Ahmedabad Municipal Company Election Outcome 2026: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડ માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન થયું હતું. જેનું પરિણામ આજે આવી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડ માટે 2 મતગણતરી કેન્દ્રો એલડી કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે મતગણતરી ચાલી રહી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને એલડી કોલેજ ખાતે આશરે 800 પોલીસ કર્મચારીઓ અને ગુજરાત કોલેજ ખાતે લગભગ 700 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
-
Apr 28, 2026 16:39 IST
AMC Elections Outcome 2026 Dwell : 158 બેઠકો પર ભાજપે જીત મેળવી
અમદાવાદ મનપાની 192 સીટમાંથી અત્યાર સુધીમાં આવેલા પરિણામાં 158 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. જ્યારે 18 બેઠક કોંગ્રેસે જીતી છે. કેટલીક સીટોના પરિણામ બાકી છે.
-
Apr 28, 2026 15:10 IST
AMC Elections Outcome 2026 Dwell : અમદાવાદના ખાડિયામાં ભાજપનો પરાજય
અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપના ગઢ સમાન ખાડિયા વોર્ડમાં ભાજપનો પરાજય થયો છે. આ વખતે ચારેય બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. ભાજપના ચારેય ઉમેદવારોએ હારનો સામનો કરવો પડ્યો છે.
-
Apr 28, 2026 13:46 IST
AMC Elections Outcome 2026 Dwell : LD એન્જિનિયરિંગમાં બબાલ
અમદાવાદમાં મતગણતરી દરમિયાન ઘર્ષણની ઘટના સામે આવી રહી છે. LD એન્જિનિયરિંગમાં પોલીસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું છે.
-
Apr 28, 2026 12:30 IST
AMC Elections Outcome 2026 Dwell : ચાંદખેડામાં ભાજપની પેનલનો ભવ્ય વિજય
અમદાવાદના ચાંદખેડામાં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસના વર્તમાન કોર્પોરેટર રાજશ્રી કેસરીનો પરાજય થયો છે. તેઓ છેલ્લા બે ટર્મથી રાજશ્રી કેસરી કોર્પોરેટર હતા.
-
Apr 28, 2026 12:01 IST
AMC Elections Outcome 2026 Dwell : બાપુનગરમાં ભાજપ અને કોંગ્રેસના 2-2 ઉમેદવારની જીત
અમદાવાદના બાપુનગર વોર્ડમાં પેનલ તૂટી છે. કોંગ્રેસના જયમન શર્મા અને નાગજી દેસાઈની જીત થઈ છે. જ્યારે ભાજપના જયશ્રી દાસરી અને જાગૃતિ પરમારની જીત થઈ છે
-
Apr 28, 2026 11:46 IST
AMC Elections Outcome 2026 Dwell : નવરંગપુરા વોર્ડમાં ભાજપની પેનલનો વિજય
અમદાવાદના નવરંગપુરા વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો છે. આશાબેન બ્રહ્મભટ્ટ, એકતા રાવલ, રિતેશ દુધિયા અને હેમંત કાબરાની જીત થઇ છે.
-
Apr 28, 2026 11:15 IST
AMC Elections Outcome 2026 Dwell : સૈજપુર બોધા વોર્ડમાં ભાજપની પેનલ જીતી
અમદાવાદના સૈજપુર બોધા વોર્ડમાં ભાજપની પેનલની જીત થઈ છે. જીતનાર ઉમેરવારોમાં અંકિત પટેલ, વિનોદ કુમાર ચૌધરી, ભાવનાબહેન રબારી અને બળદેવ રાઠોડ સામેલ છે.
-
Apr 28, 2026 10:58 IST
AMC Elections Outcome 2026 Dwell : જોધપુર વોર્ડમાં ભાજપની પેનલ જીતી
અમદાવાદના જોધપુર વોર્ડમાં બીજેપી પેનલની જીત થઈ છે. ભાગ્યેશ પટેલને 31,170, ભરતીબેન ગોહિલને 30,014, વિનોદ પટેલને 29,060 અને નયના કોટકને 31,799 મત મળ્યા છે.
-
Apr 28, 2026 10:43 IST
AMC Elections Outcome 2026 Dwell : ભાજપ પેનલ આગળ
અમદાવાદમાં મતગણતરી દરમિયાન પ્રથમ રાઉન્ડમાં થલતેજ, નવરંગપુરા, અસારવા અને બાપુનગરમાં ભાજપ પેનલ આગળ છે.
-
Apr 28, 2026 09:11 IST
AMC Elections Outcome 2026 Dwell : અમદાવાદમાં મતગણતરી શરું, શરુઆતી વલણમાં ભાજપ આગળ
અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણીની મતગણતરી શરુ થઈ ગઈ છે. અને શરુઆતી વલણમાં ચાર વોર્ડમાં ભાજપની પેનલ આગળ દેખાઈ રહી છે.
-
Apr 28, 2026 08:48 IST
AMC Elections Outcome 2026 Dwell : અમદાવાદમાં બે મતગણતરી કેન્દ્રો પર કડક ચેકિંગ સાથે પ્રવેશ
અમદાવાદના બે મતગણતરી કેન્દ્રો પર કડક પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. કડક ચેકિંગ બાદ અધિકારીઓ અને એજન્ટોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
-
Apr 28, 2026 08:28 IST
AMC Elections Outcome 2026 Dwell : અમદાવાદના થલતેજ વોર્ડમાંથી ભાજપના મહિલા ઉમેદવાર બિનહરીફ
અમદાવાદના થલતેજ વોર્ડમાં ભાજપના ઉમેદવાર રીટાબેન ઠાકરો બિનહરીફ ચૂંટાયા હતા.
-
Apr 28, 2026 08:26 IST
AMC Elections Outcome 2026 Dwell : અમદાવાદમાં બે મતગણતરી કેન્દ્રો પર કડક પોલીસ સુરક્ષા
અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડ માટે 2 મતગણતરી કેન્દ્રો પર આજે સવારેથી મતગણતરી હાથધરવામાં આવશે. દરેક કેન્દ્ર પર આરઓની નિમણૂક કરીને પ્રક્રિયાને સુવ્યવસ્થિત બનાવવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને એલડી કોલેજ ખાતે આશરે 800 પોલીસ કર્મચારીઓ અને ગુજરાત કોલેજ ખાતે લગભગ 700 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
-
Apr 28, 2026 08:25 IST
AMC Elections Outcome 2026 Dwell : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીનું આજે પરિણામ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડ માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન થયું હતું. જેનું પરિણામ આજે આવવાનું શરૂ થયું છે. અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડ માટે 2 મતગણતરી કેન્દ્રો પર આજે સવારેથી મતગણતરી હાથધરવામાં આવશે.
