Dhurandhar OTT : ડિસેમ્બર 2025 માં રિલીઝ થયેલી ફિલ્મ ધુરંધરે બોક્સ ઓફિસ પર એવો તહલકો મચાવ્યો હતો, જેની કદાચ કોઈએ અપેક્ષા કરી ન હતી. થિયેટરોમાં શાનદાર કમાણી બાદ આ ફિલ્મ 30 જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી અને ત્યાં પણ તેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો.
આ પછી ધુરંધર 2 એટલે કે ‘ધુરંધર: ધ રિવેન્જ’ના ઓટીટી રાઇટ્સ માટે ભારે સ્પર્ધા જોવા મળી હતી. આખરે, જિયોહોટસ્ટારે ભારતમાં તેના સ્ટ્રીમિંગ રાઇટ્સ મેળવ્યા. હવે આ ફ્રેન્ચાઇઝીને લઈને નવી ઓટીટી ક્લેશ શરૂ થઈ છે.
મેકર્સે જાહેરાત કરી છે કે ધુરંધર રો એન્ડ અનદેખા વર્ઝન 22 મે થી નેટફ્લિક્સ અને જિયોહોટસ્ટાર બંને પર એક સાથે સ્ટ્રીમ થશે. આ સમાચારે સોશિયલ મીડિયા પર ચાહકોને ઉત્સાહિત કર્યા છે અને અને મૂંઝવણમાં પણ મૂક્યા છે.
જિયોહોટસ્ટારે જિયો સ્ટુડિયો સાથે પોસ્ટ શેર કરી અને લખ્યું છે કે ફક્ત તમારા માટે એક ખાસ વર્ઝવ. ધુરંધર રો એન્ડ અનદેખા, 22 મે થી ફક્ત જિયોહોટસ્ટાર પર.
બીજી તરફ નેટફ્લિક્સ ઇન્ડિયાએ પણ તેની પોસ્ટ શેર કરી અને લખ્યું કે તોફાન આવી રહ્યું છે અને આ વખતે વધુ ઘાતક છે. ધુરંધર રો એન્ડ અનદેખા 22 મે થી હિન્દી, તમિલ અને તેલુગુમાં નેટફ્લિક્સ પર .
જણાવવામાં આવી રહ્યું છે કે આ ‘રો એન્ડ અનદેખા’ કટમાં ફિલ્મના અનસીન સીન, વધુ તીવ્ર એક્શન અને અનફિલ્ટર કન્ટેન્ટ જોવા મળશે.
સોશિયલ મીડિયા પર યુઝર્સ કન્ફ્યુઝ
બંને પ્લેટફોર્મની જાહેરાત બાદ ઇન્ટરનેટ પર યુઝર્સ સતત સવાલો પૂછી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે તો પછી નેટફ્લિક્સ 22 મે ના રોજ શું રિલીઝ કરી રહ્યું છે? હું ખૂબ જ કન્ફ્યુઝ છું. બીજાએ ટિપ્પણી કરી કે ફક્ત? પછી નેટફ્લિક્સ શું કરી રહ્યું છે?અન્ય એક યુઝર્સે લખ્યું કે સેમ મૂવી સેમ ડે સેન નેમ. બે જુદા જુદા ઓટીટી પ્લેટફોર્મ પર, સમજણ પડતી નથી કે ડિલ શું છે.
‘મેલોડી આટલી ચોકલેટી કેમ છે?’, પીએમ નરેન્દ્ર મોદી અને મેલોનીના વીડિયો પર સેલેબ્સની કોમેન્ટ
‘ધુરંધર 2’ની ઓટીટી ડીલ શું છે?
અહેવાલો અનુસાર ધુરંધર : ધ રિવેન્જના ભારતમાં ઓટીટી રાઇટ્સ જિયોહોટસ્ટાર પાસે છે, જ્યારે નેટફ્લિક્સે ફિલ્મના ઇન્ટરનેશનલ સ્ટ્રીમિંગ રાઇટ્સ ખરીદ્યા છે. આ ડીલ હેઠળ નેટફ્લિક્સે 14 મે, 2026 થી વિદેશમાં રિલીઝ કર્યું છે.
