MTV Splitsvilla X6 Winner: એમટીવી સ્પ્લિટ્સવિલા એક્સ 6 આખરે સમાપ્ત થઈ ગયું છે. મહિનાઓના નાટક, ભાવનાત્મક ક્ષણો, બદલાતા સંબંધો અને મુશ્કેલ કાર્યો પછી શોને તેના વિજેતાઓ મળ્યા છે. ચાહકોની પ્રિય જોડી કુશલ તંવર ઉર્ફે ગુલ્લુ અને કાયરા અનુ એ ગ્રાન્ડ ફિનાલે જીતીને MTV Splitsvilla X6 ની ટ્રોફી જીતી હતી. આ સાથે જ બંનેને 20 લાખ રૂપિયાની પ્રાઇઝ મની પણ મળી હતી.
સની લિયોન અને કરણ કુંદ્રા દ્વારા હોસ્ટ કરાયેલી આ સીઝનમાં ‘પ્યાર યા પૈસા’ થીમ રાખવામાં આવી હતી, જેમાં સ્પર્ધકોએ સમગ્ર ગેમ દરમિયાન પ્રેમ અને પૈસા વચ્ચે પસંદગી કરવી પડી હતી. આ સીઝનમાં નિયા શર્મા અને ઉર્ફી જાવેદ પણ ‘મિસચીફ મેકર્સ’ તરીકે જોવા મળ્યા હતા, જેમણે વિલામાં ઘણા નાટક અને ટ્વિસ્ટ ઉમેર્યા હતા.
આટલું જ નહીં, ‘સ્પ્લિટ્સવિલા એક્સ 6’ ની આ સીઝનમાં રિયાલિટી શો માટે બીજી ઘણી નવી બાબતો પણ જોવા મળી હતી. સ્પ્લિટ્સવિલાના ઇતિહાસમાં પ્રથમ વખત, દર્શકોને ફાઇનલિસ્ટને મત આપવા માટે કહેવામાં આવ્યું હતું, અને ફાઇનલ ટાસ્ક અને દર્શકોના વોટના આધારે વિનરના નામ નક્કી કરવામાં આવ્યા હતા.
આ સ્પર્ધકો વચ્ચે થઇ ફાઇનલનું જંગ
તમને જણાવી દઈએ કે ‘સ્પ્લિટ્સવિલા એક્સ 6’ના ફિનાલેમાં ચાર જોડીઓએ પોતાનું સ્થાન બનાવ્યું હતું, જેમાં ગુલ્લુ અને કાયરા, યોગેશ રાવત અને રુરુ ઠાકુર, સોરાબ બેદી અને નિહારિકા તિવારી સાથે સૌંદર્યા શેટ્ટી અને ટેયન ડી વિલિયર્સ દેખાયા હતા.
જેમા ચાર મહિનાની સફરમા ગુલ્લુ અને કાયરા આ સિઝનની સૌથી મજબૂત અને સૌથી વધુ ચર્ચામાં જોડાયેલી જોડીઓમાંની એક હતી. ફ્રોડ, ગેમ પ્લાન અને ઘણી ભાવનાત્મક લડાઇઓ હોવા છતાં, બંને વચ્ચેનો સંબંધ મજબૂત રહ્યો. ફિનાલ સુધી આવતા આવતા દર્શકોના સૌથી ફેવરિટ કપલ બની ગયા હતા.
ગુલ્લુ અને કાયરા એ જીત વિશે શું કહ્યું?
સ્પ્લિટ્સવિલા જીતવા વિશે વાત કરતા, ગુલ્લુએ કહ્યું, “તમારા બધાનો આભાર, લોકો, જેમણે મને ટેકો આપ્યો. જીત પછી મને ખૂબ જ સારું લાગે છે. મને લાગે છે કે અમે આ જીતને લાયક છીએ, કારણ કે જો આપણે સમગ્ર ગેમ જર્ની પર નજર કરીએ – કનેક્શન મામલે, ગેમને આગળ વધારવામાં અથવા જોડાણ બનાવવા માટે – કોઈએ તે અમારા કરતા વધુ સારું કર્યું નથી. કાયરા અને મારો પહેલા દિવસથી જ એક ખાસ બોન્ડ હતો, તે હંમેશાં મને ટેકો આપતી હતી. જ્યારે પણ કોઈ કામ થતું ત્યારે તે કહેતી કે હું તારા માટે જીતવા માંગુ છું અને તને જીતાડવા માગું છું.
હવે જ્યારે આપણે પાછું વળીને જોઈએ છીએ, ત્યારે તે બધું ખૂબ જ અર્થપૂર્ણ લાગે છે. હું જાણું છું કે શરૂઆતમાં લોકો મને ખૂબ પસંદ કરતા ન હતા, પરંતુ જેમ જેમ શો આગળ વધતો ગયો, અમે તેમના ફેવરિટ બની ગયા. એક વસ્તુ જે મને ખરેખર ગમી છે તે એ છે કે જો તમે કોઈની નફરતને પ્રેમમાં ફેરવી શકો છો, તો તે પોતે જ સૌથી મોટી જીત છે. ”
આ પણ વાંચો | ચાલતી બસે કિસ્મત બદલાઇ ગઇ, પછી લોકો એમના દિવાના બની ગયા…
બીજી બાજુ કાયરાએ કહ્યું કે, “હું મારી ખુશીને શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી અને હું હજી પણ તે બધા પર વિશ્વાસ કરવાનો પ્રયાસ કરી રહી છું. તે કેટલી સુંદર અને ભાવનાત્મક યાત્રા રહી છે. ગુલ્લુ સાથે ‘એમટીવી સ્પ્લિટ્સવિલા એક્સ 6 – લવ ઓર મની’ જીતવું એ એક સ્વપ્ન જેવું લાગે છે. અમે સાથે મળીને દરેક પડકારનો સામનો કર્યો, અમે બધી અટકળો વચ્ચે મજબૂત રહ્યા અને પ્રેક્ષકોએ અમને પ્રથમ વખત પસંદ કર્યા છે તે જાણીને આ જીત વધુ ખાસ બને છે. ”
