરા
કેમેરાની વાત કરીયે તો રેડમેજિક 11S પ્રો ફોનમાં 50MP નો 1/1.55″ OV50E40 સેન્સર મળે છે. સાથે જ f/1.88 અપર્ચર અને OIS સાથે 50MP 1/2.88″ OV50D40 120 ડિગ્રી અલ્ટ્રા વાઇડ લેન્સ પણ આવે છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે ફોનમાં 16MP OV16A અંડ ડિસ્પ્લે ફ્રન્ટ કેમેરા છે. આ ડિવાઇસમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, 7500mAh બેટરી અને 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ જેવા ફીચર્સ આવે છે.
આ પણ વાંચો | ઓછી કિંમતમાં પાવરફુલ મેડ ઈન્ડિયા ફોન લોન્ચ, 120Hz ડિસ્પ્લે અને 6000mAh બેટરી
રેડમેજિક 11S પ્રો આઉટ ઓફ ધ બોક્સ એન્ડ્રોઇડ 16 બેઝ્ડ Pink Magic OS 11.5 પર પર રન કરે છે. તેમા Google Gemini AI અને Circle to Search જેવા ઘણા AI ફીચર્સ મળે છે. આ ફોનને વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા માટે IPX8 રેટિંગ મળ્યું છે.
